Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩રર છે, અથવા એ વાત હશે કે નહિ હોય એમ ડેલાતું મન રહે. - ૫ અણુભગ મિથ્યાત્વ કહેતાં જે અજાણપણું તે કશી ધમની ખબર છે નહિ. તે સર્વથી અજાણ, નબળે છે, શા વાતે જે જાણે અજાણના ભાંગા આઠ છે. એ આઠ ભાગાને વિસ્તાર ઘણે છે. તે ગ્રંથ ગેરવ થાય માટે લખે નથી તથા દશ ભેદ મિથ્યાત્વના કહ્યા છે તે શ્રી ઠાણાંગજીમાં છે તે રીતે જાણજે. એવી રીતે મિથ્યાત્વને ભજતો જીવ અનંતો કાળ પરિભ્રમણ કરે. માટે મિથ્યાત્વને ત્યાગ કરી, દેવ ગુરૂ ધમને ઓળખી, સમક્તિ સહિત ધર્મ કરણ કરી લેખામાં આવે, અને સમક્તિ વિના સર્વ ધર્મ કરણ છારપર લીંપણ જેવી કાંઈ કામ આવે નહીં કહ્યું છે કે “પ્રથમ જાણ પછી કરે કીરીઆ. એ પરમાર્થ ગુણકા દારયા.” માટે દેવ ગુરૂ ધર્મને પીછાની સમક્તિ સહિત ધમ કૃત્ય કરવાં.
સમક્તિનું સ્વરૂપ. સમક્તિના ઘણા પ્રકાર છે પણ અલ્પ માત્ર લખુ છું સમક્તિના મુખ્ય બે પ્રકાર છે. એક વ્યવહાર સમક્તિ તે અને બીજું નિશ્ચય સમક્તિ, તેમાં વ્યવહાર સમકિત તે અઢાર દુષણ રહિત દેવને દેવ માનવા. તે અઢાર દુષણ નીચે મુજબ જાણવાં. જેમાં અંતરાય પાંચ તે–