Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 269
________________ [૨૩] અનુભવ-વાણું એ તે મજબૂત ઉભે કર્યો છે કે પરિણામે આખરી વિજય તેમને છે. જેઓ તેમને સાથ લેશે અને સહકાર મેળવશે અથવા તેઓની સાથે ભળી જશે કે મળી જશે તેઓ જ સત્તાનું સ્થાન સાચવી શકશે. આજને વર્ગવિગ્રહ શેઠ-નેકરને, માલેક-મજુરને, શ્રીમંત–ગરીબને. સુખી-દુ:ખીને કે દુકાનદાર-ઘરાકને એવું ઉગ્ર સ્વરૂપ પકડશે કે તેમાં શ્રી કે સત્તાની સ્થિરતા કે સલામતીને સ્થાન રહેવું મુશ્કેલ છે. સ્વાધીનતાને સાચો અર્થ એ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાની ઈચ્છાનુસાર પિતાના હિત માટે, બીજાના હકક કે હિતને નુકશાન પહોંચાડ્યા સિવાય, કામ કરવાને, વિચાર કરવાને, બેલવાને અને જીવવાને માટે સ્વતંત્ર હોય. પટને ખાતર, પોતાના અંગત હિતને ખાતર કે પિતાની સલામતી ખાતર બીજાઓનું કામ કરવું પડે એ પરાધીનતા નથી. વ્યવસાય તો દરેકે કરવો જ જોઈએ. પરંતુ જ્યારે બીજાઓની ખુશામત કરવી પડે, બીજાઓના ઓશિયાળા રહેવું પડે, ગજા ઉપરાંત કામ કરવું પડે અથવા બીજાઓની આજ્ઞાથી ખોટાં કામ કરવાની ફરજ પડે એ સ્થિતિ બહુ જ દુઃખમય થઈ પડે છે. ખરી રીતે તે માણસજાત માટે આ કપરી કસોટી છે. જેઓને સ્વમાન હોય છે, સિદ્ધાંત હોય છે અને આત્મવિશ્વાસ હોય છે તેઓ બીજાઓના અગ્ય ફરમાનને કદિ આધીન થતા નથી. મુશ્કેલી આવે તે સુખપૂર્વક તેઓ સહન કરી લે છે; પરંતુ બીજાઓના અપમાનજનક અયોગ્ય ફરમાનને કદિ આધીન થતા નથી. આ જ સાચી સ્વાધીનતા છે. આ પ્રકારની શક્તિ દરેક જણ કેળવી શકે છે અને કેળવવી જોઈએ. આનું નામ જ ચારિત્રનું ઘડતર છે. ગરીબ કે શ્રીમંત સૌ કોઈ આ પ્રકારની સ્વતંત્રતા ભેગવી શકે છે. તેને માટે મક્કમતા અને આત્મવિશ્વાસ કેળવવા જોઈએ. જ્યાં આ પ્રકારની સ્વાધીનતા હોય ત્યાં બળ, શક્તિ, તેજ, પ્રભાવ અને સત્ય હોય છે. બીજાઓ છેવટે તેને આધીન થાય છે; તેના પ્રત્યે માનદષ્ટિથી જુએ છે અને તેની પડખે કાયમ ઉભા રહે છે.

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282