________________
૧૦. તૃચ્ચષ્ટક
૧૪૩
કરનાર.]
અનુવાદ-સંસારમાં થયેલી અભિમાનિકી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા હોય છે. ભ્રાનિરહિત આત્માને આત્મવીર્યની પુષ્ટિ કરનારી જે તૃપ્તિ થાય છે તે જ સાચી હોય છે. (૪)
વિશેષાર્થ : સાંસારિક ભોગવિલાસથી થતી ક્ષણિક તૃપ્તિ અને આત્માનુભવથી થતી સાચી આધ્યાત્મિક તૃપ્તિ વચ્ચે કેવો ફરક છે તે અહીં દર્શાવવામાં આવ્યો છે.
સંસારના ભોગવિલાસથી થતી તૃપ્તિ સ્વપ્નના અનુભવ જેવી મિથ્યા છે. માણસ સ્વપ્નમાં રાજ્ય કરે, સરસ ભોજન કરે, સત્તા અને કીર્તિનો મહિમા માણે, વિવિધ પ્રકારના કામભોગો ભોગવે, પણ સ્વપ્ન પૂરું થતાં એ બધું ખોટું નીવડે છે. સ્વપ્નમાં પોતે એ બધાંનું અભિમાન કર્યું હતું પરંતુ આંખ ઊઘડતાં એ અભિમાન મિથ્યા ઠરે છે. સાંસારિક સુખ જ્ઞાનીઓની દૃષ્ટિએ આવાં સ્વપ્ન જેવું છે. તે મિથ્યાજ્ઞાનથી ભરેલું છે. જીવનમાં ઐહિક સિદ્ધિ માટે ઘણા અભિમાન કરે છે, પરંતુ ક્યારેક સ્થિતિમાં પલટો થતાં એ બધું અભિમાન પોતાની હયાતીમાં જ ઓસરી જાય છે. એટલું જ નહિ ક્યારેક જાહેરમાં અપમાનિત થવાય છે. જેલની સજા ભોગવવાનો વખત આવે છે. વળી જીવનભર એવું સુખ માણ્યું હોય તો પણ મૃત્યુ આવતાં બધું જ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સાંસારિક વૈભવ અને પોદ્ગલિક ભોગવિલાસ માટેની તૃપ્તિનું અભિમાન ક્યારેય કરવા જેવું નથી. એ સુખ મૃત્યુ આવતાં અંતે તો દુઃખરૂપ નીવડે છે.
બીજી બાજુ સમ્યગુદર્શન સહિત આત્મગુણના અનુભવરૂપ જે તૃપ્તિ થાય છે તે ક્ષણિક કે ક્ષણભંગુર હોતી નથી. તે ભ્રાન્તિરહિત, અવિનાશી હોય છે. એ જ પરમ તૃપ્તિ છે.
આ સાચી અને ભ્રાન્તિરહિત તૃપ્તિ આત્મવીર્યનો વિપાક કરનારી છે. આત્માના જે ગુણો છે તેમાં વીર્ય અર્થાત્ બળ એ પણ એક મહત્ત્વનો ગુણ છે. જ્યાં આ ગુણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org