Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરો. વિચારોનું મૂલ્ય સાચા અર્થમાં સમજો. વેચારિક દૃષ્ટિએ દરિદ્ર ન બનો,” ભૂતકાળની વાતોમાં ડૂબી ન જાવ. ભવિષ્યની કલ્પનાના તરંગોમાં પણ રાચવા જેવું નથી. એવા લોકો લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. “સંસાર સાગરમાં તરવાની કળા પરમાત્માએ બતાવી છે. એ પોતે સંસાર સાગર તરીને ગયા છે. જે વ્યક્તિ શુદ્ધ શ્રદ્ધાથી સત્યની ઉપાસના કરે, સદાચારનું પાલન કરે એ પોતે તરી જાય, એ ક્યારેય સંસાર સાગરમાં ન ડૂબે. જીવનમાં શ્રદ્ધા રાખો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ અધ્યાત્મની ગંગા છે. ત્યાં જે સ્નાન કરે એ પરમાત્મા બને.” સાધનામાં પણ પહેલા સાહસ જોઈએ. એ પછી સમર્પણની ભાવના જોઈએ. તો જ સાધના ફળીભૂત બને. સમર્પણ વગર સાધના ફળીભૂત નહી બને. પરમાત્માના દર્શન કરીને તમારા વિચારોમાં પરમાત્મ ભાવ આવવો જોઈએ. અનંતકાળની સાધના નિષ્ફળ કેમ ગઈ એ અંગે ક્યારેક વિચાર કરો. પ્રયત્નો તમે ઘણા કરો છો પણ પૂર્ણતા નથી મળતી, વ્યાપાર કરો છો પણ નફો નથી મળતો. આવું જીવન ક્યાં સુધી ચલાવવાનું છે?' તમારામાં આવા વિચારોનો દુષ્કાળ ચાલે છે. તમે સ્વયંના આત્માની કિંમત સમજતા નથી. તમારી દૃષ્ટિએ પૈસાનું ઘણું મહત્વ છે. પુણ્યને લીધે તમે બધું પ્રાપ્ત કરો છો. પણ જો અચાનક શરીર તમને સાથ નહી આપે તો શું? અંદર રહેલા આત્મારામ બીજે ટ્રાન્સફર થઈ જશે તો શું? “શરીર બહુ વિશ્વાસઘાતી મિત્ર છે એ સમજી લેજો. સંગ્રહ કરવો હોય તો ધર્મનો જ કરવા જેવો છે. બહારના પદાર્થોનો સંગ્રહ કંઈ ઉપયોગી નહીં થાય.” શરીરમાં ભયાનક રોગો પેદા થશે અને કોઈ રોગનો ઇલાજ અહીં કરવો શક્ય નહીં હોય તો તો તમારૂ ગમે એટલું ધન હશે તો એ પણ ઓછું પડશે. ઉલ્ટાનું તમારી રાખ બાળવા પણ ઘી જોઈશે. એવા સંજોગોમાં શું કરશો? શરીર બચાવશો કે પૈસા? પૈસાથી પણ વધારે મૂલ્યવાન શરીર છે. એના મેનેજીંગ ડીરેક્ટર આત્મારામ છે. એ નહીં હોય તો એવા શરીરની કોઈ કિંમત નથી, એનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58