________________
કળશ- ૨૧૫
૩૮૩
ચર્ચા થઈ ગઈ, બાપા! આ ચમાનું અસ્તિત્વ ભિન્ન છે અને જાણનારનું અસ્તિત્વ ભિન્ન છે. એ ચરમાથી જાણે છે એમ છે નહિ. ઈ તો જ્ઞાનના અસ્તિત્વથી જાણે છે. જીવા પ્રતાપ છે, હમણા ગુજરી ગયા. કરોડપતિ શ્વેતાંબર, એના ભત્રીજાએ દીક્ષા લીધી. લીમડી આવ્યા હતા. તમે હતા ત્યાં, નહિ? ચર્ચા કરવા આવ્યા હતા.
રામવિજયે’ ત્યાં જામનગર મોકલ્યા હતા, ઘણાને. આ લોકોની ભૂલ થાય છે. વ્રત ને તપ ને ભક્તિ ધર્મ નથી. તો મોટી ગલતી ઉભી થાય છે. ભઈ! માર્ગ તો આ છે, બાપુ કીધું. તમને ખોટું લાગતું હોય તો એમ માનો, બાકી વસ્તુ તો આ છે. બાકી આથી વિરુદ્ધ માને છે એ બધા જૂઠા છે. એટલે અમારે ચર્ચા કોની સાથે કરવી? આહાહા.!
અહીં તો ત્યાં લગી લઈ ગયા... આહાહા.. કે જે કાળે જે પ્રકારનો... એ તો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન આવ્યું છે ને? ઈ એનો અર્થ આ સ્પષ્ટ કરે છે. તે કાળે દયા, દાન, વ્રતાદિનો જે રાગ આવ્યો તેટલા પ્રકારનું, તે પ્રકારનું જ અહીંયાં જ્ઞાન પોતાના સ્વપપ્રકાશક સામર્થ્યને લઈને થાય છે, એ રાગ આવ્યો એને કારણે નહિ. એ કાળે આનો સ્વભાવ પર્યાયમાં સ્વપપ્રકાશક, આનું અને આનું બેયનું જેટલું સ્વરૂપ છે તેવું જાણવાનો પર્યાય પ્રગટ થાય છે. આહાહા...!
મુમુક્ષુ :- પર સંબંધીનું પોતાનું જ્ઞાન... ઉત્તર - પર સંબંધીનું કહેવું એ વ્યવહાર છે, એ પણ નહિ. એ પોતાનું છે. મુમુક્ષુ :- જ્ઞાનમાં વળી પરનો સંબંધ ક્યાં નાખવો?
ઉત્તર :- પણ કોણે કીધો સંબંધ પર છે તેટલા સંબંધનું સ્વરૂપ પોતામાં જાણપણાની શક્તિ છે તેથી પોતામાં જાણે છે. લોકાલોકને જાણે છે એ લોકાલોકને લઈને નહિ. આહાહા...! એ જ્ઞાનની પર્યાયનું એટલું સ્વપપ્રકાશક સામર્થ્ય છે, એ સ્વસ્વરૂપ જ છે. સ્પશેયનું એટલું સ્વરૂપ છે એનું. આહાહા.! સમજાણું? ઝીણું પડ્યું આજે બધું, એક કલાક. આ અધિકાર એવો છે, ગાથા એવી છે. આહાહા!
મુમુક્ષુ :- એવા શુદ્ધ સ્વરૂપનો ઉદય ત્રિકાળ છે?
ઉત્તર – સમય સમયનો પર્યાય એવડો છે. ત્રિકાળ તો ધ્રુવ છે, પણ અહીં પોતાની સ્વપર પર્યાય પ્રગટ થાય છે એટલું જેટલું સામે શેયનું પ્રમાણ છે તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પ્રગટ થાય છે, પૂરી પ્રગટ છે, અત્યારે એ પ્રશ્ન નથી. સમજાણું કાંઈ? આહાહા.... જે સમયમાં જે શેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપઐકાશકરૂપ સ્વથી પ્રકાશે છે. આવું છે. એક અક્ષર ફરે તો ફરી જાય એવું છે બધું આ તો. આહાહા...! આ વાત હતી જ નહિ એટલે લોકોને નવું લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢ્યો. નવો નથી, બાપુ! અનાદિનો તું છો જ. સ્વપપ્રકાશકનું સામર્થ્ય સ્વથી–પોતાથી પોતામાં અનાદિનું છે. આહાહા...! એ ચેતન ચેતન. ચેતન. ચેતન. એ