________________
[ ૩૦ ]
અનુભવ-વાણી
વહેણુ વેળાસર પારખીએ, અર્થશાસ્ત્રનું જ્ઞાન તાજું કરીએ, સ્થિતિ અને સંજોગા ખ્યાલમાં લઈ એ, અને દરેક કાર્યાની અને સંસ્થાની ઉપચાગિતાના નિર્ણય કરીએ. નિષ્ક્રિય સંસ્થાએ બંધ કરીએ, વધુ પડતી સંસ્થાએ હોય તેનું વિલિનીકરણ કરી દરેક ગામમાં એક જ મજબૂત મધ્યસ્થ સંધ સંસ્થા બનાવીએ, વેડફાઈ જતી શક્તિનો સંચય કરી તેના ઉપયાગ ધમ અને સમાજની ઉન્નતિમાં કરીએ. આ જવાબદારી ગુરુમહારાજો અને નાયકાને શિરે રહે છે.
*
( ૭ )
ગચ્છભેદ અને સત્રભેદ દૂર થઇ શકે ?
ન ધર્મને સાચી રીતે સમજનારાએ સાચુ' જ કહે છે અને સાચી રીતે જ માને છે કે જૈનધમ એ ખરેખર સાગર સમાન અગાધ, અપૂર્વ અને અપાર છે. જૈન ધર્મગ્રંથામાં જ્ઞાન પણ એટલુ વિશાળ અને ઊંડું ભરેલું છે કે સામાન્ય માણસ જીવનના અંતપર્યંત તેનો અભ્યાસ કરે તે પણ તેના પાર પામી શકાતા નથી.
આવા વિશાળ ધમ અને આવા વિશાળ અને અખૂટ જ્ઞાનભંડાર જેની પાસે હાય તેવા જૈનોમાં ધર્મની ભાવના અને ધર્મનું જ્ઞાન કેટલું વિશાળ હાવું જોઈએ ! વીરના પુત્રા વીરના જેવા ન હેાવા જોઇએ?
સાગરનું પ્રાણી સાગર પ્રદેશમાં સમાય, પણ તેને ગાગરમાં ભરવુ હાય તા તે ગાગર પણ એવી અલૌકિક હોવી જોઇએ કે જેમ જેમ તેને ભરવામાં આવે તેમ તેમ તે વિશાળ થતી જાય. વૃત્તિ અને ભાવનામાં પણ એવી અલૌકિકતા છે કે તેને ગમે તેટલા પ્રમાણમાં ખીલવી શકાય છે.