Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩૧
પૂડાં થકા ધર્મ પામી શકતા નથી, તે આશ્રવ શા થકી આવે છે તેનાં મૂળહેતુ ચાર છે અને ઉત્તરહેતુ સત્તાવન છે. તે મૂળહેતુને વિવશ લખીયે છિયે.
પ્રથમ મિથ્યાત્વ, બીજું અવ્રત, ત્રીજી કષાય, ચેાથુ જોગ, હવે ‘મિથ્યાત્વ થકી મૂકાવુ તે ઘણું કણિ છે. જ્યાંસુધી મિથ્યાત્વ માંહેથી ... ગયું નથી ત્યાંસુધી કોઈ જીવ સમક્તિ પામી શકે નહિ, અને સમક્તિ વિના કાઇ જીવનું આત્મહિત કાર્ય થાય નહિ. તે માટે પ્રથમ મિ ક્યાત્વને તજવા. તે મિથ્યાત્વના જધન્યથી પાંચ ભેદ છે, ઉત્તકૃષ્ટા દશ ભેદ છે. પાંચ ભેદમાં પ્રથમ——
૧ અભિગ્રહિ મિથ્યાત્, તે કેવું છે, કે લીધેા હઠ છેડે નહિ. કેની પેઠે કે ગધેડાના પૂછવત્.
૨ અણુઅભિગ્રહી મિથ્યાત, તે કેવું છે, સરવેને દેવ ગુરૂ જાણે પણ કેાઈની પરિક્ષા જાણતા નથી, ભલા ભુંડાની ભમર નથી.
૩ અભિનિવેશિક મિથ્યાત્, તે કેવુ છે, ખાટુ જાણે પણ છેડે નહિ; વિતરાગને મારગ સાચા જાણે પણ આદરે નહિ, કેની પેઠે, જેમ પાર્શ્વનાથજીના ચારિત્રથકી ભ્રષ્ટ થઇને ધેાસાળા પાસે રહ્યા તેની પેઠે.
૪ સંસય મિથ્યાત્વ, જે વીતરાગના વચનમાં સમય સમય સંસય પડે જે કેમ એ વચન સાચું છે કે જુઠ્ઠું
૨૧