________________
[૨૦]
અનુભવ-વાણું (આળસ) કરે તે સુખ મેળવી શકતા નથી કે આગળ વધી શકતો નથી કે સ્થિર પણ રહી શકતો નથી; પણ ધીમે ધીમે નીચે ને નીચે ઉતરતો જાય છે. સ્વર્ગ કે મેક્ષનો માર્ગ ઊંચે ચઢવાને છે, નઈ કે દુઃખને માર્ગ નીચે ખાડામાં પડવાને છે. બીજી રીતે પુણ્ય એટલે સુખ અને શાંતિ; પાપ એટલે દુ:ખ અને પીડા. તમે પોતે સુખી છે કે દુઃખી તેને નિર્ણય તમે પોતે કરી શકશો. સુખી થવું કે દુ:ખી થવું તે દરેકના હાથની અને ઈચ્છાની વાત છે. બહારના કે બીજા કઈ પણ આપણને સુખી કે દુઃખી કરી શકતા નથી. બીજાઓ તે માત્ર નિમિત્તરૂપ છે. છતાં આપણે આપણુ દુઃખના બહારના નિમિત્તરૂ૫ બીજા માણસને દેષ આપી તેના ઉપર રેપ ઠલવીએ છીએ તે કેવી વિચિત્રતા, ઘોર અજ્ઞાનતા અને નર્યું ગાંડપણ છે!
ક્રોધ થવાનું કારણ શું? ક્રોધનું પરિણામ શું ? ક્રોધ ન થાય તે માટેના ઉપાય શું ? અને ક્રોધનું સ્વરૂપ શું ? આટલા પ્રશ્નો વિચારવા જોઈએ.
, આપણા જીવનમાં ક્રોધ થવાના સામાન્ય કારણે નીચે મુજબના હોય છે. આપણી ઇચ્છા પ્રમાણે કાર્ય ન બને કે કાર્યનું પરિણામ ન આવે. ૨. બીજાઓ અને કુટુંબના માણસો, નોકર ચાકરે કે આશ્રિત આપણા કહ્યા મુજબ કે આપણી ઈચ્છા પ્રમાણે ન વરતે. ૩. આપણું કેઈ અપમાન કરે, આપણને કેાઈ ઠપકે આપે, કડવું વેણ કહે કે આપણને જોઈતી વસ્તુ ન આપે. ૪. આપણા શરીરને ઈજા પહોંચાડે, આપણને ધનનું નુકશાન કરે કે આપણું ખરાબ બેલે. ૫. આપણી પિતાની ચીજવસ્તુઓ કઈ લઈ લે, તેની ચોરી કરે કે તેને તેડી કેડી નાખે. ૬. આપણું કામમાં, ઉંઘમાં કે આરામમાં ખલેલ કરે. ૭. ઘરમાંની કોઈ વસ્તુ જોઈએ ત્યારે ન જડે. ૮. ઘરમાં કે પાડોશમાં બાળકે રેક્કળ કે બૂમરાણ કરે. ૯. કોઈની સાથે કાંઈ તકરાર કે બેલાચાલી થાય. ૧૦. જેની રાહ જોતા હોઈએ તે સમયસર ન આવે અથવા આપણને રાહ જોવડાવે. ૧૧. ભૂખ લાગી હોય અને ભોજન