________________
જ્ઞાનસાર
પ્રાપ્ત થતાં તે માટેનું એનું અભિમાન પણ વધતું જાય છે. બાહ્ય દૃષ્ટિએ તે વિનયપૂર્વક વર્તતો હોવા છતાં અને લઘુતાનો ભાવ પ્રદર્શિત કરતો હોવા છતાં એના અંતરના ખૂણે આવી ધનસંપત્તિ માટે ગર્વની વૃત્તિ પડેલી હોય છે.
જેમ જેમ વેપારઉદ્યોગ, માલમિલકત, ઝરઝવેરાત, વસ્ત્રપરિધાન, વાહનો, નવાં નવાં કિંમતી ઉપકરણો ઇત્યાદિમાં પોતાને આગળ વધવા મળે તેમ તેમ માણસને ભોગવિલાસ વધુ માણવાનું મન થાય છે. પછીથી તો પોતાના મિત્રવર્તુળમાં વાતો પણ એ વિશેની જ ચાલે છે.
પરંતુ યોગી-મુનિઓએ આવી બધી બાહ્ય ભૌતિક સામગ્રીનો સ્વેચ્છાએ સમજણપૂર્વક ત્યાગ કર્યો હોય છે. આત્મા સિવાય અન્ય વાતોમાં એમને રસ પડતો નથી. હવે બાહ્ય સંયોગો અને ચીજવસ્તુઓની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, અનુકૂળતા કે પ્રતિકૂળતા કે એના સંકલ્પ-વિકલ્પો એમને સ્પર્શી શકતા નથી. એ તરફ એમનું મન ખેંચાતું નથી. બાહ્ય પદાર્થો તેમને ગ્રહણ કરવા યોગ્ય કે ભોગવવા યોગ્ય જણાતા નથી. એવા પદાર્થો કે ભોગવિલાસ માટે પોતાને કોઈ આદર-અહોભાવ રહેતાં નથી અને બીજી બાજુ એવો આદર-અહોભાવ ધરાવનાર વ્યક્તિ પ્રત્યે તેમને તિરસ્કાર નથી હોતો, પણ કરુણાયુક્ત સાક્ષીભાવની ઉદાસીનતા હોય છે.
ભૌતિક પદાર્થોના ઇન્દ્રિયાર્થ સુખ કરતાં જ્ઞાનીઓને સ્વરૂપ રમણતાનો, સ્વરૂપ મગ્નતાનો આનંદ અધિક ચડિયાતો, સ્થિર અને નિરુપાધિક લાગે છે. [૧૩] તેગોત્રેશ્યવિવૃદ્વિર્યા સાથો: પર્યાયવૃદ્ધિત:
ભાષિતા માવાવૌ સેલ્યમૂત યુજેતે !૨ ૧ / [શબ્દાર્થ તેનોત્તેશ્યા=અહીં જ્ઞાનાનંદરૂપ ચિત્તસુખના અર્થમાં તેજોલેશ્યા શબ્દ છે; વિવૃદ્ધિ=વિશેષ વૃદ્ધિ થા=જે; સાથો:=સાધુને; પર્યાયવૃદ્ધિત:= ચારિત્રપર્યાયની વૃદ્ધિ થતાં; માષિતા કહેલી છે; માવત્યા ભગવતી-સૂત્ર વગેરે ગ્રંથોમાં સ=2;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org