Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 278
________________ આત્મનવૃતિ * [ ૨૪૫ ] પરિશ્રમવાળું જીવન એ માનવી ધર્મને એક મહત્ત્વનો ભાગ છે. જીવન બધી બાજુએથી પવિત્ર પ્રમાણિક અને ધર્મ બનાવીને પછી તે દ્વારા જનસેવા કરતાં રહેવું જોઈએ. આપણું જીવન આપણું એકલાનું નથી; તે બધા માટે છે. એવી નિજ જ્યારે હૃદયમાં દઢ થઈ જાય ત્યારે માનવતા આપણામાં દઢ થઈ છે એમ સમજવું. શ્રદ્ધા એટલે ઈષ્ટસિદ્ધિ પર્યત ટકી રહેનારી દઢ અને પ્રબળ ભાવના. શ્રદ્ધામાંથી સમર્પણવૃત્તિ નિર્માણ કરવી જોઈએ અને સમર્પણ વૃત્તિમાંથી ભક્તિને ઉદ્દભવ થવો જોઈએ. નિષ્ઠા એને કહેવાય કે જે શ્રદ્ધા ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ચલિત ન થાય તે પ્રકારની શ્રદ્ધા. ભાવની તૃપ્તિમાં માનવતાને વિકાસ છે, માટે ભાવો સદા શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો. આપણુ હિતાહિતને આધાર કેવળ વસ્તુ પર નથી હોતો, પણ તે વાપરવામાં બતાવાતા વિવેક અથવા તે અજ્ઞાન પર હોય છે. દુઃખના સમયે નિર્ભય, નિશ્ચિત અને અનુદિગ્ન તથા સુખના સમયમાં જાગૃત અને સંયમશીલ રહેવા માટે ચિત્તની પવિત્ર અને સ્થિર અવસ્થા હોવી જોઈએ.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282