________________
વેપારીઓની સમશ્યા
[૧૬૭] આજે હરિજન, મજૂર, નોકરીયાત વર્ગ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઉચિત સિવાયના જે કાંઈ કામકાજ છે તે જેઓ કરે છે તે બધાને સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે પૂર્વની જે વર્ણવ્યવસ્થા યોગ્યતાને આધારે રચાઈ હતી અને ક્રમે ક્રમે તે જ્ઞાતિ તરીકે ઓળખાવા લાગી અને તેમાંથી પેટા જ્ઞાતિઓ થઈ તેને બદલે આજે જે જે ક્ષેત્રોમાં જે જે માણસ કામ કરે છે તે તે ક્ષેત્ર અનુસાર તે તે સમાજનું વર્ગીકરણ મનાય છે. અને એક વખત એ આવશે કે જ્ઞાતિની મર્યાદા ભુંસાઈ જશે અને તેનું સ્થાન ધંધાદારી સમાજ, સંસ્થા કે મંડળ લેશે.
આજે ગામડામાં ધંધા નાશ પામ્યા છે અને ઉચ્ચવર્ણ ઘસાઈ ગયો છે. પણ મજૂરોની અને હલકા ધંધાદારીઓની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. પૈસા આપવા છતાં કામ કરનારા મળતા નથી. જાતે કામ કરવામાં શરમ આવે છે એટલે બોજો ઉપાડનાર મજરે. કડીયા સુતાર, વાળંદ, બી, સેની, દરજી, ભંગી મેચી, વાહનવાળા, ઘરકામના કરે, રસોયા વિ. સૌની ખુશામત આપણે કરવી પડે છે, મોં માંગ્યા પૈસા કે પગાર આપવા પડે છે, અને તેઓની ગમે તેવી ટેવ કે અપમાન પણ સહન કરવા પડે છે. તેમાં સંગઠન થાય છે, પોતાના હક્કો સમજતા થયા છે, અને આપણી પામરતા અને પરાધીનતા તેઓ જાણી ગયા છે એટલે તેઓની શરતે આપણે કબૂલ રાખવી પડે છે; માટે સમયને ઓળખે જાતે કામ કરે અને સ્વાશ્રયી બને.