Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 280
________________ સ'સારલીલા અને મુક્તિ [ ૨૪૭ ] મુસાફરીથી કંટાળી ગયેલા કે મુસાફરીને ધિક્કારનારા કાં તેા જ્ઞાની, ત્યાગી, વૈરાગી કે સંન્યાસી સંતપુરૂષા હોય છે અથવા રોગી, દુ:ખી કે નિરાશ થયેલા લોકેા હોય છે. જ્ઞાનીના સંસારને કંટાળેા સમજપૂર્વકના હાય છે. જ્ઞાની સંસાર અને સ ંસારના પરિભ્રમણને ઇચ્છતા નથી કેમકે સ ંસારમાં સાચું સુખ તેને કાંય પણ દેખાતું નથી. માટે તે સંસારના બંધનમાંથી મુક્તિ ઇચ્છે છે, અને મુક્તિ મેળવવા માટે અહેારાત્રિ પ્રયત્ન કરે છે. અને એમ પ્રયત્ન કરતાં કરતાં એકાદ જીવનમાં મુક્તિ પ્રાપ્ત અવશ્ય કરશે જ. પરંતુ તેને કેટલા સમય લાગશે તે ચોક્કસ કહી શકાય નહિ. સમયનો આધાર તેની પેાતાની મનની શુદ્ધ ભાવના અને તમન્ના ઉપર, તેના પુરૂષા ઉપર અને સંજોગોની અનુકૂળતા ઉપર છે. રાગી, દુ:ખી કે નિરાશ થયેલ લેાકેા સંસારથી કંટાળી તે। જાય છે પરંતુ તે સ ંસારથી મુક્ત થવા નથી ઇચ્છતા પણ માત્ર રોગ, દુ:ખ, નિરાશા કે ત્રાસથી જ મુક્ત થવા ઇચ્છે છે. તેએાને સંસાર અને સંસારી જીવન તે ગમે છે; માત્ર દુ:ખ જ છૂટવા માટે તે મથામણુ બહુ કરે છે તેનુ જ્ઞાન કે સમજ તેએને હાતી નથી. તે જીવાને અને સ ંજોગોને પોતાના દુ:ખના કારણરૂપ માને છે એટલે તે બધાને તે ધિક્કારે છે, તે ઉપર ક્રોધ અને ઇર્ષ્યા કરે છે, તેએનુ બુરૂ ચિંતવે છે અને તક મળે તે તેએાને નારા કરવા પણ તત્પર થઈ જાય છે. આ રીતે તે બીજાનું અહિત કરે છે, વેરઝેરની વૃદ્ધિ કરે છે અને પરિણામે બીજાને દુ:ખી કરે છે અને પેાતે પણ દુઃખી થાય છે. પાપકર્મો અને તેનાં પરિણામોની પરપરા આ રીતે તેએ પેાતે પેાતાને માટે સરજે છે અને કાયમ દુ:ખ ભાગવે છે. સંસારથી કંટાળેલા અને ત્રાસી ગયેલા કાઈ કાઈ આત્મહત્યા પણ કરે છે. તેએ એમ સમજે છે કે આપધાત કર્યો એટલે દુઃખમાંથી છૂટ્યા, તે બિચારાને ખબર નથી કે આજના દુઃખમાંથી છૂછ્યા ગમતુ પર ંતુ નથી. તે દુ:ખમાંથી તેમાંથી કેમ છૂટવું તે દુનિયાને, દુનિયાના

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282