Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 477
________________ ૪૧૬ માણસ બહારથી કષ્ટ ભોગવતો હોય છતાં અંતરમાં આનંદની પરિણતિ હોઈ શકે એટલી સાદી વાત પણ બૌદ્ધો સમજી નથી શક્યા એટલે શ્રી યશોવિજયજી કહે છે કે એમની બુદ્ધિ કુંઠિત (નિહત) થઈ ગઈ લાગે છે. [૨૪૬] યત્ર બ્રહ્મ નિનાર્થી = હ્રષાયાળાં તથા કૃત્તિ:। सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते । । ३१।।६।। જ્ઞાનસાર [શબ્દાર્થ : યત્ર=જ્યાં; બ્રહ્મ=બ્રહ્મચર્ય, નિનાf=જિનની પૂજા; ==અને; ષાયાળાં=કષાયોનો; તથા=તથા; દ્દતિ:=ક્ષય, હાનિ; સાનુબંધા=અનુબંધસહિત; નિનાજ્ઞા=જિનની આજ્ઞા; q=અને; તત્—તે; તપ:=તપ; શુદ્ધ=શુદ્ધ; તે=ઇચ્છાય છે, કહેવાય છે.] અનુવાદઃ જેમાં બ્રહ્મચર્ય હોય, જિનપૂજા હોય તથા કષાયોનો ક્ષય હોય અને અનુબંધસહિત જિનાજ્ઞા પ્રવર્તતી હોય તે તપ શુદ્ધ કહેવાય છે. (૬) વિશેષાર્થ : માણસ બાહ્ય તપ કરે પણ પછી એની દૈનિક ક્રિયાઓ અને ભાવોમાં અશુદ્ધિ રહે તો તે તપ વિશુદ્ધ ન કહેવાય. પોતાના તપને વિશુદ્ધ બનાવવું હોય એટલે કે વિશુદ્ધ પ્રકારનું તપ કરવું હોય તો તે માટે શું શું કરવું અને શું શું ન કરવું તે સમજી લેવું જોઇએ. શ્રી યશોવિજયજી મહારાજે વિશુદ્ધ તપ માટે મુખ્ય અને મહત્ત્વની ચા૨ શરતો મૂકી છે. (૧) બ્રહ્મચર્યનું મન, વચન અને કાયાથી પરિપાલન (૨) જિનેશ્વર ભગવાનની પૂજા-અર્ચના રૂપી ભક્તિ (૩) ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયનો નાશ (૪) સાનુબંધ જિનાજ્ઞા એટલે કે અનુબંધસહિત વીતરાગ પરમાત્માની આજ્ઞાનું Jain Education International પાલન તપ કરનારે પરલોકમાં ભૌતિક સુખ મળશે એવી આશા કે ભાવના સાથે તપ ન કરવું જોઈએ. બાળજીવોને આવું પ્રલોભન અપાતું હોય અને એમને તપ તરફ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514