Book Title: Anubhav Vani
Author(s): Bipinkumar Pranjivandas Gandhi
Publisher: Mansukhlal Hemchand Sanghvi

View full book text
Previous | Next

Page 274
________________ જીવનની પગદંડી [ ર૪૧ ] કિંમત છે. માન લેનારની યોગ્યતા ઓછી હોય કે વધુ તેનો વિચાર ગૌણ છે. પણ માન આપનાર શુદ્ધ ભાવથી દરેકનું બહુમાન કરે તો તેમાં તેની વિશિષ્ટતા છે, કેમકે તેને આત્માના ગુણો વૃદ્ધિ પામે છે અને તે પોતે વધુને વધુ ગુણવાન બને છે. ગુણો જ જગતમાં માનને પાત્ર છે, વ્યક્તિ નહિ. તેવી જ રીતે અવગુણ કે દુર્ગણે જ તિરસ્કારને પાત્ર છે; દુર્ગણી વ્યક્તિ તો દયાને પાત્ર છે. ધર્મશાસ્ત્રોનું આ ફરમાન છે, એટલે આપણે માટે તે એ જ વ્યાજબી છે કે આપણે સૌના પ્રત્યે માનદ્રષ્ટિથી જેવું અને વર્તવું. આનું નામ દિલની ઉદારતા. આ પ્રકારના વર્તાવથી ચિત્તની પ્રસન્નતા અને શાંતિ જળવાય રહે છે. X અભિમાન પણ એક પ્રકારનો અવગુણ છે. માન એ એક પ્રકારની સારી વૃત્તિ છે. પણ અભિમાન, ગર્વ, હું પદ એ હલકી વૃત્તિ છે. પોતે કંઈક મહત્વની વ્યક્તિ છે, પોતાની પાસે શરીરબળ, બુદ્ધિબળ, સંપત્તિબળ, અધિકાર કે આરોગ્ય છે; પોતે ગુણવાન, દયાળુ, ઉદાર કે નીતિમાન છે,કેમાં પોતાની આબરૂ કે પ્રતિષ્ઠા છે; પોતે એવી માન્યતાથી માણસ અભિમાન કરે છે. આ માન્યતા સાચી હોય તો પણ માણસે તેનું અભિમાન કરવું ન જોઈએ. જગતમાં ત્રણે કાળમાં તેના પિતાના કરતાં ઘણું મહાન મનુષ્યો હોય છે. એટલે તેનું અભિમાન કરવું તે વ્યાજબી નથી. પોતે બધી રીતે સુખી, સમૃદ્ધિશાળી અને ગુણવાન હોય તે તેનાથી તેને સંતોષની લાગણી થાય તે ક્ષમ્ય છે, પરંતુ તેને જે તે અહંકાર કરે તો તેમાં તેનું પોતાનું પતન છે. - આજે ઘણુ મનુષ્યો તે એવા હોય છે કે પોતાનામાં કશી યોગ્યતા ન હોય છતાં બહુ જ ઘમંડ અને અભિમાન રાખતા હોય છે. આ તો અભિમાનની પરાકાષ્ટા ગણાય. આ મિથ્યાભિમાની મનુષ્ય મૂર્ખ ગણાય છે. કેટલાક અધુરા કે અપૂર્ણ હોય છતાં બધી રીતે ડાહ્યા,

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282