Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકાતી નથી. આત્માની સ્થિતિ પણ એવી છે. એના કાર્ય દ્વારા એને ઓળખી શકાય છે, પણ એને જોઈ શકાતો નથી. આત્માને જાણવો એ તો બહુ દૂરની વાત છે. એનો અનુભવ કરી શકાય છે. ચર્મ ચક્ષુ એને જોવા માટે અસમર્થ છે. ભોગ, ઇચ્છા અને તૃષ્ણાનું બલિદાન આપશો તો આત્માની સ્થિતિ જાણી શકાશે.” રાગદ્વેષનું વિસર્જન કરીને, ગુણોની હારમાળાનું સર્જન કરો. ધર્મ ધ્યાન કરીને, સિદ્ધના જીવોનો આનંદ તમે આજે પણ લઈ શકો છો. દરેક કાર્યમાં ઇચ્છા બળવાન હોય છે. તમારી બનાવટી પ્રાર્થનાની કોઈ અસર નહીં થાય. સાધનામાં સંસાર સાથે ન આવે એવું કરો. માનસિક દરિદ્રતા દૂર કરીને આત્માના સમ્રાટ બનો. મારે કંઈ નથી જોઈતું એવી ભાવના રાખો. “અહિંસાના સંસકાર દઢ કરો. કદાચ ચક્રવતીનું પદ મળે, સંસારનો સમ્રાટ બની જઉં પણ હે ભગવાન, તારા શાસનથી વંચિત રહી જઉં એ ન ચાલે, એવી પ્રાર્થના ભગવાનને કરો. આવો અનુરાગ શાસન અને પરમાત્મા પ્રત્યે હોવો જોઈએ. કુમારપાળ મહારાજાએ સંસારમાં રહીને પણ ગણધર નામકર્મ ઉપાર્જન કરેલું. એ બધા વ્યસનોથી પૂરા હોવા છતાં, પણ આચાર્ય ભગવંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો એમને પરિચય થાય છે, એ સાથે જ એમનામાં મૌલિક પરિવર્તન આવે છે અને અંતે શાસન પ્રભાવક બને છે, અને જીવદયાનું અપૂર્વ પાલન કરાવે છે. એમનો ગુરૂ પ્રત્યે કેવો વિશિષ્ટ અનુરાગ? સત્યને સ્વીકારવું એ જૈન શાસનની વિશેષતા છે. જેના ભવરૂપી બીજ નાશ થઈ ગયા છે અને ગમે તે નામથી પોકારવામાં આવે તો કંઈ ફેર પડતું નથી એવા વિતરાગ સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર કરો. “વિચારમાં વૈરાગ્ય આવવો જોઈએ. કર્મવશ સંસારમાં રહેવું પડે. સંસારનો પ્રતિકાર કરવાની તાકાત ન હોય તો કર્મથી યુક્ત ન થાવ, એવું કામ કરો. આત્મામાં વેરાગ્ય પ્રસ્થાપિત કરો. પછી સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહી શકાશે. સંયમની સુગંધ એકવાર માણવા જેવી છે. તમે અનાદિકાળથી સંસારમાં રહ્યા છો એટલે તમને વિષય કષાયોમાં દુર્ગધ નહી પણ સુગંધ લાગે છે. વિષય કષાયોના નિમિત્ત વખતે જાગૃત થઈ જાવ છો અને સંયમની વાત આવે છે, ત્યારે બેભાન જેવા થઈ જાવ છો. “કષાયોથી મુક્ત થવા માટે અને પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પર્વાધિરાજ પર્યુષણ આવી રહ્યા છે. પર્વ જીવનમાં પ્રકાશ પાથરે છે, એક નવો જ સુંદર ૩૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58