Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્ધસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી બોરીજ, ગાંધીનગર. તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૨) અનંત જ્ઞાની, અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ પ્રવચન દ્વારા આ જગત ઉપર ઉપકારની વર્ષા કરી છે. શબ્દના પ્રહાર દ્વારા એ આંતર ચેતનાને જગાડવા માંગે છે. જાગૃતિમાં જ જીવનની પૂર્ણતા છે. પ્રમાદ એ મૃત્યુનો પર્યાયવાચી શબ્દ છે. જાગૃતિમાં સ્વયંનું અવલોકન કરવાનું છે, જોવાનું છે અને વાંચવાનું છે. હું કોણ છું? ક્યાં છું? ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે?” એ વિચારો અને ભવિષ્ય ઉપર નજર રાખો. ભવિષ્યનો આધાર તમારા વિચારો છે એ જો તમને સમજાઈ જાય અને આવનાર ભવિષ્યનો નિર્ણય કરો કે ક્યાં જવાનું છે? વિચારોનું શુદ્ધિકરણ શ્રદ્ધાને દઢ કરે છે. પરમાત્માના વિચારોને તમારા આચરણ દ્વારા પ્રગટ કરવાનો પ્રયત્ન કરો. એકવાર ધર્મમાં પ્રવેશ કરો તો ક્યારેક તો સફળતા મળશે જ. ધર્મ ક્ષેત્રમાં બીજના ચંદ્રમાંની જેમ પ્રવેશ કરો તો પૂનમના ચંદ્ર જેવી પૂર્ણતા પ્રાપ્ત થશે. હજુ સુધી એ દિશામાં તમે પ્રયત્ન કર્યો નથી, બહાર ને બહાર ભટકતા રહ્યા છો, લક્ષ નિશ્ચિત નથી થયું. અહીંથી મરીને ક્યાં જવાનું છે એ અંગે તમે કદી વિચાર કર્યો નથી. તરે છે એ જ કિનારો પ્રાપ્ત કરી શકે છે.” “જ્ઞાનીઓ કહે છે કે ભૂતકાળની વાતો વાગોળવાનો કે ભૂતકાળની ઉંડાઈમાં જવાનો કોઈ અર્થ નથી, એનાથી કંઈ નહીં વળે. વિચારોના ઉત્પાદનમાં પણ વિવેકનું નિયંત્રણ જોઈએ. આત્માના ગુણોને પુષ્ટ કરે એવા વિચારો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58