________________
૩૩૦
જ્ઞાનસાર
મુનિરાજે ઉપદેશ પણ શાસ્ત્રાનુસાર જ આપવાનો હોય છે. એ ગંભીર હોય અને રસિક પણ હોય, પરંતુ શ્રોતાઓ માટે શાસ્ત્રના ભોગે અને લોકપ્રિયતાના આશયથી લોકરંજનની શૈલી અપનાવવી તે યોગ્ય નથી. ઉપાધ્યાયજી મહારાજે જ ગાયું છેઃ
જનમનરંજન ધર્મનું મૂલ્ય ન ફૂટી બદામ એક વખત શાસ્ત્રપ્રીતિ થાય તો અંદરનો જ્ઞાનપ્રકાશ ઉત્તરોત્તર વધુ પ્રજ્વલિત થાય છે, અંતરનો ઉઘાડ વધતો જાય છે અને કાલાન્તરે તે પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org