________________
૨૭૪
જ્ઞાનસાર
જરા-વ્યાધિ, મારામારી, યુદ્ધો વગેરેથી ભરેલી છે. એમાં પશુબલિ યજ્ઞો, ખૂન, અસત્ય, ચોરી-લૂંટફાટ, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, બળાત્કાર, ગર્ભપાત તથા આગ, પૂર, ધરતીકંપ ઇત્યાદિથી ભરેલી છે. વળી આટલી ખરાબ સૃષ્ટિના સર્જન માટે પણ બ્રહ્માને બીજાં તત્ત્વો ઉપર આધાર રાખવો પડે છે. બ્રહ્મા સૃષ્ટિના સર્જન માટે સ્વાધીન નથી.
આવી સ્કૂલ, પાર્થિવ, ખામી ભરેલી સૃષ્ટિને બદલે સ્વરૂપસાધનામાં મગ્ન થયેલા મુનિરાજ સૂક્ષ્મ ગુણતત્ત્વો પ્રગટાવવારૂપ પોતાના આત્મામાં જે સૃષ્ટિનું સર્જન કરે છે તેમાં બીજા કશાની અપેક્ષા રહેતી નથી. એ સૃષ્ટિ પરાધીન નહિ પણ સ્વાધીન હોય છે. બ્રહ્માની સૃષ્ટિ પ્રલયકાળે નાશ પામે છે. મુનિરાજની આત્મગુણોની સૃષ્ટિ અક્ષય હોય છે.
આથી મુનિરાજની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે. અહીં ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. ઉપાધ્યાયજી મહારાજની કવિત્વશક્તિની એ પ્રતીતિ કરાવે છે. [૧૬] નૈત્રિમ પવિત્ર યા સ્ત્રોતોfપરિવગાહનવી !
સિદ્ધયોગાસ્ય સાડત્પલવી નવીયરી | ૨૦ || ૮ || [શબ્દાર્થ : રત્ન =રત્નો વડે; ત્રિમ:=ત્રણ વડે; પવિત્ર=પવિત્ર; =જે; સ્ત્રોતોમ=સ્ત્રોતો-પ્રવાહો વડે; =જેમ; નાનવી ગંગા; સિદ્ધયોકાર્પક સિદ્ધયોગવાળાને; સા તે; પિ=પણ; અપવવી તીર્થંકર પદવી; ન=નથી; વીયરી=અત્યંત દૂર.]
અનુવાદ-જેમ ત્રણ પ્રવાહો વડે ગંગા પવિત્ર છે, તેમ ત્રણ રત્નો વડે પવિત્ર એવી અરિહંતની પદવી સિદ્ધયોગવાળાને બહુ દૂર નથી. (૮)
વિશેષાર્થ હિંદુ ધર્મ પ્રમાણે જગતમાં નદી, પર્વત વગેરેમાં પવિત્રતાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ હોય તો તે જાહ્નવી નદી એટલે કે ગંગા નદી છે. એ સ્વર્ગમાંથી ઊતરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org