________________
શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ એક
[૩] (૫) કોન્ફરન્સની મધ્યસ્થ ઓફિસમાં બધા પ્રકારનું કામ ત્વરિત, નિયમિત અને વ્યવસ્થિત થવું જોઈએ. તે માટે જરૂર પડે તો વધુ માણસે રાખવા અને યોગ્યતાના પ્રમાણમાં તે દરેકને યોગ્ય પગાર આપો.
(૬) કૉન્ફરન્સના બે મુખ્ય મંત્રીઓ ઉપરાંત દરેક મુખ્ય મુખ્ય અને મહત્ત્વના કાર્ય માટે અકેક મંત્રી નીમ. જે કામને જે સભ્ય નિષ્ણાત હોય તે કામ માટે તેને મંત્રી નીમ. જેઓ સ્વેચ્છાથી કામ કરવા કે સેવા આપવા તત્પર હોય તેવા ભાઈઓ જ મંત્રી બનવા જોઈએ. દરેક મંત્રી પોતાની પસંદગીના બીજા ત્રણથી ચાર ભાઈઓને સહકાર્યકર તરીકે લઈ શકે તેવી વેજના હોવી જોઈએ. આમ થાય તે જ કામ કરનારના જુથ ઊભા થશે અને એકદિલથી અને એકરાગથી કામ થશે. આ દરેક મંત્રી અને તેની કમિટીને શિરે કામની જવાબદારી રહેવી જોઈએ અને તે કામ કરવાની સત્તા પણ હેવી જોઈએ. તેઓ તરફથી જે કાંઈ યોજના, કાર્ય કે કાર્યવાહી રજૂ થાય તે બધું, ખાસ મહત્વનું કારણ ન હોય તો, મંજૂર રહેવું જોઈએ. અને મંજુર ન રહે તો તેઓએ રાજીનામું આપી જવાબદારી પાછી સોંપી દેવી જોઈએ.
(૭) મુખ્ય કાર્યવાહી સમિતિમાં મુખ્ય મંત્રીઓ, કોષાધ્યક્ષ અને પ્રમુખ તથા ઉપપ્રમુખ ઉપરાંત આ બધા કાર્ય મંત્રીઓને સમાવેશ થવો જોઈએ.
(૮) આ અને આવા બીજા કાર્યો પાર પાડવા માટે એ ખાસ જરૂરનું છે કે-કૅન્ફરન્સનું બંધારણ વિના વિલંબે નવું ઘડીને અમલમાં મૂકવું જોઈએ, તે સિવાય કાર્યની શક્યતા નથી.
શ્રાવક શ્રાવિકાના ઉત્કર્ષની એજના માટે સૌથી પ્રથમ એ નકકી થવું જોઈએ કે-(૧) ઉપર કહ્યું તેમ જેઓ કોન્ફરન્સના સભ્યો હશે તેઓને જ આ જનાનો લાભ મળી શકશે.
(૨) આંધળા, લાં, લંગડા, અપંગ કે અશક્ત, વૃદ્ધ માણસે સિવાય દરેક માણસ જે મહેનત, મજૂરી, કામ કે ઉદ્યોગ કરશે તેઓને જ આર્થિક મદદ મળશે. બીજાઓને મદદ કે ઉત્તેજનની તાત્કાલિક