Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 275
________________ [ ૨૪૨ ] અનુભવ-વાણી સમજી અને આવડતવાળા પાતે છે એવું અભિમાન રાખતા હોય છે. અભિમાન ન જ કરવું તેવી શાસ્ત્ર-આજ્ઞા છે. અભિમાની માણસાની જગતમાં નિંદા અને હાંસી થાય છે. સરળતા, નમ્રતા અને લધુતા વડે જ પ્રભુતા પમાય છે. સમાજમાં આટલી સમજ આવે તે તે સમાજ જરૂર સુખી થાય અને બીજને પ્રેરણારૂપ બને. સૌને ઉત્કર્ષ સદ્ગુણાની વૃદ્ધિથી સધાય છે. (૧૪) મન, વચન અને કાયાની શુદ્ધિ સમાં વને રાજા કહ્યો છે, મન મંત્રી છે, વચન રાજસત્તા છે, અને કાયા રાજ્યની હકુમત છે. શા જીવ પોતે સીધી રીતે કશું કરતા નથી. મનની મારફત બધુ કામ થાય છે. વચન અને કાયા પણ મનના હુકમ પ્રમાણે વર્તે છે. રાજ્ય રાજાનુ` કહેવાય, પણ અધિકાર મન( મંત્રી )ના ચાલે. સારૂ થાય તે રાજાને યશ મળે અને ખરાબ થાય તા . અપકીર્તિ રાજાની થાય એ રીતે પુણ્ય–પાપના ભાક્તા વ પાતે અને છે. વાણી મનને આધીન વર્તે છે. જીવના બધા હુકમા વાણીએ માનવા પડે છે. પણ પ્રધાનની મારફત જ રાજા હુકમ કરે છે. પ્રધાનની ચ્છા પ્રમાણે રાજ્ય કારાબાર ચાલે છે. મનની ઇચ્છા ન હેાય તે વચન કશુ કરી શકતું નથી. કાયા પણ મનની ઇચ્છાને આધીન છે. જેના મત્રી સારા તેની રાજસત્તા અને વહિવટ સારા. જેને મંત્રી દુષ્ટ તેની પ્રજા પણ દુઃખી અને તેને કારભાર ત્રાસરૂપ. માટે જ મંત્રી એવા હોવા જોઇએ કે જે રાજાને વફાદાર હાય, જે રાજાની પુણ્યકીર્તિ વધારે, તેને પાપમાંથી પાછો વાળે અને પ્રજાનું હિત ધ્યાનમાં રાખી પ્રજાને સન્માર્ગે ઘેરે. વળી મંત્રી બુદ્ધિશાળી, કાળજ્વાળા, વિવેકી,

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282