Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવો છે કે, એ પોતાને સળગાવવાવાળાને પણ સુગંધ પ્રસરાવે છે, દુર્ગધ નહીં. તમારા ભાવ સુધારો. કષાયમાંથી મુક્ત થાવ. “પર્વ તમને બધી રીતે સુખાકારી આપનાર અને પરંપરાએ મોક્ષ આપનાર છે એવા પર્વના જેટલા ગુણ ગાવ એટલા ઓછા છે. એકવીસ વખત જે આત્મા કલ્પસૂત્રનું શ્રવણ કરે એ સાતથી આઠ ભવમાં મોક્ષે જાય એમ શાસ્ત્રકારો કહે છે. પર્વમાંથી ઘણું બધું શીખવાનું છે. એનાથી ગુણોની પ્રાપ્તિ થાય છે. ચારે વર્ણમાં પર્વ હોય છે. હોળીને શુદ્ર લોકોનું પવ માનવામાં આવ્યા છે, દિવાળોન વશ્યાન, દશરાન ક્ષત્રિયાન અને રક્ષા બંધનન બ્રાહ્મણનું પર્વ માનવામાં આવ્યું છે. પણ પર્યુષણા મહાપર્વ તો લોકોત્તર પર્વ છે, એમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. એ તો પરંપરાએ મોક્ષ અપાવવાવાળું છે. ગ્રહો પણ ક્રમાનુસાર કાર્ય કરે છે. સૌથી પરાધિન તો કર્મ છે. એનો ક્ષય કરવાની સાધના એ પર્વાધિરાજ પર્યુષણ છે.” “દરજી ગમે એટલો હોંશીયાર હોય પણ કાતર અને સોય એની પાસે હોવા જ જોઈએ, એ અનિવાર્ય છે, એ રીતે ડોક્ટર ગમે એટલો હોંશીયાર હોય, પણ ઉપચારના સાધનો એની પાસે હોય એ અનિવાર્ય છે, તો જ ઉપાય શક્ય બને. એ રીતે દરેક જગ્યાએ સાધના જરૂરી છે. સાધન વગર સાધના શક્ય નથી. આરાધના એ સાધન છે, આત્માનો ખોરાક છે, એનર્જી છે, એ એનર્જી પર્વની આરાધનામાંથી મળશે. સાધુએ તમારો ભવોભવનો રોગ પારખીને નિદાન કર્યું છે, પ્રીસ્કીશન પણ લખી આપ્યું છે. હવે દવા તમારે લેવાની છે. માત્ર પ્રિસ્ક્રીપ્શન વાંચવાથી આત્માનું આરોગ્ય નહીં સુધરે, દવા લેવી પડશે અને આચારનું પથ્યપાલન પણ કરવું પડશે.” જેવું ભોજન હશે એવું ભજન થશે. આજે ભોજન વિકૃત બની ગયું છે. વિહાર વખતે જોતાં લાગે છે કે માણસને જાણે ખાવા માટે જ અવતાર મળ્યો છે. પર્વના દિવસોમાં રાત્રિ ભોજનનો ત્યાગ કરો. આહાર શુદ્ધ હશે તો તમારી સાધનામાં સાત્વિકતા આવશે અને છેવટે શુદ્ધતા આવશે. આહાર સંજ્ઞા બહુ ખતરનાક છે. જીવગર્ભ ધારણ થયાના પહેલા સમયથી જ, એ આહાર ધારણ કરે છે, અને શરીર બનાવવા પ્રયત્ન કરે છે. ખાતી વખતે કદી ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ યાદ આવતી નથી, પણ ઉપવાસમાં બધી જાતની વાનગીઓ અને ખાવાનું યાદ આવે છે. હોસ્પિટલના ચક્કરમાંથી ૪૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58