Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 262
________________ શ્રમ અને પરિશ્રમ [ ૯] રહ્યો આ રીતે જુદા જુદા જુથ નિર્માણ થયા અને તેમાંથી જ્ઞાતિઓ, ઉપજ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ સરજાણી. આ રીતે સમૂહોનું વિભાજન થતું થતું એટલી હદે પહોંચ્યું છે કે આજે ભારતમાં સેંકડો અને હજારોની સંખ્યામાં જાતિ, જ્ઞાતિ, કોમ, ઘેળ કે પેટાજ્ઞાતિઓ જોવામાં આવે છે. મૂળભૂત માનવજાત કે ભારતવાસી તરીકેની એકત્વની ભાવના તદ્દન ભુંસાઈ ગઈ છે અને પ્રાદેશિક કે નાના સમુહની સંકુચિત ભાવનાને આપણે ખૂબ પોલી રહ્યા છીએ. અત્યારની અસહાય, નિરાધાર અને દુઃખી સ્થિતિનું મૂળ કારણ આપણું સંકુચિત ભાવના અને અજ્ઞાનતા છે. વસ્તુઓનું ઉત્પન્ન કરવું અને તેને વિનિમય કરવો એ વૈશ્યનું મુખ્ય કર્તવ્ય હતું. ખેડૂત, કારીગર, વ્યાપારી એ બધા વચ્ચે ગણાય છે. ધર્મશાસ્ત્રોનું પઠન-પાઠન, લેખન, ઉપદેશ, ધાર્મિક ક્રિયાઓ અને વ્યવહારના જન્મ, જીવન, લગ્ન, મરણ અને બીજા અનેક પ્રસંગે વિધિ-વિધાન કે અનુષ્ઠાન કરવા એ કર્તવ્ય બ્રાહ્મણોનું હતું. જુથનું રક્ષણ અને તેની સંભાળ દેખરેખ અને વ્યવસ્થાની જવાબદારી ક્ષત્રી એના શિરે હતી. અને સેવા, સુશ્રુષા, સાફસુફી, સાદાઈ અને સ્વચ્છતાનું , કાર્ય શુદ્રોનું ગણતું. સમય જતાં જગતને અનેક દિશામાં વિકાસ થતો ગયે. અનેક અવનવી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો વધતા ગયા અને પરિણામે સમાજરચનામાં પણ અનેક પદ્ધતિઓ દાખલ થઈ. આ બધે કાળને પ્રભાવ છે. ગતિ, પ્રગતિ, વિકાસ એ જ જીવન છે. વણિક કમ વ્યાપારી કોમ છે. વાણિજ્ય અને વસ્તુવિનિમય એ પ્રકારના હતા કે સૌને જે કાંઈ જોઈએ તે બધું વેપારી પાસેથી જ મળી શકે. સૌના જીવનવ્યવહારને આધાર અને તેનું કેન્દ્ર વેપારી હતો. આથી વેપારી ધનવાન હતા, બુદ્ધિમાન હતા, દાનવીર હતો, બુદ્ધિશાળી હતો અને ધર્મની ભાવના અને શ્રદ્ધાવાળો હતો. ખરી રીતે સૌને જીવનદાતા વેપારી ગણાતો. બધા વર્ષો અને જાતિઓમાં વિશ્વનું મધ્યસ્થ, વિશિષ્ટ અને મુખ્ય સ્થાન હતું. ભુતકાળના ઈતિહાસમાં

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282