Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 260
________________ જીવન શુદ્ધિ [ ૨૨૭ ] ત્યાં ધર્મના ભાસ દેખાય. આજે સ્વચ્છતાને પવિત્રતા માનવાની, સભ્યતાને સંસ્કાર ગણવાની અને શણગાર અને વ્યવસ્થાને શિાચાર માનવાની અજ્ઞાનતા આપણે સૌ દાખવી રહ્યા છીએ. બાહ્ય જગતમાં રચ્યાપચ્યા રહીએ છીએ; પણ અંતરમાં વિરાટ અને દિવ્ય જગત છે તે આપણે તદ્દન ભૂલી ગયા છીએ. આ છે આજની આપણી પામર દશા ! માનવ તરીકે જન્મીને દાનવ વતાને ફેંકી દીધી છે: એટલા નીચા ઊંચે હોય છે. ત્યાં ચઢવા માટે ( દૈત્ય ) બન્યા છીએ અને માનઆપણે ઉતરી ગયા છીએ. દેવલાક માનવતાને સવન કરવી પડશે અને ખૂબ પરિશ્રમ અને સતત્ પ્રયત્ન કરવા પડશે. બહુ એછા માણસો જ ઊંચે ચઢવાના પુરૂષાર્થ કરે છે. મોટા સમુદાય તે ચાર અને ડાકૂએની પલ્લીમાં રહેવાનુ અને કુકર્મો કરવાનું કાર્ય કરી રહ્યા છે. આ છે આજે આપણી દશા ! ધર્મશાસ્ત્રો રાગ અને દ્વેષ આછે કરવાનું કહે છે; જ્યારે આપણે રાગદ્વેષમાં વધુ પાવરધા બની રહ્યા છીએ. ક્રોધ અને શાકને નાશનુ કારણ ગણવામાં આવે છે; જ્યારે આપણે ક્રોધ અને શાકના રાજના પૂજારી બન્યા છીએ. અભિમાન અધઃપતન કરનારૂં છે; ત્યારે અભિમાનને આપણે જ્વનના દરેક કાર્યમાં સાથી બનાવ્યું છે. કપટને પાપ ગણ્યું છે; જ્યારે આપણા બધા વ્યવહાર કપટથી ચલાવીએ છીએ. લાભને બધા પાપનું મૂળ માન્યું છે; જ્યારે આપણને લેાભ એ પ્રાણથી અધિક પ્યારા છે. ધન્ય છે આપણા જ્ઞાનને ! આપણી સમજને ! આપણી વૃત્તિને ! અને આપણા મહામૂલા માનવ જન્મને ! આજના આપણા જીવનની પરિણતિ ( પરિણામ ) શું? આને, હે માનવ ! તેં એકાંતમાં બેસી કોા વિચાર કર્યાં છે? જો તને બુદ્ધિ હાય, સાચી સમજ હોય, ભવિષ્યની સ્થિતિના ખ્યાલ હોય, તેા તને સત્વર સમજાશે કે તારામાં મુદ્ધિ નથી, સાચી સમજ નથી અને

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282