Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 246
________________ જીવનમાં સુખી કેમ થવુ’? * [ ૨૧૩ ] ક્રોધ, કપટ, વેર કે ઈર્ષ્યા કરીને ઉદ્યમ કરીએ તેા તે ઉદ્યમનું પરિણામ દુ:ખમાં જ આવે છે. આવા અનિષ્ટ સાધનેાથી કે ખુરી વૃત્તિઓથી ધન, સંપત્તિ કે સુખ મળે તે તે ટકતાં પણ નથી અને આપણને તેનાથી શાંતિ કે આનંદ મળતા પણ નથી. આ રીતે વર્તમાન જીવનનુ સુખ આપણને મળતુ નથી અને ભવિષ્યના સુખતી ખાત્રી પણ નથી. આજીવિકાની પ્રાપ્તિ, રહેવાનું ઘર, બાળકાની કેળવણી, સમાજમાં પ્રતિષ્ઠા, પુત્રપુત્રીઓના વ્યવહાર જોડવાની અનુકૂળતા, નાગરિક જીવનના જરૂરી સુખસગવડના સાધના-આટલુ જેને પેાતાની યાગ્યતા મુજબ મળી રહેતુ હાય અને તેમાં જે સતેષ માની જીવન જીવતા હોય તે સુખી ગણાય. પરંતુ તે પાતે તેટલાથી સ ંતાપ ન માને અને વધુની ઇચ્છા રાખે તે તેણે પ્રસન્નતાથી સત્ય માર્ગ પ્રયત્ન કરવા જોઇએ. પરંતુ કુડકપટ, અન્યાય, વિશ્વાસઘાત કે અનીતિને જો તે આશ્રય લે તે તેમાં તેને સફળતા મળશે નહિ. કદાચ સફળતા મળે તેા તેની સપત્તિ અન્ય લોકો કે તેના દુશ્મનો ટકવા દેશે નિહ. જેટલા દુશ્મના વધે તેટલા ભય વધુ. અને ભયજનક સ્થિતિમાં સુખ હાતું નથી. આ ચિંતા તે ચાલુ વનની થઈ. પણ આને અંગે જે જે પાપાચરણા કર્યા કે દુષ્ટૠત્તિઓ સેવી તેનાથી આત્મા કલુષિત થયા અને તેનું પરિણામ ભવિષ્યમાં વ્યાજ સાથે ભાગવ્યા વિના છુટકેા નથી. સાચેા ધર્મ બહારની કરણી કે આચરણેામાં નથી; પણ મનની પવિત્રતામાં, મુદ્ધિની નળતામાં અને અંતઃકરણની શુદ્ધિમાં છે. સાચું જ્ઞાન, ભાષામાં, શબ્દોના અર્થ સમજવામાં, ખેલવામાં, વિચારવામાં કે વસ્તુનું સ્વરૂપ જાણવામાં નથી; પણ સારાસારની વિવેકદૃષ્ટિથી સત્ય શું છે તે યથાર્થ રીતે સમજી, તે મુજબ આચરણ કરવામાં છે. આટલુ જો આપણે સમજતા થઇએ, તે પ્રમાણે જીવન જીવવાની ટેવ પાડીએ, જ્ઞાની પુરુષોના સત્સંગ અને સદુપદેશથી આપણું જીવન સુધારતા જઇએ અને મન, વાણી અને વનની પવિત્રતા જાળવવા પ્રતિક્ષણે જાગૃત રહીએ તેા જીવનના ઘણા ઉત્પાત

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282