________________
શ્રમ અને પરિશ્રમ
[ ૨૩૧ ]
થઈ, લેણું ખાટું થયુ. જમીન જાગીર ઉપર લેણાની જપ્તી લાવી ન શકાય. ખેડુતાને ઋણરાહત ધારાનું રક્ષણ મળ્યું. જાતખેડ ન કરે તેા વેપારીઓની જમીન ખેડનારને રહે. ખેડુતાને રાહત આપવ', મદદ કરવા અને ધીરાણ કરવા માટે સરકારે બધી સગવડ કરી આપી. એટલે ખેડુતાને વેપારીની ગરજ ન રહી. વેપારીની સલામતી પણુ ન રહી. આખા ગામમાં વાણીયાના ધર એ પાંચ કે જીજ હોય. સૌ કાઈ તેને દુશ્મન દેખે. આવી સ્થિતિમાં વાણિયા ગામડામાં વધુ વખત રહીને કરે પણ શું ? ઘરબાર હોય કે કાઇનું લેણું વસુલ આવે તેમ હાય તેા વળી તે આશાએ ગામડામાં પડયો રહે અથવા દીકરા દેશાવરથી ઘરખર્ચ મેકલતા હાય તા વળી ઘરડા માબાપ ગામડામાં ઘર આંગણે પડયા રહ્યા હોય. એટલે ગામડામાં તેા વાણીયા માટેનુ ગુજરાનનું કે સલામતીનુ સ્થાન આજે રહ્યું નથી. વખત જતાં એમ પણ અને કે ગામડામાં કાઈ વાણિયાની વસ્તી પણ નહી હોય. સમયના વ્હેણુ આ પ્રકારના જોવામાં આવે છે. જે વાણીયાનુ કુટુંબ શેટાઈ કે શાહુકારીનુ ઘમંડ કાઢી નાંખીને ગામના લેાકાની જેમ સ્ત્રી પુરૂષા સૌ મહેનત મજુરી કરી શ્રમજીવી બનવા તૈયાર હશે તે જ હવે ગામડામાં રહી શકશે અને આજિવિકા કમાઈ શકશે. અથવા સરકારી કાઈ ખાતામાં નાકરી કરવા તત્પર થશે તે વળી ગામડામાં સરકારી તાકરી તેને મળી રહેશે. આજે સરકારી ખાતામાં પગારે પણ સારા મળે છે, પરંતુ વાણિયાએ સરકારી તેકરીમાં રહેવા ખુશી હાતા નથી. આજે અન્ય સૌ કામે સરકારી ખાતામાં સારા પગ રે ગામડાએમાં કામ કરે છે અને બહુ સુખપૂર્વક જીવન ગુજારે છે.
*
ગામડા છેડીને વિષ્ણુકા ભલે શહેરમાં આવે; અને સરકારી નેાકરીને બદલે વેપારીઓમાં નોકરી કરે કે સ્વતંત્ર કામધંધા કે વેપાર કરે. પરંતુ એક મજુર રાજના રૂા. અઢી કે ત્રણ, કારીગર રૂા. પાંચ કે છ, સ્ત્રીમજુર રૂા. દોઢથી એ, કે એક દાયણુ રૂ. ત્રણથી ચાર, કે એક નર્સો રૂા. પાંચથી દસ જો કમાઈ શકતા હોય તેા એક વિક