Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવા મળે છે. ‘તમારા તો યોગમાં પણ ભોગ પ્રવેશ્યો છે.’ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ એક દિવસ બધું છોડવું પડશે. ‘દાન, તપ, શીલ અને ભાવ દ્વારા કર્મનો નાશ કરો. આ ચારે વસ્તુ મોક્ષ આપવાવાળી છે. શુભ ભાવનાથી ભવને શણગારો.’ ‘દરરોજ કંઇક ને કંઇક દાન કરો. પૂર્વજોએ બતાવેલી બધી વ્યવસ્થા ઉત્તમ છે, એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારો. દાન પણ વિવેકથી આપવામાં આવે છે. દાન લેવાવાળો પુણ્યનો વરસાદ વરસાવીને જાય છે અને મારા ઉપર ઉપકાર કરે છે એવી ભાવના સાથે દાન આપવું જોઈએ. હું દાન આપું છું એવો ભાવ હશે, તો દાન નિષ્ફળ જશે કે ઓછું ફળ આપશે. પરમાત્માની આજ્ઞા છે, હું તો માત્ર નિમીત્ત છું એમ સમજો. તમે સતત ધન બચાવવાની કોશિષ કરો છો પણ કર્મ રાજા રૂઠશે તો બધું ચાલ્યું જશે.' અસત્યનું પરિણામ બહુ ખરાબ આવે છે. મારૂ કોઈ નથી, હું કંઈ નથી, જે કંઈ મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે એમ સમજો. શુભ કર્મનો નાશ ન થાય અને પુણ્ય કર્મને પોષણ મળે એવું કામ કરો. પુણ્ય પણ પચવું જોઈએ. અજીર્ણ થશે તો પુણ્ય એ પાપનું કારણ ન બને એની તકેદારી રાખજો. સમજીને પુણ્યનો ઉપયોગ કરો. રોટલી ઘણી ખાવ પણ જેટલી રોટલી લોહી બનાવી આપે એ જ કામની, એનું જ મહત્ત્વ છે. પૂર્વના પુણ્ય હશે તો પૈસા તો ઘણા પેદા કરશો પણ જે પૈસો ધર્મમાં વાપરશો એ જ કામમાં આવ્યો એમ સમજજો. વિવેકપૂર્વક પુણ્યનો ઉપયોગ કરો. ‘આજનો માણસ થર્મોસ જેવો છે એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. બહારથી ઠંડો, પણ અંદરથી એકદમ ગરમ છે. મહારાજ સાહેબ પાસે એકદમ સીધો દેખાય અને પછી બહાર કંઈક અલગ જ ચહેરો હોય. આવી સ્થિતિ બહુ ખતરનાક છે.’‘કોઢું એટલે કે હું કોણ છું? એ અંગે પણ વિચાર કરો. તમે શરીર નથી, ઇન્દ્રીય નથી કે, નામ પણ નથી. પરમાત્માની દૃષ્ટિએ જ્ઞાનમય, દર્શનમય અને એક વિશિષ્ટ શક્તિમય એવો તમારો આત્મા છે. જે પ્રત્યક્ષ કદી નથી જોઈ શકાતો એવું અનામી રૂપ છે એવો હું છું એમ સમજો. વિચારને તમે જોઈ શકતા નથી. હવાને સ્પર્શ દ્વારા અનુભવી શકો છો, પણ જોઈ ૩૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58