Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
૩૨૪
સર્વ પદાર્થ જાણવાની શક્તિ છે, પણ કમેં કરીને અવરાયે છે. એ નિરધાર થવાથી બાહ્ય પદાર્થો છે તેના ઉપરથી મહને નાશ કરે છે. ફકત આત્મગુણમાં આનંદ માને છે એવી સહણ તે મોક્ષનું કારણ છે, કેમકે જીવ સ્વરૂપ ઓળખ્યા વિના કર્મ ખપે નહિ. એવી શુદ્ધ સહણ તે નિશ્ચય સમકિત જાણવું.
એમ સમક્તિ સહિત અલ્પ કિયા અનુષ્ઠાન ધર્મ કરણ સ્વર્ગનાં સુખ અને મેક્ષનાં શાશ્વત સુખ આપે છે. -
जन्मदुःखं जरादुःखं, मृत्यु दुःख पुनः पुनः . संसार सागरे दुःख तस्मात् जागृत जागृतः ॥१॥ .
અર્થ–જન્મનું દુઃખ, જરાનું દુઃખ, વારંવાર મૃત્યુનું દુઃખ, સંસાર સમુદ્રમાં દુઃખ છે, તે કારણ માટે હે ચેતન જાગ જાગ ! ૧ |
આ સંસાર દુઃખથીજ ભરેલું છે તેમાં અજ્ઞાનતાથીજ પ્રાણી માત્ર સુખ મેળવવાની વાંચ્છા કર્યા કરે છે પરંતુ વાસ્તવીક સુખ તેમાં છેજ નહીં પણ ચારે ગતીમાં ભ્રમણ રૂપજ છે તે ઉપરના વિચારે વાંચી મનન કરી સુદ્ધ શ્રદ્ધા પૂર્વક સમક્તિને ગ્રહણ કરે કે જેના વડે કરી આ પારાવાર સંસારના અનંત દુઃખો મટી ખરૂં સ્વાભાવિક સુખ જે મોક્ષ અર્થાત્ જન્મ-જરા અને મૃત્યુના ભય વિનાનું અનંતુ સુખ પ્રાપ્ત કરી શકાય.