________________
મહત્વને બોધપાઠ
મળવાથી આનંદ થશે, લખનારના મનને ઉલ્લાસ હોય અને જેટલા વધુને કંકોત્રી જશે તેટલી વધુ રકમ ચાંદલાની આવશે; આવા અનેક હેતુઓ કંકોત્રી વધુ સંખ્યામાં લખવામાં સમાયેલ હોય છે. આ નિમિત્તે છાપખાના અને ટપાલખાતું બંને રળે છે, કંકોત્રીમાં કળા, આકર્ષણ, છપાઈ માપ અને ચિત્રકળા એટલે બધો ભાગ ભજવે છે કે એક કંકોત્રીની કિંમત આજકાલ ચાર આનાથી બે રૂપીઆ સુધીની થાય છે અને સેંકડો અને હજારોની સંખ્યામાં લખવામાં આવે છે. કંકોત્રીની સંખ્યા જેમ વધુ તેમ લખનારની ગૃહસ્થાઈ મોટાઈ, ગર્વ અને ગણતરી ગણાય છે. મુંબઈ જેવામાં તે એક જ લગ્ન માટે અનેક જુદી જુદી જાતની કંકોત્રીઓ લખાય છે, જ્ઞાતિજને માટે જુદી, ધંધાદારી વર્ગ માટે જુદી, ફિસે, બેંક અને અમલદારે કે પ્રતિષ્ઠિત ગૃહસ્થો માટે જુદી, વરના અંગત મિત્રો કે કન્યાની સખીમિત્રો માટે જુદી, સાંજના ગીત ગાવા માટેના આમંત્રણ કાર્ડ જુદા, વળી જે પાર્ટી કે ગાર્ડન પાટી જુદી રાખી હોય તો તે માટેના જુદા આમંત્રણ નીકળે છે. જેમ હોંશ વધુ તેમ વધુ પ્રકારની આમંત્રણ પત્રિકા મોકલાય છે,
જેટલાઓને પત્રિકા મોકલવાની હોય તેમાંના ઘણાઓના પૂરા નામ કે સરનામા પણ ઘણી વખત જાણમાં નથી હોતા, અટક જાણતા હોય તે પિતાનું નામ ન જાણતા હોય અને તે બધાની ખબર હોય તે તેના રહેઠાણની ખબર ન હોય, એટલે જેમ વિશાળતા કે વિસ્તાર વિશેષ તેમ અજ્ઞાનતા કે અવ્યવસ્થા વધુ જોવામાં આવે છે. છેવટે પૂછપરછ કરી કે પત્તે મેળવી બધી કંકોત્રીઓ પ્રભુના ભરેસે ટપાલની પેટીમાં નાખવામાં આવે છે, પ્રથમ સ્નેહસંબંધી મારફત હાથે હાથ કંકોત્રી પહોંચાડવાને અને આગ્રહપૂર્વક આમંત્રણ આપવા જવાને રિવાજ હતું, પરંતુ આજે સાચા દિલથી કામ કરવાની વૃત્તિ કેની રહી નથી, એટલે સ્નેહ અને સહકારનું સ્થાન ભાડુતી કામગીરીએ લીધું છે, એટલે લગ્નના સૌથી પહેલાં શ્રી ગણેશ કંકોત્રીથી