________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ ધ્યાને વિષય વિનાશ, ધ્યાનથી રિથરતા આવે, અનુભવનું જે સુખ ધ્યાનથી ચેતન પાવે, પિંડ સ્થાદિક ધ્યાનથી તે, અજરામરપદ પાસ છે; આત્મધ્યાને જ સવસિદ્ધિ દેવતા પણ દાસ છે, ધ્યાનક્રિયા કરનાર જગતમાં જ્ય કરનારે, ભવસાગરને સહજવારમાં તે તરનારે; ધ્યાને લબ્ધિ સર્વ ધ્યાનથી થાય ન દુ:ખી, અતરમાં ઉપગ ધ્યાનથી શાશ્વત સુખી, ધ્યાને જ્ઞાન પ્રમાણ છે ને, ધ્યાને રિથરતા સાર છે, ધ્યાનિનું બહુ માન કરતાં જગત્માં જયકાર છે. સંવરમાં છે સાર, થાન જગમાં જ્યારી, ધન્ય ધન્ય અવતાર, ધ્યાનને શિવસુખકારી; દયાને શુદ્ધ ચરિત્ર, ધ્યાનથી સર્વ લેખે, ધન્ય ધન્ય અવતાર, ધ્યાનિને આતમ દેખે; જેવું ચેતન જ્ઞાન છે દીલ તેવું ધ્યાન કરાય છે, સ્યાદ્વાદશાને ધ્યાનથી તો, જન્મતણ દુઃખ જાય છે મન ચંચળતા સર્વ, ટળે છે ધ્યાન કર્યાથી, આતમજ્ઞાને સહજ, સમાધિ યાન વર્યાથી; આતમ તે પરમાતમ, ધ્યાને નિશ્ચય સમજે, ભેદભાવ સહુ દૂર, કરે છે તેમાં મજે; ધર્મ યાનને શુકલથી તો સ્વર્ગને શિવ થાય છે, ધ્યાનની વિશુદ્ધતા લહી, ચિદાનંદ પરખાય છે, ચેતન શુદ્ધિ ધ્યાન, કરે છે દોષ હરીન, ચિદાનંદથી મોજ કરે છે. ધ્યાન વરીને; મુક્તિનાં સુખ છતાં પણ તે દર્શાવે,
For Private And Personal Use Only