________________
[૧૪]
અનુભવ-વાણી
તેઓના કુટુંબમાં કોઈને કંઈક માંદગી આવી તો તાબડતોબ દેડધામ કરી મુકે છે. આ રીતે પૈસા વેડફાય તેમાં ક્ષોભ નથી થતો પણ કોઈ સારા કામ માટે જે પૈસાની માગણી કરવામાં આવશે તે મન તુર્તજ સંકેચાશે અને તેઓ અનેક દલીલ કરશે.
૨ કેટલાક પ્રસંગોમાં એવું પણ બને છે કે જે દર્દમાં કે અકસ્માતમાં ખાસ ડૉકટર કે નિષ્ણાતને બતાવવાની અને તેની સારવાર લેવાની જરૂર હોય ત્યાં તેઓને એમ કરવાની સલાહ આપવામાં આવે કે આગ્રહપૂર્વક દબાણ કરવામાં આવે તે પણ તે ઉપર લક્ષ નથી આપવામાં આવતું. આને લઇને પરિણામ એ આવે છે કે ઘણા દાખલાઓમાં દદી સાજો થઈને બચી શકે તેવી શક્યતા હોય છતાં તેઓ મૃત્યુ પામે છે અથવા બહુ પીડા ભોગવીને હેરાન થાય છે.
કરાંઓની રમતગમતની હરિફાઈ હતી. તેમાં ૧૬ વર્ષની છોકરીના જમણા હાથનું હાડકું પડી જવાથી બે જગ્યાએથી ભાંગી ગયું. રવિવાર હોવાથી ડેકટર ન મળી શક્યા. હાડવૈદે હાડકું બેસાડીને પાટો બાંધે. પરંતુ ભવિષ્યમાં કશી ખોડખાંપણ ન રહી જાય તે માટે તેને ફેટે લઈ હાડકાને બરાબર બેસાડી પ્લાસ્ટર કરીને પાટો બંધાવવાની ડૉકટરે સલાહ આપી. પરંતુ તેના વડિલેને હાડવૈદ્ય ઉપર ડોકટર કરતાં વધુ શ્રદ્ધા હતી અને હાડવૈદે કહ્યું કે હાડકા બબર જોડાઈ જશે માટે વાંધા જેવું નથી, એટલે તે વાત સહેલાઈથી તેઓને ગળે ઉતરી ગઈ પરંતુ એક સ્નેહી ડૉકટરે કહ્યું કે હાડવે ભલે કામ ચલાઉ ઉપચાર બરાબર કર્યા હોય છતાં ભવિષ્યમાં કોઈ જાતની છેડખામી રહી ન જાય તે માટે હાડકાના નિષ્ણાત અનુભવી ડોકટરને બતાવી, તે ભાગનો ફેટે લઈ તે પછી પ્લાસ્ટર મરાવી લેવાની ખાસ જરૂર છે, એક તો છેકરીની જાત. વળી તે ડોકટરનું ભણવા માંગે છે. બીજુ પૈસા ખર્ચી શકવાની સ્થિતિ છે. માટે કોઈપણ જાતની શંકા રહે તેવું જોખમ શા માટે ખેડવું ? ડૉકટરે હાડકાનું કામ જાણતા નથી એવી લોકમાન્યતા