________________
[ ૧૭૬ ]
અનુભવ-વાણી
પ્રભુના રાગી બની શકે છે અને પ્રભુના રાગી એ જ સાચા યાગી છે. જગતના રાગી પ્રભુના રાગી બની શકતા નથી. પ્રભુના રાગી બનવા માટે જગતના વિરાગી બનવુ જોઇએ. ભાગી અને ચેાગી એ પરસ્પર વિરાધી વ્યક્તિઓ છે. શરીરમાં અનેક કાશ રહેલા છે. તે બધા બંધનરૂપ છે, માટે જ તે બધા વ્યાધિરૂપ છે. જેમ બધકાશમાંથી છૂટીએ તે જ વ્યાધિમુક્ત થઈ શકીએ; તેમ જીવનના બંધમાંથી છૂટીએ તા જ મુક્તિના સ્થાને જઈ શકીએ.
પ્રિય વાચકગણુ ! તારી બુદ્ધિ પ્રમાણે આ કાયડે સમજવા કાશીષ કરજે. તેમાંથી કાંઈ તારા માટે હિતકર હોય તેા ગ્રહણ કરીને તેને અમલ કરજે. અનુભવ કરીશ તેા જ તેનું રહસ્ય તને સમજાશે અને ત્યાર પછી જ તારા જીવનપથ ઉજ્વળ બનશે. તારી નિર્મૂળતાને કારણે તું તારી ગુલામીના બંધનમાંથી છૂટી ન શકે તેા તે માટે બીજા ઉપર દોષ ઢોળતા નહિ. કવાદી અને પ્રારબ્ધવાદીનું જીવન સદા નિરાશામય હોય છે. જે પુરુષાવાદમાં માનનારા હાય છે તે પરાક્રમી, ધીર, વીર, ગંભીર, નિડર અને પરિણામે સત્ત્વશીલ અને છે અને જીવનસંગ્રામમાં વિજેતાની કીર્તિ મેળવે છે. દુઃખ અને મુશ્કેલીએના, ગરીબાઇ અને વિપત્તિઓના, આધિ અને વ્યાધિના શાક અને વિષાદના રુદન કરીને નિરાશ થવાનુ છેોડી દે. સત્વર ઉ, હિમત હાથમાં લે. આળસ ખોંખેરી નાખ ઉદ્યમ કર, પ્રયત્ન ચાલુ રાખ તે તું જ પાતે તારા ભાગ્યવિધાતા છે. આશાવાદ અને પુરુષા એ જ વનના સાચા નિર્માતા છે.