________________
૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્રચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતનાં સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્રો(Cattle camps)ને સહાય કરવી.
જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરુમૈયા શ્રી સગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઈ ગયા.
શાંત, સૌમ્ય, આગવી સૂજ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો.
પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમા પ્રચંડ રીતે જળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બીમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને, પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪000 ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ
થયું છે.
સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે “પૂ. લાડકચંદ માણેકચંદ વોરા ગર્લ્સ હાઈસ્કૂલ” ધોરણ ૮ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી. - ૨૬મી જાન્યુઆરી 2000ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. સાયલાની બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના
55
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org