________________
४४
જ્ઞાનસાર
સંસારમાં સંકલ્પને સિદ્ધ કરવા માટે લાંબાટૂંકા, સરળ-કઠિન માર્ગ ઘણા હોય છે એ બધામાંથી કયો માર્ગ પોતે અપનાવે તો સંકલ્પ જલદી સારી રીતે સિદ્ધ થાય એ વિશે મનમાં ભાતભાતના વિકલ્પો ઊડ્યા વગર રહેતા નથી. વળી સાંસારિક સંકલ્પો સિદ્ધ કરવાની જરૂર પડે છે.માટે વિવિધ પ્રકારનાં પાપાશ્રવોનો આશ્રય લેવો પડે છે. દ્રવ્ય અને ભાવરૂપ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, અને પરિગ્રહ વગેરે મોટા આશ્રવોનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે. વિકલ્પો પાપારંભ માટે નિમિત્ત બને છે. પરંતુ જો આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પરૂપ શુદ્ધ, સ્થિર, આત્મપ્રકાશ પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રી દેવચંદ્રજી મહારાજે “કારક' સમુદાયને પ્રવર્તાવવાના પુરુષાર્થની ભલામણ કરી છે. સાધક વ્યાકરણમાં બતાવેલી છ વિભક્તિ (ષકારક) જો આત્માને લાગુ પાડીને પ્રવર્તાવે છે તો એ પ્રમાણે સ્વરૂપમાં પરિણમેલાને આસવો હોતા નથી. [૨૩] લીયિષ્યતિ સ્વાર્થી પવનં હિ .
समाधेर्धर्ममेघस्य घटां विघटयिष्यसि ।। ३ ।। ७ ।। [શબ્દાર્થઃ ક્વીરયિષ્યતિ–ઉત્પન્ન કરીશ, પ્રેરીશ; સ્વીતા=અંતઃકરણથી; મર્થર્ય=અસ્થિરતાઃ પવન=પવનને; યહિ જો; સમાધે: સમાધિન; ધર્મસ્ય =ધર્મમેઘ' નામની; ધટાંsઘટાને; વિષટીયર્થસિ વિખેરી નાખીશ.]
અનુવાદ-જો તું અંતઃકરણથી અસ્થિરતારૂપી પવન ઉત્પન્ન કરીશ તો “ધર્મમેઘ નામની સમાધિની ઘટાને વિખેરી નાખીશ. (૭)
વિશેષાર્થ ચિત્તની ચંચળતા સાધકની સમાધિને કેવી રીતે નષ્ટ કરી નાખે છે તે અહીં વાદળો અને પવનના રૂપક વડે સમજાવવામાં આવ્યું છે. જ્યારે સખત ગરમી પડે ત્યારે આકાશમાં વાદળો બંધાય છે. આ વાદળાં ઘનઘોર ભારે થઈ વૃષ્ટિ કરે છે. વૃષ્ટિ તળાવ, નદી સરોવરને ભરાવા માટે, ખેતી માટે આવશ્યક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org