Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકાય છે. “આજે સંસ્કાર નથી ત્યાં બાળકો શું શીખશે અને કેવું ભણશે? અધ્યાત્મિક શિક્ષણ ક્યારે પ્રાપ્ત કરશે? જ્ઞાન તો એવું હોવું જોઈએ કે જે આત્માને અનુકૂળ હોય, કર્મોથી મુક્ત બનાવે, વાસના અને કષાયોના પંજામાંથી છોડાવે અને પરંપરાએ મોક્ષ અપાવે.” આજ સુધી એ દિશામાં તમે કોઈ રસ બતાવ્યો નથી. આત્મા બહુ ગહન વિષય છે. એને જાણવા માટે અધ્યયન, જીજ્ઞાસા અને સમર્પણભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ. અધ્યાત્મ ક્ષેત્રમાં કુતર્ક કરવાથી કંઈ નહી વળે. આત્માના વિષયમાં તમે ઘણા એવા કુતર્ક કરો છો જેનો કોઈ જવાબ હોતો નથી. આત્મા એ પરમ શક્તિમય ચેતના છે. એનો બહુ ટૂંકમાં પરિચય આપવો શક્ય નથી. આત્મામાં પ્રચંડ તાકાત છે, મહાન શક્તિ છે એમ દુનિયાના બધા દર્શન સ્વીકારે છે.” “આત્મામાં રહેલ કર્મ પણ કંઈ ઓછું નથી. એ કર્મ સત્તા બહુ બળવાન છે. વશિષ્ઠ મુનિએ શુભ મુહૂર્ત જોયા પછી રામચંદ્રજીના રાજ્યાભિષેક વખતે રાજા દશરથે રાણી કેકેયીને આપેલ વચન વચમાં આવે છે, અને જ્યાં રામચંદ્રજીના રાજ્યાભિષેકની શરણાઈઓ ગાજતી હતી, ત્યાં જ રામચંદ્રજીને વનવાસ જવાનો વારો આવે છે. કર્મ સત્તાની તાકાતનો કેવો પરચો?” “આત્મા સ્વયં કર્મનો અનુબંધ કરે છે, પરિભ્રમણ કરે છે, સુખ અને દુઃખ પણ આત્મા પોતે પ્રાપ્ત કરે છે અને મુક્તિ પણ આત્મા પોતે જ પ્રાપ્ત કરે છે.' હજ્જારો લોકો પુરૂષાર્થ કરે છે પણ કરોડપતિ કે ખરબોપતિ તો બહુ જૂજ લોકો થાય છે. દરેક જગ્યાએ કર્મ સત્તાનો સ્વીકાર કરવો પડે એમ છે. મહાવીરના કર્મનો સિદ્ધાંત ઇચ્છાથી કે અનિચ્છાથી પણ આખા જગતને માનવો પડે એમ છે. એમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી પણ પૂર્ણ સત્ય છે. દૂધ સાથે પાણીનો સંબંધ છે એ રીતે આત્માને કર્મ સાથે સંબંધ છે. કર્મ તમારી સાથે અનાદિકાળથી જોડાયેલું છે. આત્માની પ્રબળ શત્રુ કર્મ છે. કર્મનો પ્રબળ શત્રુ ધર્મ છે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર રહી શકતો નથી. આત્મા અનંત શક્તિમય છે. પરંતુ એમાં રહેલ કર્મ સૌથી મોટો શત્રુ છે.” મહા પ્રયત્ન માનો કે તમે અઢાઈ કરી નાંખો. પણ પારણાના દિવસે શું ૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58