Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્માને અર્પણ કરવાની હોય. પેટ માટે, આજીવિકા માટે કોઈને શરણે જવું પડે, પણ મનથી તો તમારી શ્રદ્ધા એક પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ. એક પરમાત્માના શબ્દ માટે પોતાનો પ્રાણ આપી દે એવા મહાન કવિ ગંગ આપણા દેશમાં પેદા થયા હતા. અશુદ્ધિથી ભરેલી શ્રદ્ધાને પહેલા શુદ્ધ કરો. મંદિરમાં તો ઘણી વખત જાવ છો પણ શ્રદ્ધાનું પૂર્ણ તત્ત્વ કેવું અને કેટલું છે એ વિચારો.” સત્ય બહુ કડવું હોય છે, એનો વર્તમાન પણ કટુ હોય છે. પણ વિપાકે સત્ય બહુ મીઠું હોય છે. એક ક્ષણ માટે વાસના કદાચ સુખ આપતી હશે, પણ અનંતકાળ માટે દુઃખ આપે છે. ધર્મીને ઘેર ધાડ એ કહેવત છે. હું કહું છું કે ચોર ક્યાં જશે? કોઈ ભિખારીને ઘેર તો નહીં જાય ને? અગ્નિ પરીક્ષા તો સીતાજીની અને દ્રોપદીની થઈ હતી, કોઈ વેશ્યાની નહીં. આજે આટલા વર્ષો પછી પણ એમને યાદ કર્યા વગર સાધુ સાધ્વીજી ભગવંતો ઉપાશ્રયની બહાર પગ પણ મૂકતા નથી, એ તમને ખબર નહીં હોય.' પરમાત્મા પણ સાડા બાર વર્ષ સુધી સમાધિમાં રહ્યા હતા. જે કંઈ પરિસ્થિતિ ઉદયમાં આવી એ સહન કરી હતી. “પ્રતિકારમાં સંઘર્ષ છે, સ્વીકારમાં શાંતિ છે.' “શ્રદ્ધા ક્યારેય ઉધાર મળતી નથી. એ સ્વયંમાંથી પ્રાપ્ત કરવી પડે છે.” તે પછી જ જીવન વિકાસનો રસ્તો મળી આવશે. પછી ક્રમે ક્રમ પૂર્ણ અવસ્થા સુધી પહોંચી શકશો. દર્શન તો રોજ મંદિરમાં કરો છો. અવિધિસર કરેલી ક્રિયા પણ ક્યારેક વિધિસર થઈ શકે છે. શુદ્ધ ભાવથી, નિષ્કામ ભાવથી અને પરોપકાર ભાવથી પરમાત્માને પ્રાર્થના કરો. સમ્યક દર્શન જીવન વિકાસનો આધાર છે. જગતમાં કોઈ વ્યક્તિ કોઈને કશું આપી શકતી નથી. બધે જ “કર્મની પ્રધાનતા છે. એનો નાશ ધર્મ વગર શક્ય નથી.” “ધર્મ ત્યારે જ ફળે કે જ્યારે તમારામાં સમ્યફ દર્શન હોય.” પુણ્યથી જ બધું પ્રાપ્ત થાય છે. પુણ્ય ઉપર પરમાત્માનો અધિકાર છે. પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે પરમાત્માની વાણી સાંભળવાથી જાણી શકાશે. ચિત્ત શુદ્ધિ, દાન, તપ વગેરે દ્વારા પુણ્ય બંધાય છે. આપણા પુણ્ય ઉપર પ્રથમ અધિકાર પરમાત્માનો છે. સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો, ‘આજના અનેક પ્રકારના આધુનિક મહાપાપમાંથી જીવનને બચાવી લો.” પુણ્યની પ્રાપ્તિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58