Book Title: Jivan Yatra No Rajmarg Author(s): Padmasagarsuri Publisher: Vishwa Maitri Jain Tirth Borij View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Bછીય... પ્રવચન અર્થાત્ પ્રકૃષ્ટ વચન-શ્રેષ્ઠ વચન-આત્મહિતકારી વચન. વિષય અને કષાયને ઉપશાન્ત કરનારા પ્રવચનો સાંભળવાનો પ્રસંગ દુર્લભ છે. એમાં, સંયમી અને પ્રભાવક આચાર્યદેવ શ્રી પાસાગરસૂરીશ્વરજીના શ્રીમુખે પ્રવચનો સાંભળવાનું સૌભાગ્ય અતિશય દુર્લભ છે. પૂજ્યપાદ આચાર્ય દેવેશશ્રી જેટલી સહજતા અને સ્વાભાવિકતાથી વિશાળ જનમેદનીમાં પ્રવચન કરી શકે છે, તેમ અલ્પ શ્રોતાઓની સભામાં પણ તેટલી જ સહજતા અને સ્વાભાવિકતાથી પ્રવચન કરી શકે છે. જે તેઓશ્રીની આગવી વિશેષતા છે. પ્રભાવક પ્રવચનકાર અને દૃષ્ટાન્તોંના માધ્યમથી તત્વગંગામાં સ્નાન કરાવનાર આચાર્ય દેવેશથીની રવિવારીય પ્રવચનોનું આયોજન રાજનગર નિવાસી શ્રીનવિનચન્દ્ર જગાભાઈ શાહ પરિવારના સૌજન્યથી વિશ્વમૈત્રીધામ, બોરીજ ગાંધીનગરમાં થયું. ૩૫૦૦ થી પ000 જેટલા શ્રોતાઓએ શ્રદ્ધા અને સમર્પણભાવથી પ્રવચન પાન દ્વારા પરમતૃપ્તિનો અનુભવ કર્યો હતો. સંયોજન પૂજ્યપાદશ્રીના અન્તવાસી મુનિરાજશ્રી પદ્મરત્નસાગરજી મ. સા. એ બહુજનહિતાય - બહુજયસુખાયની ભાવનાથી કર્યું છે. એજ પ્રવચનોના કેટલાક અંશનું આલેખન ગાંધીનગર નિવાસી શ્રી ચૈતન્યભાઈ પરીખે સ્વાધ્યાય માટે કર્યું. પ્રસ્તુત પુસ્તકનું કંપોઝ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા સ્થિત શ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિરના કપ્યુટર વિભાગમાં થયેલ છે તે પણ અહિં સ્મરણીય છે. પ્રાન્ત આ પ્રવચનોના સથવારે વિષય અને કષાયના ઉપશાન્ત દ્વારા પરમપદના ભોક્તા બનીએ. એ જ મંગલ કામના. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 58