________________
[ ૧૬૦ ]
તે અનુભવવાથી
પૂછે અને જવાબ મેળવે. આજનું જીવન સુખી લાગતું હાય તે તેને મુબારક હો !
આજના વેપાર અને વ્યાપારીઓની પરિસ્થિતિના હવે ખ્યાલ કરીએ, ખેડૂત રાજા જેવા અને વેપારી ચાર કે લૂટારા જેવા-એમ આજે લકાના અનુભવ કહે છે. ખેડૂતની વાડીમાં શાકભાજી કે ફળફૂલ પાકયા હાય અને કાઇ અજાણ્યા મુસાફર પાસેના રસ્તેથી જતા હાય, તે મુસાફર વિનાસ કાચે વાડીમાં ઝાડ નીચે વિસામા લઇ શકે, વ્હેતા કાશે સ્નાન કરી કે કપડા ધોઈ શકે, દેવપૂજા માટે જોઇતા બેચાર ફૂલ જોઇતા હાય તેા પૈસા વિના મેળવી શકે, સાથે ન્હાનું છેક હાય અને રડતુ હાય તા ખેડૂત પ્રેમથી તેને થાડાક ખેર કે જાંબુ, એકાદ જમરૂખ કે દાડમ, કેરી કે શેરડીની કાતરી બચ્ચાંને પ્રેમથી ભેટ આપે. ગામમાં વાણીઆ વેપારીને ત્યાં જનમાં મહેમાન આવ્યા હોય અને ખેડૂત સાથે તેને સંબંધ હોય તે તે બધાને ચા પીવા, પાંક ખાવા કે શેરડીના વાઢે રસ પીવાનું આમંત્રણ આપે અને સાચા ઉદાર દિલથી સત્કાર કરે. ઉદારતામાં રાજાની પછી ખીજો નંબર ખેડૂતને આવે છે. સારા વરસાદપાણી અને સારા પાક થાય તેા ખેડૂત ઉદારતાથી સહુને આપે છે. ગામડાઓમાં ખેડૂતા ઉપર જ વેપારીએ નભતા હોય છે. ખેડૂત એક દરે ભલા, ભોળા, ઉદાર અને દયાળુ હોય છે. તેથી ઊલટી રીતે વેપારી હુશિયાર, પાકા, તકસાધુ, ગરજનેા લાભ લેનાર, અને વખત આવે ધા મારવામાં કૂશળ હેાય છે. તાલમાપમાં સવાયું લેવુ અને ઓછું આપવું, વ્યાજમાં સવાયુ` કે ધ્રેહુ' વસુલ કરવુ અને ગરજે કાઇ પૈસા કે માલ લેવા આવે તેના પૂરા લાભ લેવા–આ રીતનું ગામડાના વેપારીનુ જીવન છે. તેનામાં એક ગુણુ એટલા સારા છે કે ગમે તેમ થાય પણ કદી તકરાર કે મારામારી નહી કરે અને સહુને પ્રેમ અને મીઠા શબ્દોથી વશ રાખશે. ગામડામાં એકલાઅટુલા રહેવા છતાં સહુને વાણીએ (વેપારી) વશ રાખશે અને સપીને રહેશે. એટલે વાણીયાના ખૂન કે