Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મહા રિ પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી કઠોર સાધના કરી હતી. એક અંગૂઠાથી આખો મેરૂપર્વત ડોલાવ્યો હતો. એ એમના આત્માની શક્તિનો પરિચય હતો. કોઈ કાનમાં ખીલા ઠોકે છે તો પણ સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખે છે અને સમતામાં ડૂબેલા રહે છે. બહારથી શૂન્ય હતા પણ અંદરથી આત્મામાં મગ્ન હતા. પરમાત્મા ધારે એ કરી શકતા હતા. પણ એમણે ક્યારેય કોઈને સજા આપવાનો વિચાર સરખો પણ કર્યો નથી. તીર્થકરોનું જીવન પરમ સત્યમય અને સત્યમય હતું. કર્મના ઉદયથી જે કંઈ પરિસ્થિતિ આવે તે હસતા મોઢે સ્વીકારો અને સહન કરો. સંગમદેવ નામનો રાજા પરમાત્માને એક ક્ષણ પણ શાંતિથી રહેવા દેતો નથી, ભયંકર ઉપસર્ગોની હારમાળા સર્જે છે. કાળચક્ર છોડે છે, ઢીંચણ સુધી પરમાત્મા જમીનમાં જતા રહે છે તો પણ પરમાત્મા અંદરથી હેજ પણ ચલિત થતા નથી. મનમાં કોઈ કષ નથી . સંગમનું દર્દ જાઈને ઉલ્ટાનું પરમાત્માની આંખમાંથી આંસુના બે ટીપા પડે છે. કેવી અપૂર્વ કરૂણા? તમે કહેવાતા મહાવીરના સંતાનો છો. પણ આચરણ કેવું? તમારા બધા કરતૂતો સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં છે. દેવતાઓએ મહાવીર નામ એમને એમ નથી રાખ્યું. આર્યભૂમિમાં તમારો જન્મ પરમાત્મા બનવા માટે થયો છે. મહામૂલો એવો માનવભવ એ મોક્ષનું દ્વાર છે. અહીંથી જ ઉપાસના શરૂ કરવાની છે. સ્ટેજ સામાન્ય કસોટી આવે છે અને તમે નાપાસ થઈ જાવ છો, જીંદગી હારી જાવ છો. મહાન કંઈ એમને એમ નથી થવાતું, કઠોર સાધના કરવી પડે છે, ઉપસર્ગો પણ સહન કરવા પડે છે. એકવાર એક સમારંભમાં એક શેઠ દહીવડુ ખાઈ રહ્યા હતા. દહીવડું ખૂબ સ્વાદિષ્ટ લાગતાં એને વખાણે છે. અચાનક દહીવડું બોલવા લાગે છે કે શેઠ, આ સ્થિતિ કંઈ અચાનક નથી મળી. સાંભળો, પહેલાં અમે નર જાતિમાં કહેવાતા હતા કે મગ, ચણા, અડદ વગેરે. તે પછી અમારા ઉભા બે ફાડીયા કરીને દાળ બનાવી નાંખી અને નારી જાતિમાં પરિવર્તન કરી નાંખ્યું. તે પછી કલાકોના કલાકો સુધી પાણીમાં ડૂબાડ્યા. તે પછી પથ્થર ઉપર પીસી પીસીને અમારી ચામડી ઉતારી નાંખી, અમારા ઉપર મરી મસાલા ભભરાવ્યા. તે પછી ગરમ ગરમ ૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58