Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી બોરીજ, ગાંધીનગર. તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૪) અનંત ઉપકારી, અનંત જ્ઞાની, જિનેશ્વર પરમાત્માએ એમના અંત સમયે નિર્વાણ પહેલા જીવનનો પરિચય મૃત્યુના માધ્યમથી આપ્યો. વર્તમાન જીવન મૃત્યુના વર્તુળ ઉપર ઉપસ્થિત છે. જ્યારે મોત દરવાજો ખટખટાવશે એ કશું કહી શકાય એમ નથી. મરવું ન પડે એ કળા પરમાત્માએ પ્રવચન દ્વારા બતાવી છે. હંમેશ માટે મૃત્યુનું વિસર્જન થાય, મોતને મારીને મરીએ, સ્વયંના આત્માના માલિક બનીએ એવી ભાવના રાખો.” આ જન્મનો ક્યારે આરંભ થયો એ જ્ઞાનીઓએ પણ ખબર નથી. અનંત રહસ્યોથી ભરપૂર એવું આ જીવન છે. પરમાત્માના પ્રવચનનો પ્રકાશ જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે છે. આ જીવન ફરી મળે કે ના પણ મળે એવું બની શકે. માત્ર ફરી આવો ઉત્તમ માનવ ભવ અને ઉત્તમ કુળ મળે એવી આશા કરવાની છે. પરમાત્માએ અંતિમ સમયે એમના પ્રવચનમાં આત્માની પરમ શક્તિનો પરિચય આપ્યો છે. આ આત્માની અનંત શક્તિ છે. એની શક્તિની કોઈ સીમા નથી. એવા પ્રચંડ શક્તિમાન આત્મા વિષે આપણે અજાણ છીએ. સ્વયંના આત્માને હજુ સુધી જાણી શક્યા નથી.' તમે જે કંઈ જૂઓ છો એ આંખ, શરીર કે બાહ્ય દુનિયા અને બાહ્ય પદાર્થો એ બધું નાશવંત છે, ક્યારેક નાશ થવાનું છે. આ શરીર પણ અપેક્ષાએ ક્ષણિક છે. જે મકાનમાં તમે રહો છો એ પણ તમારૂ નથી. તમે ૨૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58