Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતા આવ્યા છો. એ દુઃખોને તો યાદ કરો? સહન કરશો તો સિદ્ધ બની જશો. એક કારખાનામાં સંજોગવશાત ઉતરવાનું થયું, રાત્રિ રોકાણ કરવાનો પ્રસંગ આવ્યો. ત્યાં એક ખૂણામાં ઢગલાબંધ હથોડા પડ્યા હતા. સામાન્ય વાતચીતમાં ચોકીદારે જણાવ્યું કે આ હથોડા નકામા છે, કોઈની ખીલી નીકળી ગઈ છે તો કોઈનો હાથો હાલી ગયો છે અને હવે તે નકામા છે, મહારાજે પૂછ્યું કે આ એરણ? તો ચોકીદાર કહે કે આ એરણ તો એ નોકરીમાં દાખલ થયો ત્યારથી ૨૫ વર્ષ પહેલાથી એની એ જ છે. હથોડો પ્રહાર કરે છે એ નકામો બની જાય છે, પણ એરણ સહન કરીને સિદ્ધપણું બતાવે છે. સંઘર્ષ વ્યક્તિને બરબાદ કરે છે પણ એરણની જેમ જે સહન કરે છે એ આજે નહી તો કાલે સિદ્ધ બની જાય છે.' સિદ્ધોનું જીવન ચરિત્ર વાંચો તો ઘણી વાતો જાણવા મળે તેમ છે. સાધનાના ક્ષેત્રમાં સહન તો કરો, પણ સાથે સાથે બીજાને સહાયક બનો. મારી સાધના પ્રાણીમાત્રના કલ્યાણનું કારણ બને, મારી તમામ ધર્મક્રિયા બધાના કલ્યાણ માટે થઈને રહે એવી ભાવના ભાવો. અન્ય આત્માઓ માટે તમારૂ જીવન પરોપકારનું મંદિર બને એવું જીવન જીવો.” પ્રવચનના ધોધમાર વરસાદ વચ્ચે મનની ડોલ પ્રવચનની વચ્ચે રાખો તો પ્રવચનના શબ્દો આત્મા સુધી પહોંચી શકશે. એક સમયની વાત છે. અમદાવાદમાં કોઈ ધર્મસભામાં શ્રેષ્ઠીવર્ય અને નગરશેઠ એવા હઠીસિંગભાઈની ઉદારતાનો પરિચય આપતા આપતા મહારાજ સાહેબ એમ બોલ્યા કે હઠીસિંગભાઈ તો પારસમણી જેવા છે. વારે વારે ઝોકા ખાતા એક એવા એક વૃદ્ધ અને ગરીબ ડોશીના કાને આ શબ્દો પડ્યા. એ તો પ્રવચન સાંભળીને ઘેર ગયા અને સતત એ પેલા મહારાજ સાહેબના શબ્દો કે હઠીસિંગભાઈ તો પારસમણિ જેવા છે એના ઉપર વિચાર કરવા લાગ્યા. મનોમન ગાંઠ વાળે છે કે ઘરમાં પડેલ એક પાંચશેરી છે એ લઈને જો હઠીસિંગભાઈને ત્યાં જઈ અને એમને પગે અડકાડું તો એમનું કામ થઈ જાય, યુવાન દિકરીના લગ્ન થઈ જાય. ડોશીમા લપાતા છૂપાતા કાખમાં પાંચશેરી સંતાડતા સંતાડતા હઠીસિંગભાઈના બંગલે પહોંચી જાય છે, એ વખતે નગરશેઠ આરામમાં હોય છે. કોઈ ન ૨૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58