Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 503
________________ ૪૪ ૨ જ્ઞાનસાર નગરમાં કરી હતી. એમણે દિવાળીના ઉત્સવ દરમિયાન આ રચના પૂર્ણ કરી હતી. દિવાળીનો ઉલ્લેખ છે એટલે સ્પષ્ટ છે કે સિદ્ધપુરમાં તેઓ ચાતુર્માસ અર્થે બિરાજમાન હશે ! એમણે સિદ્ધપુરને ઇન્દ્રના નગરની સ્પર્ધા કરનાર તરીકે ઓળખાવ્યું છે એ ઉપરથી જણાય છે કે ત્યારે સિદ્ધપુર અત્યંત સમૃદ્ધ નગર હશે ! [૨૭૦] પરિદિષયવંતુરમદો ચિત્ત રેષાં વિષા वेगोदर्ककुतर्कमूर्च्छितमथान्येषां कुवैराग्यतः । लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि ___ स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।।१४।। [શબ્દાર્થ : વેષાંત્રિકેટલાકનું; વિષયQરાતુર=વિષયરૂપ તાવથી પીડિત; મહો=આશ્ચર્ય છે; વિ=ચિત્ત, મન; પરેષાં બીજાઓનું; વિષાોતમૂચ્છિત= વિષના આવેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂચ્છિત; અથ વળી, હવે પછી; મચેષાં=બીજાઓનું; વૈરાત:=કુવૈરાગ્યથી; સનાતમ=જેને હડકવા થયો હોય તે; અવોઇ=અજ્ઞાન; પતિતં કૂવામાં પડેલું; =અને; આસ્તે=છે; પરેષામપ=બીજાઓનું પણ; સ્તોતાનાં=થોડાઓનું; તુ=વળી, પણ; વિજારમારરહિતંત્રવિકારના ભારથી રહિત; ત=તે; જ્ઞાનસરાશ્રિતમ જ્ઞાનસાર વડે આશ્રિત.] અનુવાદ-અહો! કેટલાકનું મન વિષયરૂપી તાવથી પીડિત છે, બીજાઓનું મન વિષના આવેગરૂપ પરિણામ જેનું છે એવા કુતર્કથી મૂચ્છિત થયેલું છે. અન્ય કેટલાકનું મન કુવૈરાગ્યથી જેને હડકવા થયો હોય એવું છે. બીજા કેટલાકનું મન અજ્ઞાનરૂપી કૂવામાં પડેલું છે. પરંતુ થોડાકનું મન વિકારના ભારથી રહિત, જ્ઞાનસાર વડે આશ્રિત છે. (૧૪) વિશેષાર્થ: શ્લોક નં. ર૭૦ થી ૨૭૨ નો વિશેષાર્થ સાથે આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514