Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્માના અનુગ્રહનું પરિણામ છે. જીવન આમ ને આમ પૂરૂ ન થઈ જાય તે જોવું જોઈએ. તમારા વ્યાપારમાંથી પણ પુણ્ય ઉપાર્જન થાય, તમારી દરેક ક્રિયા આત્મા માટે ઉપયોગી બની જાય એવું કરો. પ્રવચન સાંભળીને પછી એના પર વિચાર કરીને છેવટે આચરણમાં લાવવા પ્રયત્ન કરો. ધાર્મિક કહેવડાવવું સહેલું છે પણ ધાર્મિક બનવું બહુ અઘરું છે. ધર્મ એમ કંઈ સસ્તો નથી. ધાર્મિક બનવા માટે ઘણી કસોટીમાંથી પસાર થવું પડે. તમારી અંદરમાં ધર્મ જન્મ્યો નથી અને ધર્મ માટે ઝઘડા કરો એવું ન બનવું જોઈએ. અંતઃકરણની શુદ્ધિ ધર્મને જન્મ આપે છે. આત્માની નિર્મળતામાં ધર્મનો વાસ છે. જ્ઞાનના પ્રકાશમાં ધર્મનું જ્ઞાન પ્રકાશિત થાય છે. જ્ઞાનમાં વિવેક હોવો જોઈએ. જ્ઞાનનો દુરૂપયોગ ન થવો જોઈએ. આજનું વિકૃત જ્ઞાન જીવનનો સર્વનાશ કરી રહ્યું છે. આજના વૈજ્ઞાનિકો આખી દુનિયાને સળગાવી દે એવી શોધો કરીને બેઠા છે. આગ ચાંપવાવાળો પણ શોધવા જવો પડશે એવી ભયાનક પરિસ્થિતિ આવવાની છે. “જ્ઞાન ઉપર વિવેકનું અનુશાસન હોવું જોઈએ. જ્ઞાનના પ્રકાશમાં આત્માનું અવલોકન કરો અને જગતને જાણો.” આજે તો શાળા અને કોલેજોમાં આવું કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. છતાં આજીવિકા માટે પણ એવું જ્ઞાન લેવું પડે છે જેને આત્મા સાથે કોઈ સંબંધ નથી. ઉલ્ટાનું જડ પદાર્થોને પ્રાપ્ત કરવા માટે રૂચિ પેદા કરે એવું જ્ઞાન આજે પીરસવામાં આવે છે. વળી વિચિત્રતા એ છે કે જ્ઞાન અપૂર્ણ છે, દુર્ગતિમાં લઈ જનાર છે એ તમને ખબર પડવી જોઈએ. એવા જ્ઞાનમાં કોઈ તથ્ય નથી. કબીર, શંકરાચાર્ય વગેરે મોટી મોટી હસ્તીઓએ કોઈ કોલેજમાં શિક્ષણ લીધું ન હતું. અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત જનમાનસમાં ઘૂસાડતા ગયા છે જે હજુ જીવંત છે. હિંદુસ્તાનમાં રહીને તમને બધી રીતે ભ્રષ્ટ કરી નાંખ્યા છે. આપણા પૂર્વજોએ આપણા દેશની આબોહવા અને ભૌગોલિક રીતે પણ બધું વિચારીને વેશભૂષા નક્કી કરી હતી જે બહુ સુંદર વ્યવસ્થા હતી. પરંતુ અંગ્રેજીયતને કારણે બધું બગડી ગયું છે અને વિકૃત થઈ ગયું છે.' બાળપણથી જ સારા ભાવો આવવા જોઈએ એવા પ્રકારનું શિક્ષણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58