________________
કળશ-૧૯૪
૯૩
આ તે કોની વાત કરે છે? કેવળીની વાત છે આ? સિદ્ધની વાત છે? આ તો જીવદ્રવ્ય જેવું છે તેવાની વાત છે. આહાહા...!
ભગવાનઆત્મા જ્ઞાન, દર્શન, આનંદ ત્રિકાળી એવી અનંત બેસુમાર અનંત અમાપ અપરિમિત શક્તિનો ભંડાર (છે) પણ કોઈ એક એવી શક્તિ નથી કે વ્યવહાર રત્નત્રયનો રાગ કરે, એવી કોઈ શક્તિ, ગુણ, સ્વભાવ નથી. આહાહા...! તો વ્યવહાર રત્નત્રયથી આત્મા નિશ્ચય પામે છે, એ માન્યતા) મોટો મિથ્યાત્વભાવ છે. આહાહા..! અનંત વાર મુનિવ્રત ધારણ કર્યા. “મુનિવ્રત ધાર અનંત ઐર ટૈવેયક ઊપજાયો, પણ આતમજ્ઞાન...” આત્માનો સ્વભાવ રાગનો કર્તા એવો કોઈ સ્વભાવ નથી, એવા આત્માનો અનુભવ ન કર્યો. સમજાણું કાંઈ? પંચ મહાવ્રત લીધા, દીક્ષિત થયો, નગ્નપણે અનંત વાર લીધું, દ્રવ્યલિંગ અનંત વાર ધારણ કર્યું અને પંચ મહાવ્રત પણ અનંત વાર લીધા... આહાહા...! પણ રાગથી ભિન્ન ચૈતન્ય સ્વભાવ શુદ્ધ અનંત શક્તિનો પિંડ છે એવું આત્મજ્ઞાન ન કર્યું. એમ આવ્યું ને એમાં? “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન...” આતમજ્ઞાન એટલે આ આત્મા એવો છે કે રાગાદિનો કર્તા નથી. આહાહા...! સમજાણું કાંઈ ભગવાનનું સ્મરણ કરવાનો રાગ. આહાહા.! થાય છે પણ ભગવાન આત્મામાં સ્વભાવ એવો નથી કે એ રાગને કરે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
“વિત: કર્તૃત્વ સ્વમાવ: ભાષા આવી છે ને, જુઓ! ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવ...” એ તો ચૈતન્યમાત્ર સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એ જ્ઞાન ને આનંદ સ્વરૂપમાં રાગાદિ કરે એવો કોઈ સહજ ગુણ તો નથી. છે? આહાહા...! ભગવાન આત્મામાં કોઈપણ એવી શક્તિ, ગુણ કે સ્વભાવ રાગને કરે એવો કોઈ ગુણ, સ્વભાવ તો છે નહિ. સ્વભાવ નથી તો સ્વભાવ વિના આત્મા રાગ કરે કેવી રીતે? આહાહા.!
મુમુક્ષુ – સ્વભાવ હોય તો એ
ઉત્તર :- પણ સ્વભાવ છે જ નહિ. સ્વભાવ છે એ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે અને અનંત શક્તિ બેસુમાર હોવા છતાં કોઈ એક શક્તિ રાગને કરે એવી કોઈ શક્તિ નથી. એવી શક્તિ હોય તો સદાય ત્રિકાળ રાગરૂપ રહેવું પડે, પોતાનો મોક્ષ અને સમ્યગ્દર્શન થાય નહિ. આહાહા.! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- વિભાવિક શક્તિ શું છે?
ઉત્તર :- ગુણ છે, ત્રિકાળી ગુણ છે. વિભાવ કરે એ ગુણનું સ્વરૂપ નથી. વિભાવિક ગુણ છે તો વિભાવ કરે એવો એનો ગુણ નથી. એ તો શક્તિ નિમિત્તને આધીન થાય તો વિકાર કરે. વિભાવિક શક્તિ છે તો વિભાવ કરે એવો ગુણ છે એમ નથી. વિભાવિક શક્તિ તો ચાર દ્રવ્યમાં નથી, પોતામાં છે એ અપેક્ષાએ વિભાવિક શક્તિ કહેવામાં આવી પણ વિભાવ, વિકાર કરે એવી શક્તિ નથી. આહાહા...! ચાર દ્રવ્યમાં છે નહિ, જીવ અન