Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 506
________________ ઉપસંહાર ૪૪૫ तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशोः श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये ।।१६।। [શબ્દાર્થઃ અચ્છેeગચ્છમાં; શ્રી વિનયવિવે-લુપુરો:=સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિ વગેરેના; સ્વચ્છત્રપવિત્ર (ગચ્છમાં); ગુનાનાં :=ગુણોના સમૂહથી; પ્રૌઢિં=પ્રોઢતામાં; પ્રૌઢિમથાનિ=પ્રૌઢતાના ધામમાં; નીવિનયપ્રાજ્ઞી:પંડિત શ્રી જિતવિજયજી; પરામૈયર=મોટી મહત્તાને પામ્યા; તત્યાતીર્થ્યમૃતાં તેઓના ગુરુભાઈ થયા; નાિિવનયપ્રાજ્ઞોત્તમાન=પંડિતોમાં ઉત્તમ એવા શ્રી નયવિજયજીના; શિશો =શિષ્ય; શ્રીમવિશRય શ્રીમદ્ ન્યાયવિશારદ (શ્રી યશોવિજયજી)ની; કૃતિના=પંડિતોને માટે; ષા:=આ; કૃતિ =કૃતિ, ગ્રંથરચના, પ્રીત પ્રીતિ માટે થાઓ.] અનુવાદઃ ગુણોના સમૂહથી નિર્મળ અને પ્રોઢતામાં મોટા ધામ એવા સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિ આદિના ગચ્છમાં પંડિત શ્રી જીતવિજયજી અત્યંત મહત્ત્વશાળી થયા. તેમના ગુરુભાઈ શ્રી નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ (ઉપાધ્યાય શ્રી યશોવિજયજી)ની આ કૃતિ (ગ્રંથરચના) પંડિતોને માટે પ્રીતિને માટે થાઓ! (૧૬) વિશેષાર્થ: સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી વગેરે ભાષાના ગ્રંથોમાં ગ્રંથને અંતે ગુરુપરંપરાનો નિર્દેશ કરવાની પરંપરા હોય છે. જૈન ગ્રંથોમાં એ વિશેષ જોવા મળે છે. કેટલીક કૃતિઓમાં ઠેઠ ગુરુ ગૌતમ સ્વામી અને સુધર્માસ્વામીના નિર્દેશ પછી સંક્ષિપ્ત પાટ પરંપરા દર્શાવાય છે. તપગચ્છના કેટલાક ગ્રંથોમાં શ્રી હીરવિજયસૂરિથી પાટપરંપરા દર્શાવાય છે. ઉપાધ્યાયજી મહારાજ કેટલીક કૃતિમાં પોતાના ગુરુ ભગવંત શ્રી નયવિજયજીનો ઉલ્લેખ કરે છે તો કેટલાકમાં એથી પૂર્વેના ગુરુઓનો પણ ઉલ્લેખ કરે છે. આ “જ્ઞાનસાર'માં એમણે ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિથી સંક્ષેપમાં પોતાની પરંપરા જણાવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514