Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૨
+ સંયમરક્ષા ખાતર નવી સામાચારી સ્થાપી શકાય. આર્યરક્ષિતસૂરિજીએ બધાની માટે વ્યાખ્યાન વાંચવાનું બંધ કર્યું. વિહાર અને વ્યાખ્યાનનો અધિકાર ગીતાર્થને જ છે. આર્યરક્ષિતસૂરિજીએ વિચારીને સાધ્વીને છેદગ્રંથ ભણાવવાના બંધ કર્યા. પણ આ કોણ કરી શકે ? યુગપ્રધાન. સંઘમાં પરિવર્તન કરવાનો આપણો અધિકાર નહીં. મારા સમુદાયમાં હું ફેરફાર કરી શકું. એક આચાર્ય સંઘની સામાચારી ન ફેરવી શકે. માટે મહાત્માઓ ! ખ્યાલ રાખજો, સંઘની સંમતિ વિના કોઈ પરિવર્તન ન થાય. જો સંમતિ વિના કરશો તો અનંત સંસાર વધશે.
+ બોલતાં પહેલા વિચાર કરજો. બોલતાં પહેલા વિચારવું કે જે કહો છો તે પોતાનામાં છે કે નહીં ? તપ કે ત્યાગ છે કે નહીં ? તેવી આચરણા છે કે નહીં ? તે હશે તો લોકોના હૃદયમાં પરિણામ પામશે. બાકી તો નાટકીઆની જેમ બે ઘડી વાહ વાહ ! આ વાત તરફ લક્ષ આપવું.
+ ભક્તિમાં જે સમય જાય તે લેખે માનવો. ઉલ્લાસપૂર્વક ભક્તિ કરવી. નિર્જરાના ભાગી થવાશે.
+ તું વ્યાખ્યાન તારા આત્માને ઉદ્દેશીને આપજે. બાહ્યભાવમાં ન પડીશ. + આપણી કોઈ ભૂલ થાય તો ‘મિચ્છામિ દુક્કડં' આપવું.
+ વડીલો સમક્ષ હાથ જોડીને વાત કરવી.
+ સંજ્ઞાઓ અનાદિની છે. એ જોર કરે, પણ આપણે એની સામે જોર વાપરવું. અનુકૂળતા-પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું.
+ ગુરુમહારાજ કહે તે તત્તિ કરવું.
+ પૂજ્યોને જીવન સમર્પિત કરી દેવું.
+ જે સાધવા આવ્યા છીએ તે ન ભૂલાય.
+ સંયમ-સ્વાધ્યાયમાં એકલીનતા રાખવી, દોષો તો આપણા બધામાં છે.