Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy Author(s): Yashovijay Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ પ્રકાશકીય વક્તવ્ય અમારા ટ્રસ્ટ તરફથી ખૂબ જ લોકપ્રિય નીવડેલ, પૂજ્યપાદ ગુરદેવ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની કલમથી આલેખાતું શ્રીદિવ્યદર્શન સામાજિક સૌપ્રથમ પ્રગટ થયું. ત્યારથી શાસ્ત્રાનુસારી લોકપ્રિય અને લોકભોગ્ય સાહિત્ય પ્રકાશિત કરવાનો અમૂલ્ય લાભ અમારા ટ્રસ્ટને મળતો જ આવ્યો છે. આજ સુધીમાં અતૈક લોકપ્રિય પુસ્તકોની હારમાળા અમે પ્રકાશિત કરી ચૂક્યા છીએ. આજે તે માળામાં એક મઘમઘતા પુષ્પનો સમાવેશ થવા જઈ રહ્યો છે. પૂજય પંન્યાસપ્રવર શ્રીયશોવિજયજી મહારાજના લોકપ્રિય બનેલા, ક્રોધ ઉપર વિજય મેળવવા માટેની પોલિસીના પ્રવચનો આજે ખૂબ જ સરસ રીતે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યા છે. આ પુસ્તક પ્રકાશિત કરતાં અમને અપૂર્વ આનંદ છે.. બસ, આવા લાભો અવિચ્છિન્ન મળ્યા રહે એ જ પ્રાર્થના. ચતુર્થ આવૃત્તિ વેળાએ... અત્યંત આનંદની વાત છે કે ખૂબ જ ટૂંકા સમયમાં આ ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરવા અમે મજબૂર થયા છીએ. આ આવૃત્તિનો સંપૂર્ણ લાભ ઉદારદિલ શ્રીમતી વસંતબેન વાડીલાલ વસા પરિવારે લઈને અભુત ચુતભક્તિ દાખવી છે.. ધન્યવાદ. અઢારે આલમની જનતાએ ઉમળકાભેર આ પુસ્તકને વધાવ્યું છે. તે સહુ વાચકવર્ગના અમે આભારી છીએ. આ જ પ્રતિભાવ કાયમી બની રહો.. એ જ. લિ. શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 434