Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા
નો જમાન
ફિલિયાઈ શી ઘસાયકસૂવિ
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજ્ય શ્રી ના આશીર્વાદ ગ્રહણ કરતા મહામહિમ શ્રી નવલકિશોરજી શમ રાજ્યપાલ (ગુજરાત)
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
જીવન યાત્રાનો રાજમાર્ગ (છ રવિવારીય પ્રવચન સારાંશ)
પ્રભાવક પ્રવચનકાર યુગદ્રષ્ટા રાષ્ટ્રસંત આચાર્યદેવેશી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા
પ્રકાશક વિશ્વમૈત્રીધામ જૈન તીર્થ, બોરીજ-ગાંધીનગર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા -ગાંધીનગર
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન યાત્રાનો રાજમાર્ગ
સંપાદન-સંકલન મુનિ પધરત્નસાગરજી
પ્રસ્તુતકૃતિના પ્રેરક - પૂજ્ય મુનિશ્રી પ્રશાંતસાગરજી,
પૂજ્ય મુનિશ્રી પુનિતપઘસાગરજી.
પ્રથમ
મૂલ્ય
અવતરણકાર : શ્રી ચૈતન્યભાઈ પરીખ (ગાંધીનગર) આવૃત્તિ પ્રતિ : ૩૦૦૦ વિર સં. : ૨૫૩૨ વિ. સં. : ૨૦૧૨ ઈ. સન્ : ૨૦૦૫
: ૧૨.૦૦ સૌજન્ય રાજનગર નિવાસી શ્રી નવિનચન્દ્ર જગાભાઈ શાહ પરિવાર
હસ્તે પરમ ગુરુભક્ત શ્રી મુકેશભાઈ નવિનચન્દ્ર શાહ પ્રાપ્તિ સ્થાન : (૧) વિશ્વમૈત્રીધામ, જૈનતીર્થ, બોરીજ - ગાંધીનગર
ફોન નં. (૦૭૯) પપ૭ર૭૧૮૧, ૨૩૨૪૩૧૮૦ (૨) શ્રુતસરિતા (બુકસ્ટોલ)
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા - ૩૮૨૦૦૯ ફોન નં. ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨પર
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bછીય... પ્રવચન અર્થાત્ પ્રકૃષ્ટ વચન-શ્રેષ્ઠ વચન-આત્મહિતકારી વચન. વિષય અને કષાયને ઉપશાન્ત કરનારા પ્રવચનો સાંભળવાનો પ્રસંગ દુર્લભ છે. એમાં, સંયમી અને પ્રભાવક આચાર્યદેવ શ્રી પાસાગરસૂરીશ્વરજીના શ્રીમુખે પ્રવચનો સાંભળવાનું સૌભાગ્ય અતિશય દુર્લભ છે.
પૂજ્યપાદ આચાર્ય દેવેશશ્રી જેટલી સહજતા અને સ્વાભાવિકતાથી વિશાળ જનમેદનીમાં પ્રવચન કરી શકે છે, તેમ અલ્પ શ્રોતાઓની સભામાં પણ તેટલી જ સહજતા અને સ્વાભાવિકતાથી પ્રવચન કરી શકે છે. જે તેઓશ્રીની આગવી વિશેષતા છે.
પ્રભાવક પ્રવચનકાર અને દૃષ્ટાન્તોંના માધ્યમથી તત્વગંગામાં સ્નાન કરાવનાર આચાર્ય દેવેશથીની રવિવારીય પ્રવચનોનું આયોજન રાજનગર નિવાસી શ્રીનવિનચન્દ્ર જગાભાઈ શાહ પરિવારના સૌજન્યથી વિશ્વમૈત્રીધામ, બોરીજ ગાંધીનગરમાં થયું. ૩૫૦૦ થી પ000 જેટલા શ્રોતાઓએ શ્રદ્ધા અને સમર્પણભાવથી પ્રવચન પાન દ્વારા પરમતૃપ્તિનો અનુભવ કર્યો હતો.
સંયોજન પૂજ્યપાદશ્રીના અન્તવાસી મુનિરાજશ્રી પદ્મરત્નસાગરજી મ. સા. એ બહુજનહિતાય - બહુજયસુખાયની ભાવનાથી કર્યું છે. એજ પ્રવચનોના કેટલાક અંશનું આલેખન ગાંધીનગર નિવાસી શ્રી ચૈતન્યભાઈ પરીખે સ્વાધ્યાય માટે કર્યું.
પ્રસ્તુત પુસ્તકનું કંપોઝ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા સ્થિત શ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિરના કપ્યુટર વિભાગમાં થયેલ છે તે પણ અહિં સ્મરણીય છે.
પ્રાન્ત આ પ્રવચનોના સથવારે વિષય અને કષાયના ઉપશાન્ત દ્વારા પરમપદના ભોક્તા બનીએ.
એ જ મંગલ કામના.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
:
છે.
પૂજ્યપાદ શ્રુતસમુદ્ધારક વરમ વાગીશ ગુરુદેવ શ્રી પધસાગરસુરીશારજી મ. સા.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫
શ્રી મહાવીર સ્વામીને નમઃ
જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૧)
For Private And Personal Use Only
,
‘અનંત ઉપકારી, અનંત જ્ઞાની, પરમ કૃપાળુ જીનેશ્વર પરમાત્માએ જગતના સર્વ આત્માઓના કલ્યાણ માટે, ધર્મ દેશના દ્વારા આ જગત ઉપર સૌથી મહાન ઉપકાર કર્યો છે. પરમાત્માએ પ્રવચન ન આપ્યું હોત તો આપણે સૌ અંધકારમાં ભટકતા હોત. પ્રવચન દ્વારા પ્રવૃત્તિ કેળવાય છે, પ્રવચન જીવનમાં પરિવર્તન લાવી શકે છે, મુશ્કેલીમાં માર્ગદર્શન આપી શકે છે અને પરંપરાએ પ્રવચન પૂર્ણતા પ્રદાન કરે છે.’ ‘પરમાત્માની વાણીમાં સંપૂર્ણ જગતનું હિત સચવાયેલું છે. જીવનનું સંપૂર્ણ જ્ઞાન, પરમાત્માની વાણી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, પરમાત્માની વાણીમાં જ સરસ્વતીનો વાસ છે. પરમાત્માની વાણી સાંભળવી એ પણ પુણ્યનું કામ છે. ૫૨માત્માની વાણીથી એક પ્રકારની તૃપ્તિ પ્રાપ્ત થાય છે. ભાવપૂર્વક સાંભળવામાં આવે તો શ્રવણ પણ એક સાધના છે. એનાથી ભવની પરંપરાઓ ઉપર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. પરમાત્માની વાણીનો શબ્દ પ્રહાર તમારી અંતર ચેતનાને જગાડે છે. તમારા ભાવોમાં જાગૃતિ લાવો. એનાથી આત્મા પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સમર્થ બનશે.’ ‘જીવન વિકાસનો રાજમાર્ગ જાણવા જેવો છે. વર્તમાન જીવન તો વિનાશ તરફ જઈ રહ્યું છે. બહારના બધા પદાર્થો પ્રાપ્ત કરી લેવાની તમારી વૃત્તિ પતનનું દ્વાર છે. આ જીવન જગત પ્રાપ્ત કરવા માટે નહી, પણ સ્વયંને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે એ સમજી લેવા જેવું છે. સ્વ અને પરનો ભેદ પારખો. એ નહી ખબર પડે ત્યાં સુધી બધું નિષ્ફળ જશે. બધી સાધના પ્રાયઃ દૂષિત બની ચૂકી
૧
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. વિચારોનું પ્રદૂષણ તમારા આત્માનો સર્વનાશ કરે છે. પરમાત્માની પ્રાર્થનામાં કરવામાં પણ દરિદ્રતા દેખાય છે. સંસારમાંથી શૂન્ય કેવી રીતે બનાય તે અંગે વિચારો. પરમાત્માને પ્રાર્થના કરતી વખતે માત્ર પરમાત્મા જ દેખાવા જોઈએ. એના દ્વારા સ્વયંના આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવી એ તમારૂ લક્ષ હોવું જોઈએ.” “જીવનમાં કરેલી સાધના અને તપશ્ચર્યા નિષ્ફળ ન જાય તે માટે જાગૃત બનો. પ્રવચનો ફક્ત સાંભળવા માટે નહી, આચરણ માટે છે. સાંભળ્યું તો અત્યાર સુધી ઘણું બધું, પણ જીવનમાં આચરણથી શૂન્ય રહ્યા છીએ. તમે શું જાણો છો એ નહીં પણ શું કરો છો એ બહુ મહત્વનું છે તમારી સામાયિક પણ એવી હોવી જોઈએ કે, દુશમન પણ મિત્ર બની જાય. ભૂતકાળમાં આવી ઘટનાઓ બનેલી છે. પરિવાર પ્રેમનું મંદિર બની જાય, વ્યાપાર પણ ધર્મનો વ્યાપાર બની જાય, પ્રમાણિકતા એ પરમાત્મા સુધી પહોંચવાનું સાધન બની જાય એવું થવું જોઈએ.” “જિનમંદિરમાં દર્શન કર્યા પછી બધા આત્મામાં પરમાત્મા નજરે ચડવા જોઈએ, તો જ એ દર્શન કર્યા સફળ થયા કહેવાય. દર્શન કર્યા પછી નેત્રનો વિકાર નાશ પામવો જોઈએ. પરમાત્માએ જે કહ્યું છે તે જ સંપૂર્ણ જ્ઞાન છે એવી શ્રદ્ધા કેળવો. હું જે કહું છું એ કિંમતી માલ તો બધો પરમાત્માનો છે, ફક્ત શબ્દોનું પેકીંગ મારું છે. આજ-કાલ લોકો માલ નહી પણ પેકીંગને વધારે મહત્વ આપે છે. ક્યા રસ્તે આપણે ચાલવું જોઈએ એનો આજે પ્રારંભ થાય છે.” “ઉમાસ્વાતિ મહારાજ દસ પૂર્વના જ્ઞાતા હતા. એ મહાપુરૂષે શાસ્ત્રોનું દોહન કરીને આપણને સમજાવ્યું છે કે જીવન વિકાસનો એક જ રાજમાર્ગ છે – સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. ખરેખર એ જ મેળવવા જેવું છે. મોક્ષનું જન્મસ્થાન સમ્યક દર્શન છે. જીવનના વિકાસની આધાર શિલા સમ્યક દર્શન છે. અંતરથી શુદ્ધ થયા વગર સાધનામાં પ્રવેશ નથી મળતો. માટે પહેલા શુદ્ધ બનવા માટે પ્રયત્ન કરો. સમ્યક દર્શન દ્વારા શુદ્ધ બનો.” “જીવનમાંથી અંધશ્રદ્ધા દૂર કરો. જેમાં કોઈ તથ્ય કે સત્ય નથી એવી વાતો ઉપર વિશ્વાસ ન કરો. અંધશ્રદ્ધા ઉપર પરમાત્માએ સૌથી પહેલો પ્રહાર કર્યો છે. પરમાત્માએ કહેલી વાતો સાચી જ છે એમ સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા કેળવો. પૂર્ણ વિશ્વાસપૂર્વક પરમાત્માના શબ્દો ગ્રહણ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો.'
એમાં બહુ તાકાત છે. મરૂદેવી માતાએ એવી પૂર્ણતા પ્રાપ્ત કરી હતી કે, તે સૌથી પહેલા મોક્ષે ગયા છે. ભગવાન પ્રત્યે એમને અતૂટ શ્રદ્ધા હતી. સમ્રાટ શ્રેણિક પણ એનો બીજો દાખલો છે. એ એમના જીવનમાં માંસાહારી અને દુરાચારી હતા, ક્યારેય પ્રતિક્રમણ કર્યું ન હતું, અવિરતિનો પ્રબળ ઉદય હતો. પણ સમ્યક દર્શનનો ચમત્કાર એવો થયો કે, તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. એ જ રીતે કુમારપાળ મહારાજા પણ જીવનના પચાસ વર્ષ સુધી અંધકારમાં ગયા હતા, જીવન દુરાચારથી ભરેલું હતું. પણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પુણ્ય છાયા મળી, એમના આશીર્વાદ મળ્યા અને પરમ શ્રાવક બન્યા, ખૂબ પ્રમાણિકતાથી આરાધના કરી અને ભાવિ ગણધર નામકર્મ ઉપાર્જન કર્યું. આ બધો પુણ્ય પ્રભાવ સમ્યક દર્શનનો છે. સમ્યક દર્શન એ કંઈ સામાન્ય વસ્તુ નથી. તમારા વિચારો પરમાત્મા સાથે કેન્દ્રિત કરો. વાતાવરણમાં રહેલા પરમાણુંની બહુ તાકાત છે. વિવેકનું નિયંત્રણ અપનાવો. તમારા વિચારો પરમાત્માને ચરણે અર્પણ કરો, પછી સાધનામાં પ્રવેશ કરો. આજ સુધી ઘણી જગ્યાએ ધર્મના નામે ભટકતા રહ્યા છો, ધર્મને બજારમાં અને સડકો ઉપર શોધતા આવ્યા છો, એ બધું હવે બંધ કરો. સ્વયંને શોધો તો બધું પ્રાપ્ત થઈ જશે. તમે જ્યાં ને ત્યાં ધર્મ શોધો છો એ તમને મતિભ્રમ થયો છે, એમ સૂચવે છે. દ્વિધામાં રહેશો તો રામ કે રહીમ એકેય નહી મળે. શ્રદ્ધાનું કેન્દ્રીકરણ કરો. અંધશ્રદ્ધાથી જીવનને મુક્ત કરો. પરને પ્રાપ્ત કરવાની લાલસામાંથી છૂટો. શબ્દજાળ એવી છે કે, મોટેભાગે દરેક વ્યક્તિ ભ્રમણામાં છે. સત્ય અસત્ય સમજવાનો પ્રયત્ન કરતા નથી, અને જ્યાં જાવ ત્યાં ખૂપી જાવ છો. “શાસ્ત્રકારોએ માથાને ઉત્તમ અંગ માન્યું છે. બધી જગ્યાએ એ ઝૂકવું ન જોઈએ. પણ જ્યાં ઝૂકે ત્યાં પૂર્ણ વફાદારી દાખવવી જોઈએ. એક પરમાત્માને છોડીને બીજાને યાદ કરે એ પોતાના આત્માને ઠગી રહ્યા છે, એમ કહેવું પડે. એવી વ્યક્તિને પરમાત્મા પ્રાપ્ત ન થાય. પીર ફકીરો પાસે ભિખારી થઈને યાચના કરો છો એ યોગ્ય નથી. એવા લોકો માથે કર્મનો કચરો લઈને જાય છે. શ્રદ્ધા તો એક
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને અર્પણ કરવાની હોય. પેટ માટે, આજીવિકા માટે કોઈને શરણે જવું પડે, પણ મનથી તો તમારી શ્રદ્ધા એક પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ. એક પરમાત્માના શબ્દ માટે પોતાનો પ્રાણ આપી દે એવા મહાન કવિ ગંગ આપણા દેશમાં પેદા થયા હતા. અશુદ્ધિથી ભરેલી શ્રદ્ધાને પહેલા શુદ્ધ કરો. મંદિરમાં તો ઘણી વખત જાવ છો પણ શ્રદ્ધાનું પૂર્ણ તત્ત્વ કેવું અને કેટલું છે એ વિચારો.” સત્ય બહુ કડવું હોય છે, એનો વર્તમાન પણ કટુ હોય છે. પણ વિપાકે સત્ય બહુ મીઠું હોય છે. એક ક્ષણ માટે વાસના કદાચ સુખ આપતી હશે, પણ અનંતકાળ માટે દુઃખ આપે છે. ધર્મીને ઘેર ધાડ એ કહેવત છે. હું કહું છું કે ચોર ક્યાં જશે? કોઈ ભિખારીને ઘેર તો નહીં જાય ને? અગ્નિ પરીક્ષા તો સીતાજીની અને દ્રોપદીની થઈ હતી, કોઈ વેશ્યાની નહીં. આજે આટલા વર્ષો પછી પણ એમને યાદ કર્યા વગર સાધુ સાધ્વીજી ભગવંતો ઉપાશ્રયની બહાર પગ પણ મૂકતા નથી, એ તમને ખબર નહીં હોય.'
પરમાત્મા પણ સાડા બાર વર્ષ સુધી સમાધિમાં રહ્યા હતા. જે કંઈ પરિસ્થિતિ ઉદયમાં આવી એ સહન કરી હતી. “પ્રતિકારમાં સંઘર્ષ છે, સ્વીકારમાં શાંતિ છે.' “શ્રદ્ધા ક્યારેય ઉધાર મળતી નથી. એ સ્વયંમાંથી પ્રાપ્ત કરવી પડે છે.” તે પછી જ જીવન વિકાસનો રસ્તો મળી આવશે. પછી ક્રમે ક્રમ પૂર્ણ અવસ્થા સુધી પહોંચી શકશો. દર્શન તો રોજ મંદિરમાં કરો છો.
અવિધિસર કરેલી ક્રિયા પણ ક્યારેક વિધિસર થઈ શકે છે. શુદ્ધ ભાવથી, નિષ્કામ ભાવથી અને પરોપકાર ભાવથી પરમાત્માને પ્રાર્થના કરો. સમ્યક દર્શન જીવન વિકાસનો આધાર છે. જગતમાં કોઈ વ્યક્તિ કોઈને કશું આપી શકતી નથી. બધે જ “કર્મની પ્રધાનતા છે. એનો નાશ ધર્મ વગર શક્ય નથી.” “ધર્મ ત્યારે જ ફળે કે જ્યારે તમારામાં સમ્યફ દર્શન હોય.” પુણ્યથી જ બધું પ્રાપ્ત થાય છે. પુણ્ય ઉપર પરમાત્માનો અધિકાર છે. પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય તે પરમાત્માની વાણી સાંભળવાથી જાણી શકાશે. ચિત્ત શુદ્ધિ, દાન, તપ વગેરે દ્વારા પુણ્ય બંધાય છે. આપણા પુણ્ય ઉપર પ્રથમ અધિકાર પરમાત્માનો છે. સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો, ‘આજના અનેક પ્રકારના આધુનિક મહાપાપમાંથી જીવનને બચાવી લો.” પુણ્યની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માના અનુગ્રહનું પરિણામ છે. જીવન આમ ને આમ પૂરૂ ન થઈ જાય તે જોવું જોઈએ. તમારા વ્યાપારમાંથી પણ પુણ્ય ઉપાર્જન થાય, તમારી દરેક ક્રિયા આત્મા માટે ઉપયોગી બની જાય એવું કરો. પ્રવચન સાંભળીને પછી એના પર વિચાર કરીને છેવટે આચરણમાં લાવવા પ્રયત્ન કરો. ધાર્મિક કહેવડાવવું સહેલું છે પણ ધાર્મિક બનવું બહુ અઘરું છે. ધર્મ એમ કંઈ સસ્તો નથી. ધાર્મિક બનવા માટે ઘણી કસોટીમાંથી પસાર થવું પડે. તમારી અંદરમાં ધર્મ જન્મ્યો નથી અને ધર્મ માટે ઝઘડા કરો એવું ન બનવું જોઈએ. અંતઃકરણની શુદ્ધિ ધર્મને જન્મ આપે છે. આત્માની નિર્મળતામાં ધર્મનો વાસ છે. જ્ઞાનના પ્રકાશમાં ધર્મનું જ્ઞાન પ્રકાશિત થાય છે. જ્ઞાનમાં વિવેક હોવો જોઈએ. જ્ઞાનનો દુરૂપયોગ ન થવો જોઈએ. આજનું વિકૃત જ્ઞાન જીવનનો સર્વનાશ કરી રહ્યું છે. આજના વૈજ્ઞાનિકો આખી દુનિયાને સળગાવી દે એવી શોધો કરીને બેઠા છે. આગ ચાંપવાવાળો પણ શોધવા જવો પડશે એવી ભયાનક પરિસ્થિતિ આવવાની છે. “જ્ઞાન ઉપર વિવેકનું અનુશાસન હોવું જોઈએ. જ્ઞાનના પ્રકાશમાં આત્માનું અવલોકન કરો અને જગતને જાણો.” આજે તો શાળા અને કોલેજોમાં આવું કોઈ જ્ઞાન આપવામાં આવતું નથી. છતાં આજીવિકા માટે પણ એવું જ્ઞાન લેવું પડે છે જેને આત્મા સાથે કોઈ સંબંધ નથી. ઉલ્ટાનું જડ પદાર્થોને પ્રાપ્ત કરવા માટે રૂચિ પેદા કરે એવું જ્ઞાન આજે પીરસવામાં આવે છે. વળી વિચિત્રતા એ છે કે જ્ઞાન અપૂર્ણ છે, દુર્ગતિમાં લઈ જનાર છે એ તમને ખબર પડવી જોઈએ. એવા જ્ઞાનમાં કોઈ તથ્ય નથી. કબીર, શંકરાચાર્ય વગેરે મોટી મોટી હસ્તીઓએ કોઈ કોલેજમાં શિક્ષણ લીધું ન હતું.
અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત જનમાનસમાં ઘૂસાડતા ગયા છે જે હજુ જીવંત છે. હિંદુસ્તાનમાં રહીને તમને બધી રીતે ભ્રષ્ટ કરી નાંખ્યા છે. આપણા પૂર્વજોએ આપણા દેશની આબોહવા અને ભૌગોલિક રીતે પણ બધું વિચારીને વેશભૂષા નક્કી કરી હતી જે બહુ સુંદર વ્યવસ્થા હતી. પરંતુ અંગ્રેજીયતને કારણે બધું બગડી ગયું છે અને વિકૃત થઈ ગયું છે.'
બાળપણથી જ સારા ભાવો આવવા જોઈએ એવા પ્રકારનું શિક્ષણ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજની શાળા કોલેજોમાં અપાતું નથી. ચારિત્રવાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચો અને જાણો તો સારા ભાવો પેદા થઈ શકે. આજે તો સરસ્વતીના ઘરમાં જ અંધકાર પ્રવર્તે છે. બાળકો ભણે છે પણ સાચો વિકાસ ક્યાં છે? જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સમ્યક્દર્શન હશે ત્યાં ચારિત્ર સુરક્ષિત રીતે સચવાઈ રહેશે અને જીવનમાં ક્યારેય દુરાચાર પ્રવેશ નહીં કરે.’ હોટેલ, સિનેમા અને ઇન્ટરનેટ જેવા આધુનિક વ્યસનોમાં આજનું યુવાધન લૂંટાઈ રહ્યું છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની ભાવના આજે લુપ્ત થતી જાય છે. યુવાનોને જોઈને સાધુને દયા આવે છે કે એમને ઘેર ખાવા મળતું હશે કે નહીં? જાણે સાક્ષાત સુદામા જોઈ લો. ‘શાસ્ત્રકાર ભગવંતોએ ચારિત્રને હીરાની ઉપમા આપી છે.’ બ્રહ્મચર્ય એ બધા વ્રતોનો રાજા છે. એ જો ન હોય તો જીવનમાં કંઈ ઓજ નહી રહે કે સત્વ નહીં દેખાય. સાધુ પણ ગોચરીએ નીકળે કે એ સિવાય પણ સંજોગવશાત કોઈ એની પાસે દેહસુખની માંગણી કરે કે
એવા કોઈ વિકટ સંજોગોમાં મૂકાવું પડે તો સાધુ એની પાસે રહેલી ત૨૫ણીની દોરીથી જીવન ટૂંકાવી નાંખે પણ બ્રહ્મચર્ય ખંડિત ન થવા દે એવા દાખલા ભૂતકાળમાં બનેલા છે. સાધુ જીવનમાં પણ ક્યારેક કોઈ દોષ સેવન થઈ જાય તો શુદ્ધિનો ઉપાય છે. પણ બ્રહ્મચર્ય વ્રતના ભંગનો કોઈ ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યો નથી. પ્રાણના ભોગે પણ બ્રહ્મચર્યનું પાલન કરો. એવો સંયમ તમારામાં પણ આવે એવી ભાવના રાખો. દરેક ક્ષણે મોત તરફ આગળ વધી રહ્યા છો એ વિચારીને પણ કુટેવો, વ્યસનો છોડવા જેવા છે. જરા સરખો પણ વિકાર પેદા થતાં આંખે મરચાંની ભૂકીની પોટલી બનાવી એક કલાક માટે નરેન્દ્રએ (સ્વામી વિવેકાનંદે) બાંધી દીધી હતી. પોતાની માતાના આગ્રહ છતાં પણ એ પોટલી ખોલી ન હતી અને સ્વેચ્છાએ આ રીતે દંડ સ્વીકાર્યો હતો. યુનોની મહાસભામાં આખા અમેરિકાને ધ્રુજાવી દે એવું દેશદાઝ ભરેલું વ્યાખ્યાન એમણે આપ્યું હતું. એવા એ મહાપુરૂષ હતા. આજે ક્યાં છે આવા નરેન્દ્રો? બ્રહ્મચર્યનું પાલન કરે એવા આત્માઓને વંદન કરો.
‘પરમાત્માના શાસનમાં રહેવાવાળી કોઈ વ્યક્તિ દુર્ગતિમાં ન જવી જોઈએ.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ માટે પહેલા સત્વ પેદા કરો. જ્યાં દર્શન ત્યાં જ્ઞાન, અને જ્યાં દર્શને ને જ્ઞાન ત્યાં ચારિત્ર સુરક્ષિત જ રહે.'
આ જીવન સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે મળ્યું છે, એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે. અહીંથી જ આરાધના શરૂ કરવાની છે. આચરણ શુદ્ધ કરો, વ્યસનથી મુક્ત થાવ, દૃષ્ટિથી શુદ્ધ બનો, પરસ્ત્રીને માતૃભાવે આ. મા શબ્દમાં જે તાકાત અને પ્રેમ નીતરે છે એ "મમ્મી" માં નહી મળે.” માને ભારતીય સંસ્કૃતિમાં બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
‘દર્શન, જ્ઞાન અને ચારિત્ર પૂર્ણ રૂપે તમારામાં આવી જાય તો આત્મા પરમાત્મા બની શકે છે. જગતનું મૂલ્યાંકન કરો છો એને બદલે જાતનું મૂલ્યાંકન કરો.”
Noen
પૂજ્ય આચાર્યશ્રીના સદ્ધપદેશથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ પાવાપુરીના સર્વ વર્ણના લોકો દ્વારા માંસ-મદિરાનો સંપૂર્ણ ત્યાગ અને જલમંદિરમાં માછલી પકડવા ઉપર હંમેશ માટેનો ત્યાગ તથા જલમંદિરની પવિત્રતા બનાવી
રાખવાનો નિષ્ઠાપૂર્વકનો શુભ સંકલ્પ.
જOSTS
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્ધસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૨) અનંત જ્ઞાની, અનંત ઉપકારી જિનેશ્વર પરમાત્માએ પ્રવચન દ્વારા આ જગત ઉપર ઉપકારની વર્ષા કરી છે. શબ્દના પ્રહાર દ્વારા એ આંતર ચેતનાને જગાડવા માંગે છે.
જાગૃતિમાં જ જીવનની પૂર્ણતા છે. પ્રમાદ એ મૃત્યુનો પર્યાયવાચી શબ્દ છે. જાગૃતિમાં સ્વયંનું અવલોકન કરવાનું છે, જોવાનું છે અને વાંચવાનું છે. હું કોણ છું? ક્યાં છું? ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે?”
એ વિચારો અને ભવિષ્ય ઉપર નજર રાખો. ભવિષ્યનો આધાર તમારા વિચારો છે એ જો તમને સમજાઈ જાય અને આવનાર ભવિષ્યનો નિર્ણય કરો કે ક્યાં જવાનું છે? વિચારોનું શુદ્ધિકરણ શ્રદ્ધાને દઢ કરે છે. પરમાત્માના વિચારોને તમારા આચરણ દ્વારા પ્રગટ કરવાનો પ્રયત્ન કરો. એકવાર ધર્મમાં પ્રવેશ કરો તો ક્યારેક તો સફળતા મળશે જ.
ધર્મ ક્ષેત્રમાં બીજના ચંદ્રમાંની જેમ પ્રવેશ કરો તો પૂનમના ચંદ્ર જેવી પૂર્ણતા પ્રાપ્ત થશે. હજુ સુધી એ દિશામાં તમે પ્રયત્ન કર્યો નથી, બહાર ને બહાર ભટકતા રહ્યા છો, લક્ષ નિશ્ચિત નથી થયું. અહીંથી મરીને ક્યાં જવાનું છે એ અંગે તમે કદી વિચાર કર્યો નથી. તરે છે એ જ કિનારો પ્રાપ્ત કરી શકે છે.” “જ્ઞાનીઓ કહે છે કે ભૂતકાળની વાતો વાગોળવાનો કે ભૂતકાળની ઉંડાઈમાં જવાનો કોઈ અર્થ નથી, એનાથી કંઈ નહીં વળે. વિચારોના ઉત્પાદનમાં પણ વિવેકનું નિયંત્રણ જોઈએ. આત્માના ગુણોને પુષ્ટ કરે એવા વિચારો
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરો. વિચારોનું મૂલ્ય સાચા અર્થમાં સમજો. વેચારિક દૃષ્ટિએ દરિદ્ર ન બનો,”
ભૂતકાળની વાતોમાં ડૂબી ન જાવ. ભવિષ્યની કલ્પનાના તરંગોમાં પણ રાચવા જેવું નથી. એવા લોકો લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી.
“સંસાર સાગરમાં તરવાની કળા પરમાત્માએ બતાવી છે. એ પોતે સંસાર સાગર તરીને ગયા છે. જે વ્યક્તિ શુદ્ધ શ્રદ્ધાથી સત્યની ઉપાસના કરે, સદાચારનું પાલન કરે એ પોતે તરી જાય, એ ક્યારેય સંસાર સાગરમાં ન ડૂબે. જીવનમાં શ્રદ્ધા રાખો. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ અધ્યાત્મની ગંગા છે. ત્યાં જે સ્નાન કરે એ પરમાત્મા બને.”
સાધનામાં પણ પહેલા સાહસ જોઈએ. એ પછી સમર્પણની ભાવના જોઈએ. તો જ સાધના ફળીભૂત બને. સમર્પણ વગર સાધના ફળીભૂત નહી બને.
પરમાત્માના દર્શન કરીને તમારા વિચારોમાં પરમાત્મ ભાવ આવવો જોઈએ. અનંતકાળની સાધના નિષ્ફળ કેમ ગઈ એ અંગે ક્યારેક વિચાર કરો. પ્રયત્નો તમે ઘણા કરો છો પણ પૂર્ણતા નથી મળતી, વ્યાપાર કરો છો પણ નફો નથી મળતો. આવું જીવન ક્યાં સુધી ચલાવવાનું છે?'
તમારામાં આવા વિચારોનો દુષ્કાળ ચાલે છે. તમે સ્વયંના આત્માની કિંમત સમજતા નથી. તમારી દૃષ્ટિએ પૈસાનું ઘણું મહત્વ છે. પુણ્યને લીધે તમે બધું પ્રાપ્ત કરો છો. પણ જો અચાનક શરીર તમને સાથ નહી આપે તો શું? અંદર રહેલા
આત્મારામ બીજે ટ્રાન્સફર થઈ જશે તો શું? “શરીર બહુ વિશ્વાસઘાતી મિત્ર છે એ સમજી લેજો. સંગ્રહ કરવો હોય તો ધર્મનો જ કરવા જેવો છે. બહારના પદાર્થોનો સંગ્રહ કંઈ ઉપયોગી નહીં થાય.” શરીરમાં ભયાનક રોગો પેદા થશે અને કોઈ રોગનો ઇલાજ અહીં કરવો શક્ય નહીં હોય તો તો તમારૂ ગમે એટલું ધન હશે તો એ પણ ઓછું પડશે. ઉલ્ટાનું તમારી રાખ બાળવા પણ ઘી જોઈશે. એવા સંજોગોમાં શું કરશો? શરીર બચાવશો કે પૈસા? પૈસાથી પણ વધારે મૂલ્યવાન શરીર છે. એના મેનેજીંગ ડીરેક્ટર આત્મારામ છે. એ નહીં હોય તો એવા શરીરની કોઈ કિંમત નથી, એનું
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસર્જન કરવા માટે પણ પૈસા જોઈશે. આત્મારામ જતા રહેશે તો ઘરવાળા પણ શરીરને રાખવા તૈયાર નહીં થાય. પશુ તો મરીને પોતાના હાડકા, માંસ, ચામડું ઘણું બધું આપીને જાય છે. તમે તો ઘરવાળાને પણ રોવડાવીને જાવ છો.
ધર્મનું પ્રાણ તત્વ શું છે એ વિચારો. ધર્મ ક્યાં પેદા થાય છે અને ક્યાં રહે છે? ધર્મની વૃદ્ધિ કેવી રીતે થાય છે. ધર્મને જીવનમાં વ્યાપક કેવી રીતે બનાવી શકાય. ધર્મની સ્થાપના જીવનમાં કેવી રીતે થાય? ધર્મની પૂર્ણ સ્થિરતા કેવી રીતે થાય? ધર્મનો નાશ કેવી રીતે થાય? આવા બધા પ્રશ્નો અંગે કદી વિચાર કર્યો છે?”
આવા વિચારોને મહેમાન નહીં, માલિક બનાવા. એના ઉપર વિચારો અને અને અમલમાં લાવો તો પુણ્યનો લાભ મળશે. “સત્યમાંથી ધર્મ ઉત્પન્ન થાય છે. જ્યાં સત્ય છે ત્યાં શ્રદ્ધા છે. પરમાત્માના વચનામાં પરમ તત્ત્વ સમાયેલું છે. માટે “પરમાત્માના વચનોને નિઃશંક બનીને સ્વીકાર કરો. પરમાત્માના તત્ત્વોને સમજવાનો તમારો ક્ષયોપશમ નથી પણ શ્રદ્ધાપૂર્વક એને પરમ સત્ય તરીકે સ્વીકારો. આ જ પરમ સમ્યક દર્શન છે, એને અલગ અલગ દષ્ટિકોણથી સ્વીકારો એ સમ્યક જ્ઞાન છે અને એને જીવનમાં આચરણમાં લાવો તો એ સમ્યક ચારિત્ર છે. આખી રત્નત્રયીની આરાધના સત્યની ઉપાસના દ્વારા થાય છે. પૈસાથી નહીં. આચરણથી સત્યનો પ્રયોગ થવો જોઈએ.
સત્ય જ પરમાત્મા સુધી પહોંચવાનો રાજમાર્ગ છે.' સત્ય જ પરમાત્મા છે, પ્રકાશ છે, પૂર્ણતા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે.” અંધવિશ્વાસ અને ખોટી માન્યતાઓ હોય તો દૂર કરો. એકવાર “સમ્યફ શ્રદ્ધા અને સમ્યફ દર્શન આવી જાય તો પછી એ વ્યક્તિ ક્યાંય ઠોકર નહીં ખાય. સંસાર પણ એને માટે મંદિર બની જશે. સત્ય જીવનનું ચોકીદાર છે, એ પાપને પ્રવેશવા નહીં દે. “સત્યનું વર્તમાન બહુ કઠોર હોય છે પણ સ્વભાવથી બહુ સુંદર હોય છે.” એની કસોટીમાંથી પસાર થવું પડે. સત્યની અગ્નિ પરીક્ષા તો રાજા હરિશ્ચંદ્રને પણ આપવી પડી હતી, કઠોર સાધના કરવી પડી હતી. એમનું મૃત્યુ મોત્સવ બની ગયું હતું. કોઈપણ સાધનાના વર્તમાન કઠોર હોય છે.
૧0
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહા રિ પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી કઠોર સાધના કરી હતી. એક અંગૂઠાથી આખો મેરૂપર્વત ડોલાવ્યો હતો. એ એમના આત્માની શક્તિનો પરિચય હતો. કોઈ કાનમાં ખીલા ઠોકે છે તો પણ સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખે છે અને સમતામાં ડૂબેલા રહે છે. બહારથી શૂન્ય હતા પણ અંદરથી આત્મામાં મગ્ન હતા. પરમાત્મા ધારે એ કરી શકતા હતા. પણ એમણે ક્યારેય કોઈને સજા આપવાનો વિચાર સરખો પણ કર્યો નથી. તીર્થકરોનું જીવન પરમ સત્યમય અને સત્યમય હતું. કર્મના ઉદયથી જે કંઈ પરિસ્થિતિ આવે તે હસતા મોઢે સ્વીકારો અને સહન કરો. સંગમદેવ નામનો રાજા પરમાત્માને એક ક્ષણ પણ શાંતિથી રહેવા દેતો નથી, ભયંકર ઉપસર્ગોની હારમાળા સર્જે છે. કાળચક્ર છોડે છે, ઢીંચણ સુધી પરમાત્મા જમીનમાં જતા રહે છે તો પણ પરમાત્મા અંદરથી હેજ પણ ચલિત થતા નથી. મનમાં કોઈ કષ નથી . સંગમનું દર્દ જાઈને ઉલ્ટાનું પરમાત્માની આંખમાંથી આંસુના બે ટીપા પડે છે. કેવી અપૂર્વ કરૂણા? તમે કહેવાતા મહાવીરના સંતાનો છો. પણ આચરણ કેવું? તમારા બધા કરતૂતો સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં છે. દેવતાઓએ મહાવીર નામ એમને એમ નથી રાખ્યું. આર્યભૂમિમાં તમારો જન્મ પરમાત્મા બનવા માટે થયો છે. મહામૂલો એવો માનવભવ એ મોક્ષનું દ્વાર છે. અહીંથી જ ઉપાસના શરૂ કરવાની છે. સ્ટેજ સામાન્ય કસોટી આવે છે અને તમે નાપાસ થઈ જાવ છો, જીંદગી હારી જાવ છો. મહાન કંઈ એમને એમ નથી થવાતું, કઠોર સાધના કરવી પડે છે, ઉપસર્ગો પણ સહન કરવા પડે છે. એકવાર એક સમારંભમાં એક શેઠ દહીવડુ ખાઈ રહ્યા હતા. દહીવડું ખૂબ સ્વાદિષ્ટ લાગતાં એને વખાણે છે. અચાનક દહીવડું બોલવા લાગે છે કે શેઠ, આ સ્થિતિ કંઈ અચાનક નથી મળી. સાંભળો, પહેલાં અમે નર જાતિમાં કહેવાતા હતા કે મગ, ચણા, અડદ વગેરે. તે પછી અમારા ઉભા બે ફાડીયા કરીને દાળ બનાવી નાંખી અને નારી જાતિમાં પરિવર્તન કરી નાંખ્યું. તે પછી કલાકોના કલાકો સુધી પાણીમાં ડૂબાડ્યા. તે પછી પથ્થર ઉપર પીસી પીસીને અમારી ચામડી ઉતારી નાંખી, અમારા ઉપર મરી મસાલા ભભરાવ્યા. તે પછી ગરમ ગરમ
૧૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેલમાં ડૂબાડ્યા, તે પછી દહીંમાં ડૂબાડ્યા, અને અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. કેટ કેટલું સહન કર્યું છે અને કેટલી વેદના વેડ્યા પછી આ સ્થિતિ આવી છે એ જરા વિચારો. શેઠ અચરજમાં પડી ગયા. પણ દહીવડાએ કહેલી વાત ઉપર સૌએ વિચાર કરવા જેવો છે.” સાધના સમતાની ભૂમિકા ઉપર હોવી જોઈએ. ગમે તેવા પ્રસંગો આવી જાય પણ પરમાત્માના વચનોથી વિચલિત ન થાવ. પરમાત્માએ જે કહ્યું છે એ જ સાચું છે અને સત્ય માટે જીવન સમર્પિત કરવું છે એમ વિચારો. જ્યાં સદાચાર હશે, સત્ય પ્રત્યે નિષ્ઠા હશે ત્યાં મહાપુરૂષના શબ્દો હંમેશા સ્વીકાર્ય બનશે. આપત્તિના સમયમાં પીછેહઠ ના કરો. તમારી ચાલાકી દુનિયામાં કદાચ થોડો વખત ચાલી જશે પણ પરમાત્માના દરબારમાં નહીં ચાલે. કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવો. અસત્યથી ઉપાર્જન કરેલું બે દિવસ હસાવશે અને જીંદગીભર રડાવશે. તમારી સાધના સફળ ન થાય તો અસત્યની ભૂમિકા ક્યાંક હોવી જોઈએ એમ
વિચારીને મનોમંથન કરો. ગમે તેવું સંકટ આવે પણ અસત્યનો આશરો ન લો તો જ ધર્મ સક્રિય બનશે. પુણિયા શ્રાવકનું જીવન કેટલું બધું પવિત્ર હતું? બાહ્ય રીતે ભલે દારિદ્ર હતું પણ અંદરથી આત્માની અપાર સમૃદ્ધિ હતી. કોઈની પાસે દારિદ્ર દૂર કરવા પુણિયાએ યાચના કરી ન હતી. શ્રેણિક મહારાજા એક સામાયિક આપવા કરગરે છે, એના બદલામાં અઢળક સોનામહોરો આપવાનું વચન આપે છે છતાં એ ટસના મસ થતો નથી. એવી પવિત્રતા મારામાં પણ આવે એવી ભાવના કરો. મહારાજ સાહેબ વાસક્ષેપ નાંખે છે એ એવી ભાવનાથી કે તમારી સાધના શુદ્ધ બને, વ્રતોમાં દઢ બનો, સાચું લક્ષ પ્રાપ્ત કરવામાં સફળ બનો અને સંસારથી મુક્ત થાવ. દયા અને દાનથી ધર્મની વૃદ્ધિ થાય છે,” વ્યાપક બને છે અને જીવનમાં વરદાનરૂપ બને છે. જે મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે અને વળી એ આપવા માટે મળ્યું છે. સંગ્રહ સર્વનાશ કરે છે અને સમર્પણ, દાન તમને શક્તિ આપે છે. દયા ફક્ત શબ્દોથી નહીં પણ આચરણથી હોવી જોઈએ. શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે એક આત્માને અભયદાન આપો તો મેરૂ પર્વત
૧૨
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેટલા દાન કરતાં પણ ચઢી જાય છે અને ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જગતના જીવમાત્ર જીવવા ચાહે છે.
દાનમાં સર્વશ્રેષ્ઠ અભયદાન માનવામાં આવ્યું છે. સાધુ જીવનમાં બધા જીવોને અભયદાન આપવાની ભાવના છે. સાધુ એવું કોઈ કાર્ય ન કરે કે જેથી કોઈ જીવની વિરાધના થાય. તમે કોઈને જીવન બક્ષી શકતા નથી તો કોઈનો જીવ લેવાનો તમને અધિકાર પણ નથી એ વાત યાદ રાખો. પશુઓને દિલ કે દિમાગ જેવું કંઈ હોતું નથી. એ એમના સ્વભાવ મુજબ કામ કરશે. પણ તમારો ધર્મ તો તેમને બચાવવાનો છે.”
મહંમદ પયગંબર સાહેબ પણ એકવાર એક વિંછીને પાણીમાં ડૂબતો જોઈને એ કાઢીને પોતાના હાથ ઉપર મૂકે છે, વિછી ડંખ મારે છે, છતાં પણ એ સહન કરે છે. દયા અને મૈત્રીના સંસ્કારો વિકસાવો. અબોલ અને અજ્ઞાની જીવો પ્રત્યે પણ દયા દાખવો અને એમને માફ કરો. દયાળુ આત્મા માટે સ્વર્ગના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા હોય છે. તમે ભગવાનના અહિંસાના ઉપદેશને બહુ સિમિત બનાવી દીધો છે. બીજા માટે મરી છૂટો એ સારી વાત છે, પણ પશુ પક્ષીઓ તરફ પણ દયા દાખવો, એમને બચાવો. સાધુના વેશનો પુણ્ય પ્રભાવ બહુ હોય છે. મોટે ભાગે સાધુ જીવનમાં અપમંગળ ઘટતા બનતી હોતી નથી. સાધુ સામે સામાન્ય રીતે કોઈ શંકાની નજરે જોતું નથી. વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ, પ્રાણ આપીને પણ કોઈ મરતા જીવને બચાવવો એ સૌથી વધારે મોટુ પુણ્યનું કામ છે. તમારી પાસે સુંદર અને સ્વસ્થ વિચારો હશે તો સામેવાળાને પણ તમારા માટે સુંદર ભાવ પેદા થશે. પણ જો તમારામાં મલિનતા કે દુર્ભાવ હશે તો સામેવાળાને પણ તમારા માટે દુર્ભાવ પેદા થશે. ક્યારેય ધર્મને વેચો નહી કે કલંકિત ન કરો. તમે સાધુને અવારનવાર મળો છો, ઘણા સાધુના પરિચયમાં પણ હો છો. પણ તમે સાધુ પાસેથી કંઈ શીખવાનો પ્રયત્ન નથી કરતા. તમારા વિચારોમાં મૂળથી પરિવર્તન લાવો. કુસંસ્કારો તોડો, દયાભાવ આવશે એટલે દાન ભાવ પણ આપોઆપ આવશે અને સરળતા પણ આવશે. ધર્મની પૂરી સમજ વગર સાધુની બીનજરૂરી કે ખોટી ટીકા ન કરો. એવું કરશો તો
૧૩
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગતિમાં જશો. દાન કરો પણ શુદ્ધ ભાવથી કરો. પરમાત્માની આજ્ઞા છે એમ સમજીને દાન કરો. દાનમાં પણ પ્રાણ હોવા જોઈએ. દાનને હાથનું આભૂષણ માનવામાં આવ્યું છે. ભિખારી ભીખ નથી માંગતો. એ ઉપદેશ આપે છે કે કંઈક આપો, કંઈક આપો. મેં પૂર્વ ભવમાં કંઈ નથી આપ્યું એટલે મારી આ દશા થઈ છે. તમારે આવી દશા ન જોવી હોય એટલા માટે પણ કંઈક આપો. ધન ઉપાર્જનમાં પણ પ્રમાણિકતા અને નૈતિકતા દાખવો. જ્ઞાનીઓએ કરણ કરાવણ અને અનુમોદનની વાત કરી છે. કોઈ દાન કે તપ કરતું હોય તો એનો આનંદ લો, એનું સન્માન કરો, એના સુકૃતોની પ્રસન્નતાથી અનુમોદના કરો. કોઈના શુભ કાર્યમાં ભાગીદાર બનો. ઇર્ષા ન કરો. એનાથી પુણ્ય ઓછું થાય છે. ક્ષમાની ભાવનાથી હૃદયમાં ધર્મ દઢ બને છે. પણ એ આચરણમાં હોવી જોઈએ. અંતરભાવથી એવી ક્ષમાપના કરો કે હૃદય નિર્મળ બને. જીવ માત્ર પ્રત્યે વેર કે દ્વેષ ન રાખો. રાગ અને દ્વેષથી શરીરનું આરોગ્ય બગડે છે, મગજમાં એક પ્રકારનો તનાવ ઉત્પન્ન થાય છે, એને લીધે બ્લડ પ્રેશર વધે છે અને શરીરની આખી વ્યવસ્થા હચમચાવી નાંખે છે. ચરક સંહિતામાં પણ કહ્યું છે કે રાગ દ્વેષ જ રોગોનું જન્મસ્થાન છે. એની સામે ક્ષમા એ સૌથી મોટી અને મહામૂલી ઔષધિ છે. જે કંઈ થાય છે તે કર્મ અનુસાર થાય છે એમ વિચારો. જ્યાં ક્ષમાની ભાવના છે ત્યાં ધર્મ વસે છે. તમારો વર્તમાન બહુ ભયંકર છે. બધા ધર્મો મોટે ભાગે દુષિત બની ચૂક્યા છે. કોઈપણ સંજોગોમાં ધર્મની પવિત્રતા જાળવી રાખવા જેવી છે.
આજ સુધી ઘણું દૂધ પીધું પણ એના જેવું ઉજ્વળ તમારૂ હૃદય નથી થયું એમ વિચારી સૌથી પહેલા એની ક્ષમાપના કરો. હજ્જારો કિલો મીઠાઈ આજ સુધી ખાધી પણ જીભમાં એના જેવી મીઠાશ ન આવી. ભવિષ્યમાં એવી ભૂલ નહીં કરૂ એમ પ્રતિજ્ઞા લઈ મીઠાઈની ક્ષમાપના કરો. ક્યાં કોની ક્ષમાપના કરવી એ પણ બરોબર જાણો. અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ
જીવન જીવવા બદલ પરમાત્માની ક્ષમાપના કરો.” “જ્ઞાનીઓ કહે છે કે ક્રોધમાં બળે છે અને લોભમાં ડૂબે છે ત્યાં ધર્મ નાશ પામે છે.” “મોહનીય કર્મ
૧૪
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર કરવું બહુ અઘરું છે. ગમે એટલી ઉંચાઈવાળો સાધક આત્મા હોય તો પણ એણે સાવધ રહેવું પડે છે. મર્યા પછી તો દુનિયા તમને બાળશે પણ ક્રોધ તો તમને જીવતા જલાવે છે. માટે ક્રોધ અને લોભ બંનેમાંથી મુક્ત થવા જેવું છે.”
પુણ્યથી જ બધી સામગ્રી પ્રાપ્ત થશે. પુણ્ય પ્રાપ્ત કરવા માટે પરમાત્માની ભક્તિ કરો. પુણ્યનો ઉદયકાળ હોય ત્યારે ઉંધુ કરો તો પણ સીધું થઈ જાય, અવળા પાસા પણ સવળા થઈ જાય એવું બને. પણ પુણ્ય ખલાસ થતાં બહુ બૂરી દશા થશે, એ વખતે કોઈ નહીં બચાવી શકે.
મરણને મહોત્સવ બનાવવા આજથી તૈયારી શરૂ કરો. ભગવાનને કહો કે તારી કૃપાથી સમાધિ મરણ પ્રાપ્ત થજો, મારૂ મૃત્યુ સદ્ગતિનું દ્વાર બને એવી ભાવનાથી મૃત્યુની તૈયારી કરો. જીવન તો બગડ્યું છે પણ મરણ ન બગડે એની ચિંતા કરો. મૃત્યુ મહોત્સવ બની જાય એ માટે પરમાત્માને મંગળ યાચના કરો.” “સત્યની ઉપાસના કરો, દયા, ઉદારતા વગેરે ગુણો વિકસાવો. ક્ષમા ક્ષમા દાખવો. ક્રોધ અને લોભનું વિસર્જન કરો. તે પછી જીવન હરતું ફરતું મંદિર બની જશે અને આત્મા નિર્મળ બનશે.'
નેપાલ જેવા વિદેશમાં વિચરણ કરીને કાઠમાંડમાં જિનાલયની પ્રતિષ્ઠા. સીતાજીની જન્મભૂમિ અને મલ્લિનાથ-નમિનાથ બંને તીર્થકરોની કલ્યાણકભૂમિ જનકપુર (નેપાલ) માં વિશાલ જિનાલય અને તીર્થભૂમિના
આયોજનનો સફળ ઉપદેશ.
જOSTS
૧૫
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર,
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૩) અનંત ઉપકારી, અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માએ ધર્મ પ્રવચન દ્વારા આ જગત ઉપર ઉપકારની વર્ષા કરી છે. પરમાત્માનો એક એક શબ્દ મહામંત્ર છે, અનાદિકાળથી મૂછવાળા આત્માને જાગૃત કરવાવાળો છે. એવી જાગૃતિ જીવનને પૂર્ણતા પ્રદાન કરે છે. ઘણા વખતથી પરમાત્માના આ મંગળ પ્રવચન ઉપર ચિંતન કરવા દ્વારા અહીં સુધી પહોંચ્યા છીએ. પ્રવચનની ઉંડાઈમાં જાવ, શબ્દમાંથી બહાર આવીને આત્મામાં પ્રવેશ કરો. કેવી ભાવનાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે? આ સંસારનું કારણ શું? અનાદિકાળથી ભવ ભ્રમણ કરતા કરતા અહીં આવ્યા છીએ. અનંત ભૂતકાળની સામે વર્તમાન જીવન તો એક ક્ષણ માત્ર છે એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. જો અહીં જાગૃતિ નહી આવે તો ભવિષ્યમાં ક્યાં જશો એની કલ્પના કરો. કેટલા બધા કષ્ટો વેઠ્યા પછી, અપાર દુઃખો સહન કર્યા પછી અહી સુધી આવ્યા છો? ક્ષણિક વિશ્રામ કે પ્રમાદ કરશો તો દુર્ગતિમાં ચાલ્યા જશો. સંસારનું મૂળ કારણ શું? દુઃખની ખાણ કઈ? એ અંગે વિચાર કરો. કષાયો દ્વારા બધા દુઃખ ઉત્પન્ન થાય છે. "કષ" એટલે સંસાર અને "આય" એટલે નફો. જે કાર્યથી સંસારનો લાભ થાય છે એને કષાય કહે છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. આજ સુધી તમે એના ગુલામ બનીને રહ્યા છો, એના માલિક બનવા તમે કદી પ્રયત્ન નથી કર્યો. મમત્વ તમારા સંસારનું પોષણ કરે છે. ક્રોધ એક પ્રકારનું કેન્સર છે, કષાયો એક
૧૬
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારનું કેન્સર છે. એ કષાયો તમને અનંત દુઃખ આપશે. એને લીધે જે પ્રાપ્ત કરવાનું છે એ આત્મસુખથી વંચિત રહી જશો. ક્રોધના કારણો અંગે વિચાર કરો. પરમાત્માની આજ્ઞાનો તમે અનાદર કરો છો. જે પરમાત્માની કૃપાથી આ જીવન મળ્યું છે એ જ પરમાત્મા અને ગુરૂની ઉપેક્ષા કરો છો. વર્તમાનમાં ભવિષ્યને સામે રાખીને દરેક કાર્ય કરો તો જીવન નંદનવન બની જાય.” આગ જેવું બળબળતું જીવન જ્યોતિર્મય બની જાય, આ સંસાર સ્વર્ગ બની જાય. તમારી દષ્ટિ બદલો, તમારી નહીં, પરમાત્માની નજરથી સંસારને જૂઓ. સંસાર સડેલો છે, વિકૃત છે, તમારા વિચારોમાં દુનિયાભરની બીમારી ભરી છે. શું જોવું અને શું ન જોવું, શું ખાવું અને શું ન ખાવું એનો વિવેક તમારામાં નથી. તમે દરેક ઇન્દ્રીયોનો દુરૂપયોગ કરો છો. જે ઇન્દ્રીયો મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે મળી છે એનો ઘોર દુરૂપયોગ થઈ રહ્યો છે જે અવશ્ય દુર્ગતિ તરફ દોરી જશે. “જ્યાં પરમાત્માની આજ્ઞાની આરાધના છે ત્યાં મોક્ષનો જન્મ છે અને જ્યાં આજ્ઞાની વિરાધના, ઉપેક્ષા અને તિરસ્કાર છે ત્યાં સંસાર છે. સંસાર તરવા માટે છે, ડૂબવા માટે નહી. ઘણું બધું કર્યા પછી, આખી જીંદગી હલેસા માર્યા પછી, કષાયોરૂપી દોરડું તમારી સંસાર નાવથી છૂટવું જોઈએ, એ નહી ફૂટે તો અત્યારે છો ત્યાં ને ત્યાં જ રહી જશો. પ્રગતિ નહીં કરી શકો, તમારી કરેલી બધી મહેનત, બધો ધર્મ એળે જશે. આટલી બધી ધર્મ ક્રિયા કરો, દર વર્ષે પર્યુષણ કરો, તપ, જપ અને આરાધના કરો છો, ઘણો શ્રમ કરો છો પણ નફામાં જે મળવું જોઈએ મળે છે કે નહી એ અંગે કદી વિચાર કરો છો? નિર્લેપ વૃત્તિ આવવી જોઈએ, સંસારની છૂટવાની ભાવના થવી જોઈએ. તમે કર્મરાજાની કસ્ટડીમાં છો. ઇન્દ્રીયોના ગુલામ થઈને રહો છો. જગતના કોઈ આત્મા માટે દુર્ભાવ પેદા ન કરો. આટલું બધું તપ કર્યા પછી પણ રોગ ન જાય તો દવામાં કોઈ દોષ નથી પણ તમારા તરફથી પથ્યપાલનમાં, આચારમાં કોઈ ભૂલ થઈ છે એમ જાણજો. પરમાત્માના વિચારો એ દવા છે, જીવનનો આચાર એ પથ્ય છે. આરોગ્યની પ્રાપ્તિ માટે તો આપણે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પરમાત્માના વિચારોને જીવનમાં વ્યાપક બનાવો. તમારા સંબંધોમાં સ્વાર્થ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી પણ સુગંધ આવવી જોઈએ. જ્યારે સર્વ પાપથી નિવૃત્ત થાઉ એવું વિચારો, શબ્દોથી નહી પણ આચરણથી સાધનાનો પરિચય બતાવો. એવું નહીં થાય તો આવનારા દિવસો બહુ ખરાબ હશે. તમારો કરેલો ધર્મ નકામો ન જાય એ જોજો. જીવન એક નૌકા છે, સંસાર સાગર છે. તરવા માટે આ જીવન મળ્યું છે. ધર્મ કર્યા પછી એક કદમ પણ મોક્ષ માર્ગ તરફ પ્રયાણ ન કરો તો ખોટનો ધંધો છે એમ કહેવાય. “રાગ દ્વેષથી મુક્ત થાવ તો આ નોકા મહાવિદેહ ક્ષેત્ર સુધી પહોંચાડશે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચી શકશો.” આ સંસાર ભયંકર સમુદ્ર છે. એમાં ઘણા વિકરાળ અને ભયંકર તોફાનો અવાર નવાર આવે છે. બહુ સંભાળીને ચાલવાનું છે. પરમાત્માની આજ્ઞાનું પાલન મોક્ષનું કારણ છે અને વિરાધના સંસારનું કારણ છે.' કષાયથી મુક્ત થઈને ધર્મ સાધના કરો. પરમાત્મા સુપ્રીમ કમાન્ડર છે. એની આજ્ઞાનો તમે અનાદર કરો છો તો કેવી અઘરી સજા પામશો એ વિચારી લેજો. પરમાત્માએ જે કહ્યું છે એ હૃદયપૂર્વક સ્વીકારો. એ ન સ્વીકારી શકો તો લાચારી પૂર્વક ક્ષમા માંગજો અને પરમાત્મા પાસે શક્તિ માંગજો, પશ્ચાતાપ ભાવ પ્રગટ કરજો. એ માટે તમારા શબ્દોમાં સાચા હૃદયનું રૂદન હોવું જોઈએ. તમારો પરિવાર કષાયથી પિડિત છે. દરેક વ્યક્તિકષાયથી પિડિત છે. કષાયનું જન્મસ્થાન ક્યાં છે એ વિચારો. આવનારૂ પર્યુષણ તમારા માટે આશીર્વાદ બની જાય એવું કરો. સૌથી પહેલા જીભ ઉપર નિયંત્રણ મેળવો. તમારા દરેક શબ્દમાં સ્વાર્થની દુર્ગધ આવે એવું ન બનવું જોઈએ.
અહંકારથી દરેક વ્યક્તિ પિડિત છે. અહંકાર એ અંધકારનું બીજું નામ છે. અહંકારથી માથુ ઉંચુ ન રાખો. એવું કરશો તો જીવનમાં અંધકાર છવાઈ જશે. નીચે જૂઓ, અહંકાર વગરનું માથું ઝૂકાવો, તરત જ અજવાળું થશે. ઇલેક્ટ્રીકની સ્વીચ જોઈ છે ને? ઉપર કરો એટલે બધે અંધારૂ અને નીચે પાડો એટલે બધે જ અજવાળું.”
તમારામાં દૃષ્ટિ હોય તો દુનિયાના દરેક વસ્તુને પદાર્થ તમને કોઈ ને કોઈ બોધ આપે છે. મનની સ્વીચ નમાવો, અહંકારનું વિસર્જન કરો તો
૧૮
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માની કૃપા વરસશે. અરિહંત સુધી પહોંચવાનું દ્વાર નમસ્કાર છે. ભગવાન નહી, પણ ભગવાનને કરેલા નમસ્કાર મોક્ષનું કારણ બની રહેશે. સાચા હૃદયથી ભાવપૂર્વક કરેલ એક જ નમસ્કાર તમારે માટે મોક્ષનું કારણ બનવો જોઈએ. તમારી ભાષામાં વિવેકનો સંયમ હોવો જોઈએ. ભાષામાં તો આખી દુનિયામાં આગ લગાડવાની તાકાત છે એ તમે સહેજે સમજી શકો છો. તમારા શબ્દોમાં વિવેક આવી જાય તો ઘણી વ્યક્તિ તમારા માટે જીવન સમર્પિત કરવા તૈયાર થઈ જાય. જરૂર કરતા વધારે ન બોલો. મૌન રહો. એમાં પ્રચંડ તાકાત છે, એ કષાયથી રક્ષણ કરે છે, ધ્યાનમાં પુષ્ટિ કરે છે. તમને ખબર નહી હોય કે એક ગ્લાસ દૂધ પીવાથી જે તાકાત મળે એટલી તાકાત એક શબ્દ બોલવાથી ક્ષય થાય છે. પરમાત્માએ આપેલી શક્તિઓના રક્ષણ માટે મૌન અનિવાર્ય છે. મહાન પુરૂષો પાસે જાવ તો નિરીક્ષણ કરો. એ તમારૂ બધું શાંતિથી સાંભળશે. પછી ઘણું વિચારીને બહુ ટૂંકામાં સ્પષ્ટ અને સચોટ જવાબ આપશે. મૌનથી ઘણા પાપથી બચી જશો. સૌથી વધારે તો તમારા આત્મા ઉપર ઉપકાર થશે. બોલવું જ પડે તો એમાં માધુર્ય હોય એવું બોલો. તમારા બોલ્યા પછી સામેવાળાનો ચહેરો પ્રસન્ન થવો જોઈએ. તમે વાત કરો છો ત્યારે તમારા શબ્દોમાં નિપૂણતા નજરે આવવી જોઈએ. બુદ્ધિમતાપૂર્વક વાત કરો. જ્યાં શાસનની રક્ષાનો પ્રશ્ન હોય, સત્યની પુષ્ટિ કરવાની હોય ત્યાં તર્ક દ્વારા તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. જરૂર હોય ત્યારે જ બોલો,
અકારણ બોલો તો એ ક્લેશનું કારણ બને છે. તમારી વાણી તુચ્છતા અને દરિદ્રતા રહિત હોવી જોઈએ. એમાં ગર્વથી રહિત હોય એવું સ્વાભિમાન તમારા શબ્દો દ્વારા પ્રગટ થવું જોઈએ. બોલતાં ન આવડ્યું એટલે તો મહાભારતનું યુદ્ધ થયું હતું અને એમાં એક કરોડ, એંસી લાખ માણસો માર્યા ગયા હતા. કેટલો મોટો સંહાર? આજે તો ઘેર ઘેર મહાભારત ચાલે છે.”
સાધુપણા જેવો આનંદ તમને દુનિયામાં ક્યાંય નહી મળે. પણ તમને એનો સ્વાદ ચાખવાનું મન જ થતું નથી. તમારી ભાષા પણ ધર્મથી યુક્ત હોવી જોઈએ, પરમાત્માની આજ્ઞાની વિપરિત નહી. એવો વિવેક આવી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય તો સંસાર સ્વર્ગ બની જશે. પરમાત્માની વાણી સાંભળીને કંઈક શીખો, બોધ પ્રાપ્ત કરો. શ્રવણ પણ એક સાધના કહી છે. પ્રવચન તમારામાં પરિવર્તન આવે એ માટે છે. પ્રવચન સાંભળીને પરિવર્તન દ્વારા જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરો એ માટે પ્રવચન માળા ગોઠવી છે. જીવનમાં આગળ વધવા પ્રવચનની સાધનાનો એક પ્રકાર છે. સહન કરવાની યોગ્યતાનો વિકાસ કરો. નર્કમાં ઘણી વેદના સહન કરી છે. ત્યાં એક ક્ષણ પણ આ આત્માને આનંદ નથી મળ્યો. થોડી સહનશીલતા નહીં દાખવો તો સિદ્ધ નહી બની શકો.
કર્મના ઉદયકાળમાં વિપરિત સંજોગોનું સ્વાગત કરો, સહન કર. સહન કરીને તમારી સાધનાને પરિપક્વ બનાવો.” આવકવેરા કચેરી હોય કે પોલીસ મથક હોય, જ્યાં તમારો સ્વાર્થ હોય ત્યાં તમે સમતા દાખવો જ છો. સંસાર માટે ઘણું સહન કરો છો એ રીતે આત્મા માટે સહન કરવાની આદત પાડો.” “એક વખત દેરાસરે દર્શન કરવા જતાં નીચે પડેલ જૂતા/ચંપલો એકદમ આક્રોશ ઠાલવવા માંડ્યા. એ કહે કે મહારાજ, તમે અમને બહુ અન્યાય કરો છો. તમે ચંપલ ભલે ન પહેરો. પણ અમારો જાતભાઈ અંદર પરમાત્મા પાસે ચોવીસે કલાક રહે છે અને અમને કોઈ અંદર પ્રવેશવા દેતું નથી. મહારાજ પણ ચમક્યા. ઘણો વિચાર કરીને પછી જૂતા/ચંપલને મંદિરના દ્વાર સુધી લઈ ગયા અને અંદરથી ઢોલ અને નગારાને પણ બોલાવ્યા અને એના જાતભાઈની ફરિયાદ સંભળાવી. ઢોલ નગારા, જૂતા ચંપલને કહે છે કે જો ભાઈ, એમને એમ કંઈ સારૂ નથી થવાતું.
સવારે ને સાંજે બંને વખત આરતી વખતે અમારા શરીર ઉપર જોરદાર દંડા પડે છે તમાચા પડે છે અને એ અમે સહન કરીએ છીએ ત્યારે અમે મંદિરમાં રહી શકીએ છીએ. તારી પણ એવી તાકાત હોય તો તું પણ રહી શકે છે. જૂતા/ચંપલ કંઈ બોલ્યા ચાલ્યા વગર જ પાછા નીચે પોતાના સ્થાન ઉપર જતા રહ્યા. કંઈ શીખ્યા? જે સહન કરે છે એ જ પરમાત્માના દ્વારે પ્રવેશ મેળવી શકે છે. જે સહન નથી કરતા એ જૂતાની જેમ બહાર રહી જશે.”
જીવન સાધનામાં સહન કરો. બધી યોનિમાંથી દુ:ખો સહન કરતા
૨૦
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા આવ્યા છો. એ દુઃખોને તો યાદ કરો?
સહન કરશો તો સિદ્ધ બની જશો. એક કારખાનામાં સંજોગવશાત ઉતરવાનું થયું, રાત્રિ રોકાણ કરવાનો પ્રસંગ આવ્યો. ત્યાં એક ખૂણામાં ઢગલાબંધ હથોડા પડ્યા હતા. સામાન્ય વાતચીતમાં ચોકીદારે જણાવ્યું કે આ હથોડા નકામા છે, કોઈની ખીલી નીકળી ગઈ છે તો કોઈનો હાથો હાલી ગયો છે અને હવે તે નકામા છે, મહારાજે પૂછ્યું કે આ એરણ? તો ચોકીદાર કહે કે આ એરણ તો એ નોકરીમાં દાખલ થયો ત્યારથી ૨૫ વર્ષ પહેલાથી એની એ જ છે. હથોડો પ્રહાર કરે છે એ નકામો બની જાય છે, પણ એરણ સહન કરીને સિદ્ધપણું બતાવે છે. સંઘર્ષ વ્યક્તિને બરબાદ કરે છે પણ એરણની જેમ જે સહન કરે છે એ આજે નહી તો કાલે સિદ્ધ બની જાય છે.'
સિદ્ધોનું જીવન ચરિત્ર વાંચો તો ઘણી વાતો જાણવા મળે તેમ છે. સાધનાના ક્ષેત્રમાં સહન તો કરો, પણ સાથે સાથે બીજાને સહાયક બનો. મારી સાધના પ્રાણીમાત્રના કલ્યાણનું કારણ બને, મારી તમામ ધર્મક્રિયા બધાના કલ્યાણ માટે થઈને રહે એવી ભાવના ભાવો. અન્ય આત્માઓ માટે તમારૂ જીવન પરોપકારનું મંદિર બને એવું જીવન જીવો.” પ્રવચનના ધોધમાર વરસાદ વચ્ચે મનની ડોલ પ્રવચનની વચ્ચે રાખો તો પ્રવચનના શબ્દો આત્મા સુધી પહોંચી શકશે. એક સમયની વાત છે. અમદાવાદમાં કોઈ ધર્મસભામાં શ્રેષ્ઠીવર્ય અને નગરશેઠ એવા હઠીસિંગભાઈની ઉદારતાનો પરિચય આપતા આપતા મહારાજ સાહેબ એમ બોલ્યા કે હઠીસિંગભાઈ તો પારસમણી જેવા છે. વારે વારે ઝોકા ખાતા એક એવા એક વૃદ્ધ અને ગરીબ ડોશીના કાને આ શબ્દો પડ્યા. એ તો પ્રવચન સાંભળીને ઘેર ગયા અને સતત એ પેલા મહારાજ સાહેબના શબ્દો કે હઠીસિંગભાઈ તો પારસમણિ જેવા છે એના ઉપર વિચાર કરવા લાગ્યા. મનોમન ગાંઠ વાળે છે કે ઘરમાં પડેલ એક પાંચશેરી છે એ લઈને જો હઠીસિંગભાઈને ત્યાં જઈ અને એમને પગે અડકાડું તો એમનું કામ થઈ જાય, યુવાન દિકરીના લગ્ન થઈ જાય. ડોશીમા લપાતા છૂપાતા કાખમાં પાંચશેરી સંતાડતા સંતાડતા હઠીસિંગભાઈના બંગલે પહોંચી જાય છે, એ વખતે નગરશેઠ આરામમાં હોય છે. કોઈ ન
૨૧
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂએ એ રીતે ધીમે રહીને લોખંડની પાંચશેરી હઠીસિંગભાઈના પગે અડાડે છે. હઠીસિંગભાઈ એકદમ જાગી જાય છે અને ડોશીમાનો પરિચય મેળવી એમના ઘેર આવવાનું પ્રયોજન પૂછે છે. ડોશીમા વિગતે એ જણાવે છે. ક્ષણભર માટે હઠીસિંગભાઈ પણ વિચારમાં પડી જાય છે અને પછી કહે છે કે હા, મહારાજ સાહેબે જે કહ્યું છે એ સાચું છે, લોખંડમાંથી સોનું થતા થોડીવાર લાગશે એમ કહીને ડોશીમાને ત્યાં જ બેસાડી રાખીને બંગલામાં અંદર શેઠાણી પાસે જાય છે અને સઘળી વાત કરે છે અને કહે છે કે આ તો સાક્ષાત્ લક્ષ્મીનો અવતાર છે. શેઠાણી પણ એવા પવિત્ર અને ધર્મી હતા. હઠીસિંગભાઈ સોનાની પાંચશેરીના બદલામાં એટલા જ વજનના દાગીના તોલીને લઈને બહાર આવે છે અને ડોશીમાને આપે છે. શું શીખ્યા? એમ જૂઓ તો આજના નેતાઓ પણ સાધુની જેમ પાંચ મહાવ્રત ધારી હોય છે. ઉદ્ધાટન, ચાટણ, ભાષણ, આશ્વાસન અને દેશાટન એ એમના પાંચ વ્રતો એ મોટેભાગે સારી રીતે પાળતા હોય છે. એમને આદર્શ તરીકે ગણવાની જરૂર નથી. પણ પવિત્ર અને ત્યાગી ધર્માત્માઓને જોઈને તમારામાં પણ પરિવર્તન આવવું જોઈએ. “ધર્મ કરતી વખતે અન્ય વ્યક્તિઓને કેવી રીતે મદદરૂપ થવાય, એ વિચારવું જોઈએ. દવાનું નામ લેવા માત્રથી બીમારી ન જાય, દવાને ગળવી પડે અને પથ્યપાલન કરવું પડે. પરમાત્માનું માત્ર નામ લેવાથી નહી પણ પરમાત્માએ બતાવેલો ધર્મ પૂરેપૂરો જીવનમાં આચરણમાં લાવવાથી કલ્યાણ થાય.” મોટેભાગે તમારા જીવનમાંથી પ્રમાણિકતા જતી રહી છે, નૈતિક દૃષ્ટિથી અધ:પતન થયેલ છે એટલે પછી ધર્મ કેવી રીતે કરી શકો? એક વખત આ આર્યભૂમિ દુનિયા માટે આદર્શ હતી એની આજે કેવી દુર્દશા થઈ ગઈ છે? બુદ્ધિનો અને ઇન્દ્રીયોનો દુરૂપયોગ થઈ રહ્યો છે. બુદ્ધિનો ઉપયોગ તત્ત્વ ચિંતન, પરોપકાર અને આત્મકલ્યાણમાં કરવાનો હોય, દુનિયાને ઠગવામાં નહીં.
એક વખત સાબરમતીમાં ચોમાસા વખતે જેલમાં પ્રવચન આપવા જવાનું થયેલું. એ વખતે જેલના અધિકારીઓ જેલની બધી વ્યવસ્થા બતાવતા હતા. બહાર નીકળતી વખતે બન્યું એવું કે બે-ચાર નવા કેદીઓ ત્યાં આવેલા.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમની આંખોમાં પુષ્કળ આંસુ હતા, રૂદન કરતા હતા અને આવનારા કપરા દિવસો કેવી રીતે પસાર કરીશું એની વિમાસણમાં હતા. બરાબર એ જ વખતે જેલના જૂના રીઢા કેદીઓ ત્યાં હસતા હતા અને એ નવા કેદીઓને આશ્વાસન આપતા હતા કે થોડા દિવસમાં બધું બરોબર થઈ જશે. તમારે ઘેર પણ કોઈ નવું મહેમાન આવે છે ત્યારે એ રડતું હોય છે અને ઘરના અન્ય સભ્યો ખુશી મનાવતા હોય છે, પેંડા વહેંચતા હોય છે. બને છે ને આવું?”
તમે આઝાદ અને સ્વતંત્ર છો એ તમારો ભ્રમ છે. “જન્મ લેવો એ તમારા હાથની વાત નથી પણ મરવાનું તમારા હાથમાં છે. ભગવાનને કહો કે તારી કૃપાથી મને સમાધિમરણ પ્રાપ્ત થાય, મૃત્યુને મારીને મરૂ, મૃત્યુને મહોત્સવ બનાવીને જાઉં એવી કૃપા કરજે. અલિપ્ત અને વૈરાગ્યભાવ કેળવવા પ્રયત્ન કરો. ઘણીવાર નવરાત્રિના દિવસોમાં ઠેર ઠેર રામાયણનું નાટક
ભજવાતું હોય છે. એ વખતે બનાવટી અપહરણ બતાવવામાં આવતું હોય છે એ સમયે પ્રેક્ષકો પણ રાવણ પ્રત્યે રોષ વ્યક્ત કરતા હોય છે. નાટક પૂરૂ થતાં કોઈ એ રાવણના પાત્રને પૂછે છે કે તારા માટે લોકોમાં બહુ વેષ અને ધિક્કાર છે. એ વખતે એ બનાવટી રાવણના પાત્રવાળી વ્યક્તિ કહે છે કે આ ક્યાં સાચું અપહરણ હતું? આ તો નાટકમાત્ર હતું. રામાયણના નાટકમાં બતાવાતા રાવણના પાત્ર જેવું પણ જો તમારૂ જીવન બદલાઈ જાય તો પણ નજીકના ભવિષ્યમાં તમારો મોક્ષ થશે. દુશ્મનના મોત વખતે ખુશી નહી પણ તમારી સંવેદના પ્રગટ કરો. એ રીતે અલિપ્ત ભાવ કેળવો.
મુંબઈ ગોડીજી, વાલકેશ્વર, નાગોર, દિલ્લી, અજીમગંજ, જિયાગંજ આદિ અનેક સંઘોમાં દેવદ્રવ્યની સંપૂર્ણ શુદ્ધિ તથા શાસ્ત્રીય પરંપરાનું પુનઃ
પ્રસ્થાપન.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૪) અનંત ઉપકારી, અનંત જ્ઞાની, જિનેશ્વર પરમાત્માએ એમના અંત સમયે નિર્વાણ પહેલા જીવનનો પરિચય મૃત્યુના માધ્યમથી આપ્યો. વર્તમાન જીવન મૃત્યુના વર્તુળ ઉપર ઉપસ્થિત છે. જ્યારે મોત દરવાજો ખટખટાવશે એ કશું કહી શકાય એમ નથી. મરવું ન પડે એ કળા પરમાત્માએ પ્રવચન દ્વારા બતાવી છે. હંમેશ માટે મૃત્યુનું વિસર્જન થાય, મોતને મારીને મરીએ, સ્વયંના આત્માના માલિક બનીએ એવી ભાવના રાખો.”
આ જન્મનો ક્યારે આરંભ થયો એ જ્ઞાનીઓએ પણ ખબર નથી. અનંત રહસ્યોથી ભરપૂર એવું આ જીવન છે. પરમાત્માના પ્રવચનનો પ્રકાશ જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે છે. આ જીવન ફરી મળે કે ના પણ મળે એવું બની શકે. માત્ર ફરી આવો ઉત્તમ માનવ ભવ અને ઉત્તમ કુળ મળે એવી આશા કરવાની છે.
પરમાત્માએ અંતિમ સમયે એમના પ્રવચનમાં આત્માની પરમ શક્તિનો પરિચય આપ્યો છે. આ આત્માની અનંત શક્તિ છે. એની શક્તિની કોઈ સીમા નથી. એવા પ્રચંડ શક્તિમાન આત્મા વિષે આપણે અજાણ છીએ. સ્વયંના આત્માને હજુ સુધી જાણી શક્યા નથી.'
તમે જે કંઈ જૂઓ છો એ આંખ, શરીર કે બાહ્ય દુનિયા અને બાહ્ય પદાર્થો એ બધું નાશવંત છે, ક્યારેક નાશ થવાનું છે. આ શરીર પણ અપેક્ષાએ ક્ષણિક છે. જે મકાનમાં તમે રહો છો એ પણ તમારૂ નથી. તમે
૨૪
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી જાતને જે નામ આપ્યું છે એ પણ તમારું નથી, શાશ્વત નથી, ઉધાર છે. બહારની વસ્તુને આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્માને જાણવાની આજથી શરૂઆત કરો. તમે તમારો પરિચય કેવી રીતે આપશો? તમારો પરિચય અસત્ય હશે. નામ તો તમે લઈને આવ્યા નથી, એ તો માતાપિતાએ આપેલું છે. તમે કર્મ સંજોગથી આ દુનિયામાં આવ્યા છો. “જે ઘરમાં તમે રહો છો એ પણ તમારૂ નથી. દરવાજામાંથી જે દિવસે અહીં રંગે ચંગે પ્રવેશ ર્યો હતો એ જ દરવાજેથી એક દિવસ સ્મશાનયાત્રા નીકળવાની છે. ઘણી મહેનત અને રઝળપાટ પછી મળેલી સંપત્તિ પણ તમારી નહી થાય. કોઈ દવાખાનામાં જીવન વેચાતું મળતું નથી. સમ્રાટ સિકંદરે પણ આખરે કહેવું પડ્યું હતું કે અઢળક સંપત્તિ, વિશાળ લશ્કર, અને ઉત્તમ રાજવૈદ્યો હોવા છતાં બે હાથ ખાલી લઈને જાઉં છું.” તમે ઇન્દ્રીયોના ગુલામ છો અને આખા સંસારને જીતવાની વાત કરો છો. ઘણું બધું મેળવી લેવાની વૃત્તિ તમને દુઃખી કરે છે. તમને તમારો સ્વયંનો પરિચય નથી. પુણ્ય સાથ આપશે અને પ્રારબ્ધ હશે તો પ્રાપ્તિ સહજમાં થશે. પણ સ્વયંને ભૂલીને કશું મેળવવા તરફ અંધારામાં દોડા દોડ ના કરો. જે દિવસે ઉપરથી વોરન્ટ આવશે એ વખતે કોઈ વકીલ કે અદાલત કે ડોક્ટર તમને બચાવી નહીં શકે. બહુ સમજી વિચારીને સાધુએ સંસાર છોડ્યો હોય છે.
તમે જેને માટે બધું છોડો છો તે જ સ્વજનો તમને સ્મશાન સુધી છોડવા માટે આવશે, કોઈ દુશ્મન નહીં આવે. તમે મોતને ભૂલવા માટે ગામની બહાર સ્મશાન રાખો છો. પણ ખરૂ પૂછો તો સ્મશાન તો ગામની વચ્ચે રાખવું જોઈએ. જેથી લોકોના પાપ કમજોર થઈ જાય. બધાને ખબર પડે કે એક દિવસ અહીં આવવાનું છે.'
અનાદિકાળની યાત્રાનો આજદિન સુધી પૂર્ણ વિરામ આવ્યો નથી. મૃત્યુ એક અદશ્ય તત્વ છે, અનુભવી શકાય છે, પણ એના કારણો ખબર નહી પડે, એ દેખાશે નહીં. એક પરમાણુનો વિસ્ફોટ આખા જગતનો નાશ કરી શકે એટલી એમાં તાકાત છે, એક પાણીના ટીપામાં ૩૦,૦૦૦ થી અધિક
૨૫
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવતા જીવો છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે એમ પરમાત્માએ કહ્યું છે, ત્યારે હવે મોડે મોડે પણ વૈજ્ઞાનિકો આ વાત સ્વીકારવા લાગ્યા છે.
પરમાત્માએ એમના જ્ઞાનબળથી જાણીને અનેક રહસ્યો જગત સમક્ષ મૂક્યા છે એ જાણો તો ખબર પડે કે જીવોનું અસ્તિત્વ કેટલું વ્યાપક છે. પરમાત્માના એક એક શબ્દમાં જગતનું જ્ઞાન છૂપાયેલું છે. ષ દ્રવ્યનો સંપૂર્ણ પરિચય પરમાત્માના જ્ઞાનમાં હતો. પરમાણુંનું અસ્તિત્વ વર્ષો સુધી કાયમ માટે રહેશે. જે શબ્દો બોલાય છે એ આખા વિશ્વમાં સાંભળી શકાશે એવું પરમાત્માનું વચન આજે સાબિત થયેલું જોઈ શકીએ છીએ. પરમાત્માએ જે કહ્યું છે એ યથાર્થ અને સત્ય છે અને જગતના સર્વ જીવો માટે કહ્યું છે એમ સમજો.” “આત્મા જ કર્તા છે, ભોક્તા છે, કર્મ અનુસાર પરિભ્રમણ કરે છે. આત્મા જ તમારો મિત્ર છે
અને શત્રુ પણ છે, દુર્ગતિ અને સદ્ગતિનું કારણ પણ તમારો આત્મા જ
કાર્ય નહી પણ કારણ સુધી જાવ, તત્ત્વના મૂળ સુધી જાવ તો એના રહસ્યો ખબર પડે. “આત્મા તો અરૂપી તત્ત્વ છે. એની જાણકારી એકદમ જલ્દીથી પ્રાપ્ત નહીં થાય. અપૂર્ણ વ્યક્તિ ક્યારેય આત્માનો પરિચય પ્રાપ્ત નહી કરી શકે. પહેલા તમારા આત્માને જાણો, તે માટે બૌદ્ધિક ક્ષમતા પ્રાપ્ત કરો, પછી સાધનાના સર્વોચ્ચ શિખરો સર કરો. આત્માની બાબતમાં આજ સુધી તમે પૂર્ણ નથી. પણ પરમાત્માના આજ્ઞાની ચોરી કરતા રહ્યા છો. તમારા આત્મા પ્રત્યે પ્રમાણિક બનો, એની જાણકારી પ્રાપ્ત કરો, એના માટે પ્રયત્નશીલ બનો. તે માટે યોગ્યતા પ્રાપ્ત કરો. આત્મા સત્ય છે. માટે એની સાધના કરો. સામાન્ય વસ્તુની જાણકારી માટે કોઈને કોઈ સાધન આવશ્યક છે, તો આ તો આત્મા છે. એને સાધના દ્વારા સ્વ અનુભવથી જાણી શકાય છે. પણ સાધનાનું સાધન ઉપેક્ષિત રહ્યું છે એ હકીકત છે. પરમાત્માના વચનોનો આધાર લઈને સાધનામાં ગતિ કરો. તમે સ્વયંને માટે પ્રામાણિક બનો, અધ્યાત્મિક ચેતના જાગૃત કરો. મોક્ષમાં જવા માટે અસંખ્ય સાધનો છે. તમને જે રસ્તો અનુકૂળ હોય એ રસ્તો
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસંદ કરો. તે માટે સાધનામાં ડૂબકી લગાવવી પડે. આત્મા કંઈ શોપીસની વસ્તુ નથી. માત્ર એનો અનુભવ કરી શકાય છે. “શરીરનો ધર્મ દર્દ પેદા કરવાનો છે. આત્માનો ધર્મ આનંદ પેદા કરવાનો છે.” પરમાત્માએ સાડા બાર વર્ષ સુધી કાઉસ્સગ મુદ્રામાં ઉભા રહીને ઘોર તપશ્ચર્યા કરી હતી, અનેક ઉપસર્ગો સહન કર્યા હતા અને બધા કર્મથી મુક્ત બન્યા હતા.
“અનાદિકાળથી આ જીવ કર્મને આધિન છે. ખાણમાંથી કોઈ ધાન નીકળે તો પહેલા એને રીફાઈનરીમાં શુદ્ધિકરણ કરવા માટે મોકલવી પડે છે. એ રીતે આત્માને પણ સાધનાની રીફાઈનરીમાં શુદ્ધ કરીને, તપાવીને શુદ્ધ કરવો પડે છે.'
આખા જગતમાં ઠાંસી ઠાંસીને જીવો ભરેલા છે. તમે અનાદિકાળથી દુઃખો સહી કરીને અહી માનવ ભવ સુધી આવ્યા છો. “માનવ ભવ એ તો મોક્ષનું પ્રવેશ દ્વાર છે.” ફરી પાછા દુર્ગતિમાં ચાલ્યા ન જાય તે માટે પણ સાધનાની હવે શરૂઆત કરી દો. જગતની પળોજણ અને રામાયણમાંથી બહાર નીકળો.
આત્મા જ રામ છે, એ એનો પર્યાયવાચી શબ્દ છે. આત્મામાં રમણતા કરે એ રામ. આત્મામાં રહેલ સમતા એ જ સીતા છે. આત્મામાં રહેલો વિવેક તે હનુમાન છે. આત્મામાં રહેલો લોભ એ જ રાવણ છે અને તૃષ્ણા એ લંકા નગરી છે.'
સીતાનું હરણ થઈ ચૂક્યું છે પણ તમને એનું કોઈ દર્દ કે દુઃખ હોય એમ દેખાતું નથી. તમને લોભને કારણે દેખાતું નથી કે સમજાતું નથી.
ઇચ્છા અને તૃષ્ણાઓ કદી પૂર્ણ થવાની નથી, ઘરડી થવાની નથી. તમે જેટલી ઇચ્છા પૂરી કરશો એટલી જ નહીં, એનાથી પણ અધિક એ ઉભી થયા જ કરશે, થયા જ કરશે. સંતોષ વગર તમે ઇચ્છાને કાબુમાં નહીં લાવી શકો. ઇચ્છા ક્યારેય મરવાવાળી નથી.”
તમે એને મારવા કદી પ્રયત્ન પણ કર્યો નથી. મન બહુ ખતરનાક છે. ‘કર્મોનું આવરણ બહુ ગાઢ છે. એને પ્રયત્નપૂર્વક તોડો. આત્મચિંતન કરો, મનોમંથન કરો તો તત્ત્વ નામનું નવનીત (માખણ) નીકળશે. એ પછી તમે
૨૭
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે એટલું એને ડૂબાડો, તો પણ એ ડૂબશે નહીં પણ ઉપર તર્યા કરશે. જે વ્યક્તિ પરમાત્માના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે એ પછી સંસારમાં ક્યાંય ડૂબશે નહીં. તત્ત્વ એ ટોનીક છે.’ ‘આજે આટલા બધા ગુન્હાઓ થાય છે, બધા જ ક્ષેત્રોમાં આટલી બધી અવ્યવસ્થાનું મૂળ કારણ આજના શિક્ષણના અભ્યાસક્રમમાં મૂળથી જ ધાર્મિક શિક્ષણનો અભાવ છે. આજના શિક્ષણમાં કોઈ ઉચ્ચ આદર્શ નથી કે જેમાંથી કોઈ પ્રેરણા મળે. ધર્મના શિક્ષણનો તો આજના શિક્ષણમાં સદંતર અભાવ જોવા મળે છે. મહાપુરૂષોના જીવન ચરિત્રો નાના બાળકોને પહેલેથી જ વાંચી સંભળાવો તો એનાથી સારા સંસ્કાર સુદઢ બનશે. વર્ષોથી એવું નથી કર્યું એના પરિણામ આજે સ્પષ્ટ જોઈ શકાય છે.’
અખંડ ભારતના બંગાળ પ્રાંતના એક વિશ્વવિદ્યાલયના વડા તરીકે શ્રી મુખરજી કામ કરતા હતા. તેમને તે વખતે અંગ્રેજ વાઇસરોય તરફથી વિદેશ મોકલવા માટે કહેવામાં આવતાં તેઓ જવાબ આપે છે કે તેઓ તેમના માતુશ્રીને પૂછીને પછી આવતીકાલે એનો જવાબ આપશે કે વિદેશ જવું કે નહીં. શ્રી મુખરજી ઘેર જાય છે. वृद्ध અને અભણ એવા માતૃશ્રીને, અંગ્રેજ સરકાર તરફથી તેમને વિદેશ જવા માટે કહેવામાં આવ્યું છે તે અંગે રજા માંગે છે. માતુશ્રી પરદેશમાં દિકરાના સંસ્કારો સચવાશે કે નહી તેવો બધો ઘણો વિચાર કર્યા પછી ના પાડે છે. શ્રી મુખરજી બીજે દિવસે નિયત સમય મુજબ પોતાની ઓફીસમાં જાય છે. તે વખતે તેઓ કદાચ અંગ્રેજ સ૨કા૨/વાઇસરોય નારાજ થઈ જશે, તો રાજીનામું આપી દઈશ, એવી મનોમન તૈયારી સાથે રાજીનામું પણ પોતાના હાથથી લખીને ખિસ્સામાં રાખ્યું હોય છે. વાઇસરોય શ્રી મુખરજીને બોલાવે છે ત્યારે માનભેર શ્રી મુખરજી પોતાની માતાની અનિચ્છા હોવાને કારણે પરદેશ જવાની વાતનો સવિનય અસ્વીકાર કરે છે અને રાજીનામું વાઇસરોયના હાથમાં મૂકે છે. શ્રી મુખરજીની ‘માતૃભક્તિ જોઈને વાઇસરોય પણ ઝૂકી જાય છે અને તેમને છાતી સરસા ચાંપી દે છે અને ધન્યવાદ આપે છે. વાઇસરોય કહે છે કે આવા સંસ્કારોનો તેમને ત્યાં ઇગ્લેંડમાં દુકાળ છે, આવા સંસ્કારોની ત્યાં બહુ જરૂર છે.’ સ્વાધ્યાય અને ધર્મશિક્ષણનો પ્રભાવ આ દાખલામાં સ્પષ્ટપણે જોઈ
૨૮
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છે. “આજે સંસ્કાર નથી ત્યાં બાળકો શું શીખશે અને કેવું ભણશે? અધ્યાત્મિક શિક્ષણ ક્યારે પ્રાપ્ત કરશે? જ્ઞાન તો એવું હોવું જોઈએ કે જે
આત્માને અનુકૂળ હોય, કર્મોથી મુક્ત બનાવે, વાસના અને કષાયોના પંજામાંથી છોડાવે અને પરંપરાએ મોક્ષ અપાવે.” આજ સુધી એ દિશામાં તમે કોઈ રસ બતાવ્યો નથી.
આત્મા બહુ ગહન વિષય છે. એને જાણવા માટે અધ્યયન, જીજ્ઞાસા અને સમર્પણભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ. અધ્યાત્મ ક્ષેત્રમાં કુતર્ક કરવાથી કંઈ નહી વળે. આત્માના વિષયમાં તમે ઘણા એવા કુતર્ક કરો છો જેનો કોઈ જવાબ હોતો નથી. આત્મા એ પરમ શક્તિમય ચેતના છે. એનો બહુ ટૂંકમાં પરિચય આપવો શક્ય નથી. આત્મામાં પ્રચંડ તાકાત છે, મહાન શક્તિ છે એમ દુનિયાના બધા દર્શન સ્વીકારે છે.” “આત્મામાં રહેલ કર્મ પણ કંઈ ઓછું નથી. એ કર્મ સત્તા બહુ બળવાન છે. વશિષ્ઠ મુનિએ શુભ મુહૂર્ત જોયા પછી રામચંદ્રજીના રાજ્યાભિષેક વખતે રાજા દશરથે રાણી કેકેયીને આપેલ વચન વચમાં આવે છે, અને જ્યાં રામચંદ્રજીના રાજ્યાભિષેકની શરણાઈઓ ગાજતી હતી, ત્યાં જ રામચંદ્રજીને વનવાસ જવાનો વારો આવે છે. કર્મ સત્તાની તાકાતનો કેવો પરચો?” “આત્મા સ્વયં કર્મનો અનુબંધ કરે છે, પરિભ્રમણ કરે છે, સુખ અને દુઃખ પણ આત્મા પોતે પ્રાપ્ત કરે છે અને મુક્તિ પણ આત્મા પોતે જ પ્રાપ્ત કરે છે.'
હજ્જારો લોકો પુરૂષાર્થ કરે છે પણ કરોડપતિ કે ખરબોપતિ તો બહુ જૂજ લોકો થાય છે. દરેક જગ્યાએ કર્મ સત્તાનો સ્વીકાર કરવો પડે એમ છે. મહાવીરના કર્મનો સિદ્ધાંત ઇચ્છાથી કે અનિચ્છાથી પણ આખા જગતને માનવો પડે એમ છે. એમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી પણ પૂર્ણ સત્ય છે. દૂધ સાથે પાણીનો સંબંધ છે એ રીતે આત્માને કર્મ સાથે સંબંધ છે. કર્મ તમારી સાથે અનાદિકાળથી જોડાયેલું છે. આત્માની પ્રબળ શત્રુ કર્મ છે. કર્મનો પ્રબળ શત્રુ ધર્મ છે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર રહી શકતો નથી. આત્મા અનંત શક્તિમય છે. પરંતુ એમાં રહેલ કર્મ સૌથી મોટો શત્રુ છે.” મહા પ્રયત્ન માનો કે તમે અઢાઈ કરી નાંખો. પણ પારણાના દિવસે શું
૨૯
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિસ્થિતિ હોય છે? સ્વાદવૃત્તિ કેવો પરચો બતાવે છે? પારણામાં કેટલી જાતની આઈટમ રાખો છો? આઠે દિવસનું સાટુ વાળી લેવાનું હોય એમ વિવિધ જાતની સામગ્રીઓ પારણામાં હોય છે ને? આહાર કરતી વખતે ઉપવાસનો પરિચય મેળવવો જોઈએ. આનંદઘનજી મહારાજને ગોચરી વહોરવા જતી વખતે પણ આંખમાં આંસુ આવે છે. પરમાત્માનું ભજન છોડીને ભોજન માટે રખડવું પડે છે એનું દર્દ એમના અંતરમાં હોય છે. આ કાયારૂપી કૂતરી તેમને પરમાત્માનું ભજન કરતાં રોકે છે એનો ડંખ હોય છે. આહારમાં સ્વાદનો અનુભવ ન કરો.”
આ શરીર ઉધાર લઈને આવ્યા છો, એનો કોઈ ગર્વ ના કરો. એક વખત એક પેપરમીલમાં રોકાણ કરવાનું થયું હતું. ત્યાં બોઈલર હતું, ગરમ ગરમ ભટ્ટી હતી, એમાંથી ભયંકર દુર્ગધ મારતી હતી. બોઈલરમાં કચરો, એસિડ અને અન્ય રો મટીરીયલ નાંખીને પછી એને ઉકાળવામાં આવતું. હોય છે. તે પછી તેમાંથી સુંદર સફેદ કાગળનું ઉત્પાદન થતું હોય છે. એક કાગળને પણ તૈયાર થતા પહેલા કેટલી બધી આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે છે? એમ જુઓ તો વિષ્ટા પણ તમને કંઈક બોધપાઠ આપે છે. એ કહે છે કે કેમ મારી સામે જોતા નથી? મને છોડીને ક્યાં જાવ છો? હજુ ગઈ કાલે તો મને ખૂબ ટેસથી ખાતા હતા ને? કર્મસત્તા તમને નચાવે છે. આત્માનો શત્રુ કર્મ, કર્મનો શત્રુ ધર્મ. આત્માની સ્થિતિ બહુ ભયંકર છે.
આત્મા અને ધર્મ એ બેની મૈત્રી થઈ જાય તો કામ થઈ જાય, આત્મામાંથી કર્મ નીકળી જાય તો મહાન ચમત્કાર થઈ જાય, આત્મા પરમાત્મા બની જાય. આત્મા સાથે ધર્મની મૈત્રી કરો. ‘તમે મરવા ઇચ્છો તો મારી શકો એમ પણ નથી, બજારમાં મળતા પોઈઝન પણ નકલી હોઈ શકે છે. ત્યાં પણ કર્મસત્તા એનો ખેલ બતાવશે. મરવાથી કોઈ સમસ્યા હલ નહીં થાય પણ તમારૂ તો ચોક્કસ અહિત થશે. મરવું એ તો કાયરનું લક્ષણ છે. “દરેક જગ્યાએ કર્મના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. આત્મા અને ધર્મ જો મિત્ર બની જાય તો એની બધી શક્તિ સર્જનાત્મક થઈ જાય. કર્મની ચુંગાલમાંથી બહાર નીકળવા માટે ઉંડાણપૂર્વક વિચારો. કર્મથી કેવી રીતે બચવું એ તમે જાતે જ શોધો.”
પરંપરાઓ અને રીત રિવાજમાં, તમે સ્વચ્છંદતાપૂર્વક ઘણો ફેરફાર
૩૦
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી નાંખ્યો છે, એની સજા અત્યારે ભોગવી રહ્યા છો. બાળકોના સંસ્કારની તમને કંઈ પડી નથી. તમારા વિચારોમાં આત્માને અનુકૂળ યુક્તિ આવે તો જલ્દીથી મુક્તિ મળે. ખાતા, પીતા, વ્યવસાય કરતા કરતાં, દરેક ક્ષણે પ્રામાણિકતા દાખવો તો, પરિવાર સ્વર્ગ બની જાય, તમારી દુકાન કે ઓફીસ એ જ મંદિર બની જાય અને પરંપરાએ મોક્ષ મળી જાય. ભગવાનના અનુગ્રહને પાત્ર બનો. તે માટે જીવનને શુદ્ધ અને નિર્મળ બનાવો, રાગ-દ્વેષ રહિત, મિથ્યાત્વ, કષાય અને અવિરતિ રહિત બનાવો. “દરેક જગ્યાએ તમે બધા નિયમોનું અનિચ્છાએ પણ પાલન કરો છો. તો પછી પરમાત્માના કાયદાનો પણ સ્વીકાર કરો. વ્રત નિયમો ધારણ કરો.' સોળ પ્રકારના કષાય બહુ ખરાબ છે. એ બધાથી સાવધાન રહેવા જેવું છે. ગમે તેવા નિમિત્તો આવે, પણ તમારી જાતને એનાથી દૂર રાખો, પણ કષાયને આધિન ન થાવ.
મન બહુ લોભી છે, ચંચળ છે. આત્મા અને ધર્મ કેવી રીતે અલગ રહે એ માટે મન જાત જાતના પેતરા ગોઠવતું હોય છે. એમ કહેવાય છે કે જેણે “મન સાધ્યું એણે સઘળું સાધ્યું.'
આત્માના વિષય બાબતમાં થોડી જાણકારી મેળવવા પ્રયત્ન કરો. તે માટે ધર્મ ગ્રંથો અને મહાન પુરૂષોના ચારિત્ર વાંચો, સાચા પરિપ્રેક્ષ્યમાં સમજો અને કંઈક જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો.
આ સંસાર ચક્રમાંથી કોઈ બચ્યું નથી, ચક્રવર્તી હોય કે સામાન્ય માણસ હોય, કોઈ આ સંસારચક્રમાંથી બચ્યું નથી. આ
જીવનને ધર્મરૂપી ખીલા સાથે બાંધી દો તો કામ થઈ જાય. પરમાત્માના શરણમાં રહેવાથી વ્યક્તિ ભયમુક્ત બને છે. ધર્મ તરફ થોડું ધ્યાન આપો તો પણ ઘણા પાપોમાંથી બચી જવાશે.”
પૂ. આચાર્ય ભગવંત
૩૧
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પધસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૫) “અનંત ઉપકારી, અનંત જ્ઞાની, ચરમ તીર્થંકર પરમાત્માએ જીવનના અંતિમ સમયે, અતિ મહત્વપૂર્ણ ધર્મ પ્રવચન આપ્યું. એના દ્વારા જીવનનો પરિચય મૃત્યુ દ્વારા આપ્યો. અનાદિકાળથી મોતનો શિકાર બનતા આવ્યા છે. પણ આજ સુધી મોતને મારી શક્યા નથી. ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ કે જન્મ, જરા અને મૃત્યુ નિવારી આપો.'
પણ એ ભાવના કેવી રીતે સફળ બને એ જાણો. અનાદિકાળથી કર્મના બંધનથી ગુલામ બનીને નાચી રહ્યા છીએ. એક વાંદરાને મદારી નચાવે છે, એમ આજ સુધી આપણે કર્મના ઇશારે નાચી રહ્યા છીએ, અને જીવન પૂર્ણ થઈ રહ્યું છે. છતાં હજુ સુધી ચેતનામાં જાગૃતિ આવી નથી. જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય એનું માર્ગદર્શન પરમાત્માએ આપ્યું છે. પીત્તળની શીટને પાણીમાં નાંખશો તો ડૂબી જશે. પણ એને ઘડાનો આકાર આપશો તો એ પાણીમાં નહીં ડૂબે.
અનાદિકાળથી સંસારમાં આવતા રહ્યા અને ડૂબતા રહ્યા. પરમાત્માએ સાધનાના પ્રહારથી જીવનની ચેતનાને જાગૃત કરવા માટે માર્ગદર્શન આપ્યું છે. પરમાત્માનો એક એક શબ્દ મહામંત્ર જેવો છે જે મોહનિદ્રામાંથી તમને જગાડે છે. પણ આદત મુજબ થોડીવાર માટે જાગીને પાછા તમે સૂઈ જાવ
છો.
બધે તમારા સ્વાર્થની વાત ન જૂઓ. એનાથી પણ આગળ વધો. સ્વાર્થભાવ દઢ કરશો તો જીવનનો અર્થ નહી સમજી શકો. પરમાત્માના દર્શન કરીને
૩૨.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ સાથે પણ તમારો કોઈ સંબંધ છે એમ વિચારો. આત્મા જ શત્રુ છે, આત્મા જ મિત્ર છે, આત્મા જ તમને સદ્ગતિ અને દુર્ગતિમાં લઈ જવાવાળો છે. તે જ કર્તા અને ભોક્તા છે. વિવેકની અવસ્થામાં આત્મા મિત્ર બને છે અને એ વગર એ જ આત્મા સર્વનાશનું કારણ બને છે, શત્રુ બને છે.
વિચારોના માધ્યમથી કર્મોને આમંત્રણ આપો છો અને તે જ કર્મ પછી આગળ વધીને દુર્બાન કરાવે છે, અને દુર્ગતિના મહેમાન બનાવે છે. કયારેય એકાંતમાં શાંતચિત્તે આ અંગે વિચારો. દ્રવ્ય, ગુણ અને પદાર્થથી આત્માનું શુદ્ધિકરણ કરો.” “લક્ષહીન અવસ્થામાં કરેલ બધી ધર્મ ક્રિયા નિષ્ફળ જશે. એને બદલે મોક્ષનો સંકલ્પ કરીને પછી આરાધના કરો. આખા સંસારનું જન્મ સ્થાન, બીજ અંતરમાં રહેલ અહંકાર છે. પરમાત્માના ઉપકારનું મૂલ્ય સમજવા પ્રયત્ન કરો. અહંકારનો નાશ કર્યા વગર અરિહંત નહી બની શકો. મનમાં અહંકારનું બીજ રહી જશે તો બધો ત્યાગ નિષ્ફળ જશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. તમારા વિચારોમાં ત્યાગ અપનાવો. રાગ દ્વેષથી મુક્ત થઈને શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરો પછી સર્જનાત્મકતા પ્રવેશ કરી શકશે. હું મોટો છું, હું જ્ઞાની છું, તપસ્વી છું, ત્યાગી છું એવો આઠ પ્રકારનો મદ પહેલા દૂર કરો. અહંકારનો પરિવાર બહુ મોટો છે. એક પાપને આશ્રય આપશો તો અનેક પાપ વગર બોલાવ્યે આપો આપ આવી જશે, અડીંગો જમાવશે. એકવાર દુર્વિચાર આવશે તો એની પરંપરા ચાલુ રહેશે. ત્યાગની ભાવના વાસ્તવિક રીતે અપનાવો.” “સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે એ ભાવના દૃઢ કરો. એક સામાન્ય વ્યસન નહીં છોડી શકો તો સંસાર કેવી રીતે છૂટશે? ચા, પાન, મસાલા કે બીડી-સિગરેટ જેવી નાની અને ક્ષુલ્લક વસ્તુ તમને ગુલામ બનાવે છે એવું તમને થાય છે ખરું? આ વાત બહુ ગંભીરતાથી વિચારવા જેવી છે. નાનું બાળક મોમાં આંગળી નાંખે તો તમને શરમ આવે છે. પણ સેંકડો માણસો વચ્ચે ગર્વથી સિગરેટ પીતા તમને શરમ નથી આવતી કે એ અશોભનીય નથી લાગતું. વ્યસન એ તો ઝેર છે, તપશ્ચર્યામાં બાધક છે. એનો ત્યાગ કરો. આજે તો ત્યાગની ભૂમિકા પણ રહી નથી.’ કર્મબંધના સાધનો પ્રેમથી સાચવી રાખ્યા છે. “આત્માની સ્થિતિ ખબર નથી કે ક્યારે શું થશે? કર્મથી મુક્ત
૩૩
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થવા પ્રયત્ન કરો અને આત્માની ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરો. એનો આનંદ કંઈ ઓર જ છે, અવર્ણનીય છે. એનો પરિચય શબ્દોથી આપી શકાય એવો નથી. શબ્દ એ તો માધ્યમ છે. પણ આનંદ તો સ્વયં લેવો પડે. તમે મીઠાઈ ખાતા હો તો એનો સ્વાદ તમને જ ખબર પડે, અન્યને નહીં. આત્માનો અપૂર્વ આનંદ તો સ્વયં મેળવવા જેવી ચીજ છે. શબ્દ વર્ણનથી એની ખબર ના પડે. દુન્યવી જાણકારીના ભંડારથી કલ્યાણ નહીં થાય. જાણકારીની સાથે સાથે પૂર્ણ શ્રદ્ધા હોય એ સાધનાના ક્ષેત્રમાં બહુ જરૂરી છે. સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર હશે તો મોક્ષ માર્ગ પ્રાપ્ત થશે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી શ્રદ્ધા વેર વિખેર છે. કોઈ એક વાતમાં તમને વિશ્વાસ નથી. પચાસ હાથ અલગ અલગ જગ્યાએથી કૂવો ખોદવાથી પાણી નહીં મળે. એક જ જગ્યાએ ૫૦૦ ફૂટ ખોદવાથી પાણીનો સ્ત્રોત ચોક્કસ મળી આવશે. પરમાત્માએ એકાંતે કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે એવી શ્રદ્ધાથી સ્વયંને સાધો, સાધનામાં ડૂબી જાવ, તન્મય બની જાવ તો જ સત્ય પ્રાપ્ત થશે. સાધનાનો આનંદ શબ્દોમાં નહી વર્ણવી શકાય. સંસારને ભૂલીને જે વૈભવ પ્રાપ્ત થશે એ અલૌકિક પ્રકારનો હશે. ચિંતનમાં
મગ્ન બની જાવ, તન્મયતા પ્રાપ્ત કરો અને સ્વયંને ભૂલીને સાધના કરશો, સંસાર શૂન્ય બની જશો ત્યારે ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
‘સામાયિક તો રોજ કરતા હશો. પણ સાથે સાથે આત્મ ચિંતન કરો, વિતરાગના સ્વરૂપનું ચિંતન કરો, ધર્મની ઉંડાઈમાં જાવ. પ્રતિક્રમણમાં પણ ભાવ હોવો જોઈએ, ઔપચારિકતા નહીં. પ્રતિક્રમણ કરતી વખતે અઢારે પ્રકારના પાપોથી મુક્ત થવાની ભાવના રાખો. સંવર અને નિર્જરા પ્રાપ્ત થાય એવું પ્રતિક્રમણ કરો.’
ધર્મના રહસ્યોને સમજ્યા વગર કરેલી આરાધનાનો કોઈ અર્થ નથી. આપણી દશા બહુ ખરાબ છે. મુસલમાનો કે યહૂદીઓને જૂઓ તો એમની ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનો પરિચય મળે. આજે તો શ્રદ્ધાનો દાટ વળી ગયો છે. શ્રદ્ધાનો સર્વત્ર અભાવ જોવા મળે છે. આવું ચાલુ રહેશે તો કર્મક્ષય માટેની શક્તિ નહીં મળે.
૩૪
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ધર્મ માટે મરી ફીટવું એ તો ગૌરવ અને સૌભાગ્યની નિશાની છે. ભૂતકાળમાં અનેક વ્યક્તિઓએ ધર્મ માટે પ્રસન્નતાપૂર્વક પ્રાણ આપ્યા હોય, એવા અનેક દાખલાઓ છે.” “આરાધનામાં અહંની ભૂમિકા ન ચાલે. નમ્રતા ગ્રહણ કરો. અહં હશે ત્યાં સુધી અરિહંતના દર્શન નહીં થાય. અહં એ છૂપો રોગ છે. એ તમારા આચરણમાં પણ છૂપી રીતે પડ્યો હોય એમ દેખાઈ આવતો હોય છે. બધા રોગનું કારણ અહંકાર છે. સત્યને છુપાવવા કોશિષ ન કરો. તમારા અહંને જાત ભાતના નુસ્મા અજમાવીને પ્રગટ ન કરો. અહંકાર આત્માના દુષણને વધારે છે.” “આત્મા તો અનંત પ્રકાશમય અને જ્યોતિર્મય છે. પણ કષાયને કારણે મનની ચીમની કાળી પડી છે. એને પહેલા સાફ કરો તો તમારી સાધના દિપી ઉઠશે. તમે જ તમારા શિક્ષક બનો. પ્રવચનમાં જે સાંભળો છો, એ મનને પણ વંચાવો.” અહંકારની ભૂમિકામાંથી બહાર આવો. અહંકારના પરિણામ બહુ ખરાબ હોય છે. રાવણ, હિટલર વગેરે અહંકારને કારણે દુર્ગતિ પામ્યા હતા. અહંકાર રહી જશે તો અંત સમયે કોઈ આંસુ લૂછવાવામાં પણ નહીં મળે. અહ, નાઈ, કોહ અને સોહે એ ચાર શબ્દોમાં ઘણું રહસ્ય છે. હું કંઈ જ નથી, સ્વતઃ પરથી મને કોઈ સંબંધ નથી. પરમાં સ્વની કલ્પના એ મિથ્યાત્વ છે.'
આત્મા તો અનામી છે, એને એને તમે ઉછીનું નામ આપ્યું છે. “વાણીમાં સંયમ અને વિવેક રાખો. ‘તમે જાણો છો ઘણું બધું, પણ આચરણમાં કંઈ નથી. આગ લાગે ત્યારે ગમે એટલા લોકો ટોળે વળે અને એના ઘરની કિંમતી સામગ્રી બચાવે. પણ માલિકને બચાવવાની કોઈ દરકાર ન કરે. એ રીતે તમે સંસારની આગમાં ક્ષુલ્લક એવો સામાન બચાવો છો, પણ માલિક એવો આત્મા કષાયોની આગમાં સળગી રહ્યો છે, એની ખબર નથી પડતી.” “કર્મ રાજાની નોટીસ આવશે ત્યારે, એક શબ્દમાં વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. ભોજન કરતી વખતે ગળામાં તકલીફ થાય અને ડોક્ટર પાસે જાવ તે વખતે ડોક્ટર કહે કે, જરા ગળાની બાયોપ્સી કરાવી આવો. મુંબઈ જઈને ટાટા હોસ્પીટલમાં દેખાડી આવો. ત્યાંથી જ ભય ચાલુ થઈ જાય, ધોળે દિવસે તારા દેખાતા થઈ જાય. તે પછી તમે નિદાન કરાવો અને અભિપ્રાય આવે કે ખરેખર તમે કેન્સરથી
૩૫
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીડાવ છો તો શું સ્થિતિ થાય? એવા વખતે ખાવા પીવામાં, વેપારમાં કે નોટો ગણવામાં આનંદ નહી આવે. વગર બોલાવ્ય મંદિર ને ઉપાશ્રયે જવા માંડશો. પણ તમે રોગમાંથી બચી નહી શકો. આવું થાય એના કરતાં પહેલેથી જ ચેતી જાવ. અપરાધી બનીને નહી પણ શાહુકર બનીને પરમાત્માના દરબારમાં જાવ.” “નાહ ની ભાવના રાખો.” “ઉંડાણથી વિચારો તો તમારો પરિવાર પણ તમારા માટે વૈરાગ્યનું કારણ બની શકે એમ છે. સંસારમાં અને પરિવારમાં પણ અપમાનના કેટલા બધા કડવા ઘૂંટ પીવો છો? અને છતાં સંસારમાં મઝથી પડ્યા રહો છો એ માટે સાધુએ તમને ધન્યવાદ આપવા કે દુઃખ વ્યક્ત કરવું? બધું સહન કરવા છતાં તમે સંસાર છોડતા નથી.” “એકવાર બ્રહ્માજી પાસે બળદ, કૂતરો અને માણસ ભેગા થઈ ગયા. એ બધાને બ્રહ્માજીએ ચાલીસ ચાલીસ વર્ષનું આયુષ્ય આપ્યું હતું. બળદ કહે છે કે આટલું બધું આયુષ્ય નથી જોઈતું, થોડું ઓછું કરી આપો. માણસ તો બાજુમાં જ હતો. સદાયની જેમ એ ભીખ માંગવાની વૃત્તિવાળો હતો. એણે કહ્યું કે બળદના ૨૦ વર્ષ મને આપી દો. બ્રહ્માજીએ બળદના ૨૦ વર્ષ માણસને ઉમેરી આપ્યા. તો પછી કૂતરાનો વારો આવ્યો. કૂતરો પણ કહે કે આ માણસ જાત બહુ ગદ્દાર છે. મને એટલા બધા વર્ષ માણસોની સાથે રહેવું નહી ફાવે. મને પણ થોડા વર્ષ ઓછા કરી આપો. બ્રહ્માજીએ એના પણ ૨૦ વર્ષ લઈ લીધા અને માણસની પુરાની માંગવાની આદત માન્ય રાખીને માણસના આયુષ્યમાં બીજા વીસ વર્ષનો વધારો કરી આપ્યો. સમજી ગયા ને? માણસની જાત તો જૂઓ. ચાલીસ વર્ષ તો યુવાનીમાં વેડફી નાંખે છે. પછી ચાલીશથી સાંઈઠ વર્ષની ઉંમરે બળદની જેમ મજૂરી કરે છે. સાંઈઠ પછી યાદ શક્તિ ઓછી થાય છે, શરીર ક્ષીણ થાય છે. બધા ગાત્રો મંદ પડે છે, સંસ્કારનો અભાવ હોય છે. સામાન્યતઃ કૂતરો બારણા પાસે બેસે, એનું સ્થાન જ ત્યાં હોય. એમ સાંઈઠ પછી માણસનું સ્થાન ઘરના દરવાજે હોય છે. સમયે સમયે ત્યાં જમવાનું આવી જાય, બીજી કોઈ ટક ટક કરવાની નહી અને કરે તો પરિવારના અન્ય સભ્યો અપમાન કરીને બોલતી બંધ કરી દે. સંસાર તમને આટલું બધું શીખવે છે છતાં તમે એમાંથી કંઈ બોધપાઠ લેતા નથી અને સંસાર છોડતા નથી.” લગ્નમંડપમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવા પણ શાસનમાં દાખલા
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવા મળે છે. ‘તમારા તો યોગમાં પણ ભોગ પ્રવેશ્યો છે.’ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ એક દિવસ બધું છોડવું પડશે. ‘દાન, તપ, શીલ અને ભાવ દ્વારા કર્મનો નાશ કરો. આ ચારે વસ્તુ મોક્ષ આપવાવાળી છે. શુભ ભાવનાથી ભવને શણગારો.’ ‘દરરોજ કંઇક ને કંઇક દાન કરો. પૂર્વજોએ બતાવેલી બધી વ્યવસ્થા ઉત્તમ છે, એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારો. દાન પણ વિવેકથી આપવામાં આવે છે. દાન લેવાવાળો પુણ્યનો વરસાદ
વરસાવીને જાય છે અને મારા ઉપર ઉપકાર કરે છે એવી ભાવના સાથે દાન આપવું જોઈએ. હું દાન આપું છું એવો ભાવ હશે, તો દાન નિષ્ફળ જશે કે ઓછું ફળ આપશે. પરમાત્માની આજ્ઞા છે, હું તો માત્ર નિમીત્ત છું એમ સમજો. તમે સતત ધન બચાવવાની કોશિષ કરો છો પણ કર્મ રાજા રૂઠશે તો બધું ચાલ્યું જશે.'
અસત્યનું પરિણામ બહુ ખરાબ આવે છે. મારૂ કોઈ નથી, હું કંઈ નથી, જે કંઈ મળ્યું છે તે પૂર્વના પુણ્યથી મળ્યું છે એમ સમજો. શુભ કર્મનો નાશ ન થાય અને પુણ્ય કર્મને પોષણ મળે એવું કામ કરો. પુણ્ય પણ પચવું જોઈએ. અજીર્ણ થશે તો પુણ્ય એ પાપનું કારણ ન બને એની તકેદારી રાખજો. સમજીને પુણ્યનો ઉપયોગ કરો. રોટલી ઘણી ખાવ પણ જેટલી રોટલી લોહી બનાવી આપે એ જ કામની, એનું જ મહત્ત્વ છે. પૂર્વના પુણ્ય હશે તો પૈસા તો ઘણા પેદા કરશો પણ જે પૈસો ધર્મમાં વાપરશો એ જ કામમાં આવ્યો એમ સમજજો. વિવેકપૂર્વક પુણ્યનો ઉપયોગ કરો.
‘આજનો માણસ થર્મોસ જેવો છે એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી. બહારથી ઠંડો, પણ અંદરથી એકદમ ગરમ છે. મહારાજ સાહેબ પાસે એકદમ સીધો દેખાય અને પછી બહાર કંઈક અલગ જ ચહેરો હોય. આવી સ્થિતિ બહુ ખતરનાક છે.’‘કોઢું એટલે કે હું કોણ છું? એ અંગે પણ વિચાર કરો. તમે શરીર નથી, ઇન્દ્રીય નથી કે, નામ પણ નથી. પરમાત્માની દૃષ્ટિએ જ્ઞાનમય, દર્શનમય અને એક વિશિષ્ટ શક્તિમય એવો તમારો આત્મા છે. જે પ્રત્યક્ષ કદી નથી જોઈ શકાતો એવું અનામી રૂપ છે એવો હું છું એમ સમજો. વિચારને તમે જોઈ શકતા નથી. હવાને સ્પર્શ દ્વારા અનુભવી શકો છો, પણ જોઈ
૩૭
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાતી નથી. આત્માની સ્થિતિ પણ એવી છે. એના કાર્ય દ્વારા એને ઓળખી શકાય છે, પણ એને જોઈ શકાતો નથી. આત્માને જાણવો એ તો બહુ દૂરની વાત છે. એનો અનુભવ કરી શકાય છે. ચર્મ ચક્ષુ એને જોવા માટે અસમર્થ છે. ભોગ, ઇચ્છા અને તૃષ્ણાનું બલિદાન આપશો તો આત્માની સ્થિતિ જાણી શકાશે.” રાગદ્વેષનું વિસર્જન કરીને, ગુણોની હારમાળાનું સર્જન કરો. ધર્મ ધ્યાન કરીને, સિદ્ધના જીવોનો આનંદ તમે આજે પણ લઈ શકો છો. દરેક કાર્યમાં ઇચ્છા બળવાન હોય છે. તમારી બનાવટી પ્રાર્થનાની કોઈ અસર નહીં થાય. સાધનામાં સંસાર સાથે ન આવે એવું કરો. માનસિક દરિદ્રતા દૂર કરીને આત્માના સમ્રાટ બનો. મારે કંઈ નથી જોઈતું એવી ભાવના રાખો. “અહિંસાના સંસકાર દઢ કરો. કદાચ ચક્રવતીનું પદ મળે, સંસારનો સમ્રાટ બની જઉં પણ હે ભગવાન, તારા શાસનથી વંચિત રહી જઉં એ ન ચાલે, એવી પ્રાર્થના ભગવાનને કરો. આવો અનુરાગ શાસન અને પરમાત્મા પ્રત્યે હોવો જોઈએ. કુમારપાળ મહારાજાએ સંસારમાં રહીને પણ ગણધર નામકર્મ ઉપાર્જન કરેલું. એ બધા વ્યસનોથી પૂરા હોવા છતાં, પણ આચાર્ય ભગવંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો એમને પરિચય થાય છે, એ સાથે જ એમનામાં મૌલિક પરિવર્તન આવે છે અને અંતે શાસન પ્રભાવક બને છે, અને જીવદયાનું અપૂર્વ પાલન કરાવે છે. એમનો ગુરૂ પ્રત્યે કેવો વિશિષ્ટ અનુરાગ? સત્યને સ્વીકારવું એ જૈન શાસનની વિશેષતા છે. જેના ભવરૂપી બીજ નાશ થઈ ગયા છે અને ગમે તે નામથી પોકારવામાં આવે તો કંઈ ફેર પડતું નથી એવા વિતરાગ સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર કરો. “વિચારમાં વૈરાગ્ય આવવો જોઈએ. કર્મવશ સંસારમાં રહેવું પડે. સંસારનો પ્રતિકાર કરવાની તાકાત ન હોય તો કર્મથી યુક્ત ન થાવ, એવું કામ કરો. આત્મામાં વેરાગ્ય પ્રસ્થાપિત કરો. પછી સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહી શકાશે. સંયમની સુગંધ એકવાર માણવા જેવી છે. તમે અનાદિકાળથી સંસારમાં રહ્યા છો એટલે તમને વિષય કષાયોમાં દુર્ગધ નહી પણ સુગંધ લાગે છે. વિષય કષાયોના નિમિત્ત વખતે જાગૃત થઈ જાવ છો અને સંયમની વાત આવે છે, ત્યારે બેભાન જેવા થઈ જાવ છો. “કષાયોથી મુક્ત થવા માટે અને પવિત્રતા પ્રાપ્ત કરવા માટે પર્વાધિરાજ પર્યુષણ આવી રહ્યા છે. પર્વ જીવનમાં પ્રકાશ પાથરે છે, એક નવો જ સુંદર
૩૮
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળાંક આપે છે. પર્યુષણનો પ્રાણ ક્ષમાપના છે.“આઠ દિવસ સુધી આરાધના કર્યા પછી ક્ષમામાં પ્રાણ હોવો જોઈએ. દુષ્ટ અને અપરાધી આત્મા પ્રત્યે પણ ક્ષમા દાખવો.”
દરરોજ પરમાત્માના દર્શન, પૂજા કે અન્ય ધર્મ ક્રિયા કર્યા પછી તમારા કષાયો મંદ પડ્યા છે કે નહી, એનું અવલોકન કરો. શુદ્ધ બનશો તો સિદ્ધ અવસ્થા મળશે. શુદ્ધ બનાવા માટે પર્યુષણ આવે છે, એની આરાધના કરીને મંગલ પ્રતિક્રમણ કરો. એ રહી જશે તો કષાયોનો અનુબંધ થશે. પરમાત્માનું જીવન દર્શન તમારા પર બહુ ઉપકાર કરે છે. અઢાઈ ન કરી શકો તો છેવટે અઠ્ઠમના તપ તો અવશ્ય કરો, શક્તિ ન હોય તો આયંબિલ કે એકાસણું કરીને પણ નાનું તપ તો અવશ્ય કરો અને આત્માની શુદ્ધિ તરફ પ્રયાણ કરો એ જ ભાવના સાથે વિરમું છું.
પૂ. આચાર્ય ભગવંત શ્રી પાસાગર સુરીશ્વરજી મ. સા. ની
વિશ્વમાં જિનશાસનનાં ગૌરવમાં અભિવૃદ્ધિ થાય તેવું
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબાતીર્થ તથા વિશ્વનું અજોડ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની
સ્થાપના તથા અદ્વિતીય ગુરુમંદિરની સ્થાપના.
૩૯
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતવાણી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫
શ્રી મહાવીર સ્વામીને નમઃ
જીવન યાત્રાનો રાજમાર્ગ (પર્વ-૭)
‘અનંત ઉપકારી, અનંત જ્ઞાની, પરમ કૃપાળુ જીનેશ્વર પરમાત્માએ પ્રાણી માત્રના કલ્યાણ માટે ધર્મ પ્રવચન દ્વારા ઉપકારની અપૂર્વ વર્ષા કરી છે. એમણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી, લક્ષ સિદ્ધ કરી લીધું, છતાં પણ એમની ભાવકરૂણા, અંતરનું
For Private And Personal Use Only
વાત્સલ્ય પ્રવચન દ્વારા વહાવીને અને સ્વયંને જોવા માટે દૃષ્ટિ આપીને આપણા ઉપર સૌથી મહાન ઉપકાર કર્યો છે. આત્મા કેવી રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે, એનું સમ્યક્ માર્ગદર્શન પરમાત્માએ પ્રવચન દ્વારા આપ્યું છે. એવા પરમાત્માનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. પરમાત્માની વાણીમાં સરસ્વતીનો વાસ છે, એ આત્માને પુષ્ટ કરવાવાળી છે, અનાદિકાળની મોહ નિદ્રામાંથી જગાડવાવાળી છે, એકવાર એનું ભાવપૂર્વક શ્રવણ ક૨વામાં આવે તો આત્મા મોહનિદ્રામાંથી જાગી જાય અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરે એટલી એમાં તાકાત છે.’ ‘દર વર્ષે તમે પર્યુષણ મનાવો છો. આ પર્વાધિરાજનો પ્રસંગ દરેક દૃષ્ટિએ ઉપયોગી છે. એ બધી મનોકામના પૂર્ણ કરે એવો કલ્યાણમિત્ર છે. જગતને મુક્ત કરે છે, એ આશીર્વાદ છે, અને વરદાન પણ છે. એનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષના પરિણામ કોમળ બનાવે છે અને એને ક્ષય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. પરમાત્માની આજ્ઞાનું પાલન આરાધના દ્વારા આ દિવસોમાં કરવામાં આવે છે. એનાથી માનસિક આરોગ્ય મળે છે, આત્માનું આરોગ્ય પ્રાપ્ત થાય છે અને શારીરિક આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે, તણાવમાંથી મુક્ત થવાય છે, ક્ષમા અને મૈત્રીની ભાવના ઉત્પન્ન થાય છે.’‘રાગ દ્વેષ હશે, ત્યાં રોગ અને બિમારીઓ હાજર હશે, એમ ચરક સંહિતામાં કહેવામાં આવેલ છે. રાગ દ્વેષના પરિણામથી બધી બિમારી
४०
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન થાય છે એમ જ્ઞાનીઓએ હજારો વર્ષો પહેલા નિદાન કરેલ છે. અપ્રાપ્તિની વેદના અને ઇચ્છિત ભૌતિક પદાર્થ મેળવી લેવાની લાલસા બહુ ભયંકર છે, એનો તમારા વિચારો ઉપર બહુ પ્રભાવ પડે છે અને બ્લડ પ્રેશર વધે છે, પાચક રસો નબળા પડે છે, શક્તિ ક્ષીણ થાય છે. અપ્રાપ્તિમાંથી પછી ઢેષ ઉત્પન્ન થાય છે. એનાથી વર્તમાન અને ભવિષ્ય બંને બગડે છે. “ધર્મનું પ્રાણ તત્ત્વ મૈત્રી અને ક્ષમા છે. એને જીવનમાં આચરણમાં ઉતારી લો તો સંસાર સ્વર્ગ બની જાય, આ જીવન મોક્ષનું સાધન બની જાય. મેત્રી ભાવનાની વ્યાખ્યા બહુ ઉત્તમ છે. જગતના કોઈ આત્મા પાપ પ્રત્યે આકર્ષિત ન થાય એવી બુદ્ધિ મળે, અને જગતના કોઈ આત્મા દુઃખી ના થાય, એવી ભગવાનને મંગળ પ્રાર્થના કરો. દુઃખી લોકોના દુઃખ કેવી રીતે દૂર કરું, બીજાના દર્દના આંસુ મારી આંખમાંથી નીકળે એવી અનુકંપા પ્રાપ્ત કરો. ભાવમૈત્રી દાખવો. જગતના બધા આત્મા મોક્ષના અધિકારી બને એવી ભાવના ભાવો.” “પરમાત્માએ પ્રવચન આપીને આત્મ તત્ત્વનો પરિચય સૌને પરમાત્મા બનવા માટે આપ્યો છે, એ પાછળ એમને પ્રસિદ્ધિની કોઈ લાલસા ન હતી. એમની ઉદારતા અને ભાવનાની વિશાળતા તમને દેખાતી નથી. આજ સુધી તમે આરાધના કરતા આવ્યા છો પણ હજુ એનો સ્વાદ ચાખવા મળ્યો નથી. ચમચો બધાને દૂધપાક પીરસે છે, દૂધપાકના પાત્રમાં છેક તળીયા સુધી અનેકવાર જઈ આવે છે છતાં ચમચો પોતે તો કોરો ને કોરો રહી જાય છે, એને દૂધપાકના સ્વાદની ખબર પડતી નથી. તમે પણ ધર્મસ્થાન, મંદિર, ઉપાશ્રયો બધે ગયા પણ ચમચાની જેમ ફરતા રહ્યા છો. પણ બહાર નીકળીને કોઈ સ્વાદ મળ્યો હોય એવો અનુભવ થતો નથી. જીવન અને આચરણથી આરાધના સક્રિય બનવી જોઈએ. તમારા પરિચયમાં આવનારને તમારી સાધનાનો પરિચય મળે એવા તમારા વાણી અને વર્તન હોવા જોઈએ.” “પર્વના પરિચયથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. એનું સુંદર રીતે સ્વાગત કરો. મૈત્રી અને ક્ષમાપના એ પર્વનો પ્રાણ છે. ડોક્ટર બધું તપાસીને પછી કહે કે હાર્ટની બિમારી છે, થોડી કમજોરી છે તો ગરબડ થઈ જશે ને? પણ જો હાર્ટ સુરક્ષિત હશે અને અન્ય કોઈ બિમારી હશે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી એમ ડોક્ટર કહેશે. આરાધનામાં પણ મૈત્રી અને ક્ષમાનું મહત્વ શરીરમાંના હૃદય જેવું છે. એમાં ખામી હશે તો મોક્ષ સુધી
૪૧
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી પહોંચી શકો, માત્ર થોડું પુણ્ય બંધાશે એટલું જ.'
બહારના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ તમને વારંવાર ડીસ્ટર્બ કરે છે. અનાદિકાળના સંસ્કારો જલ્દીથી જતા નથી. એને પ્રયત્નપૂર્વક દૂર કરવાના. અનાદિકાળથી કર્મનો અધિકાર તમારા આત્મા ઉપર છે. મહાવીર પરમાત્માએ ૨૭ ભવ કરવા પડ્યા હતા, ત્યારે એ મોક્ષ પામ્યા હતા. સર્વોચ્ચ આરાધના કરવાવાળા આત્માને પણ ચઢાવ ઉતાર જોવો પડ્યો હતો. તો પછી આપણી તો એ સર્વજ્ઞ આગળ કોઈ હેસિયત નથી કે, એક ભવમાં બધું ક્ષય થઈ જાય. પર્વ તો જીવનનો પરમ મિત્ર છે અને એનો પ્રાણ ક્ષમાની મંગળ ભાવના છે. ક્ષમા છે ત્યાં લાભ જ લાભ છે, એ વિરત્વનું લક્ષણ છે. શક્તિ હોવા છતાં ક્ષમાની મંગળ ભાવના ધારણ કરે એ આત્માનું આધ્યાત્મિક મૂલ્ય બહુ છે. પરમાત્માએ ઘણા ઘોર ઉપસર્ગો સહન કર્યા છે છતાં એમના મુખેથી ક્યારેય અપશબ્દો નીકળ્યા નથી.
યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો સહેલો છે પણ આત્મા અને કષાયો ઉપર વિજય મેળવવો બહુ અઘરો છે.” “પ્રાથમિક કક્ષાનું જ્ઞાન ન હોય, અને યુનિવર્સિટીની ડીગ્રીની ખેવના રાખો છો.”
એમ તમારા માથા ઉપર તમારૂ રાજ ચાલતું નથી અને બહારનું બધું જીતવા અને કબજે કરવા માટે વ્યર્થ પ્રયત્ન કરો છો. તમારો ક્ષયોપશમ મંદ છે એટલે આત્મા અને પરમાત્મા બાબતમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતા.
સંસારમાં રહીને પણ પાપથી બચું એ તમારૂ લક્ષ હોવું જોઈએ. તપ, જપ અને આરાધના દ્વારા એવો અભ્યાસ કરી લો કે ભવિષ્યમાં તમારી મર્યાદા મુજબ જીવન જીવો.”
વાણી ઉપર અધિકાર આવી જાય, જીવનમાં પરિવર્તન આવે. અજાણી જગ્યાએ કૂતરો કરડવા આવે છે ત્યારે બધી શક્તિ ભેગી કરીને મુટ્ટીઓ વાળીને દોડો છો ને? મોત પીછો કરશે ત્યારે આપો આપ શક્તિ આવી જશે. પણ પ્રતિક્રમણમાં એક-દોઢ કલાક બેસવાનું આવે છે ત્યારે કમર દુઃખી જાય છે. શક્તિ તો તમારામાં છે, પણ એનો તમે યોગ્ય જગ્યાએ
૪૨
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. આ દેશની એ પરંપરા હતી કે અતિથિ દેવો ભવ માનીને આંગણે આવેલાનું ભાવપૂર્વક સ્વાગત
કરવું. ‘તમે પહેલેથી જ આત્મા અને પરમાત્મા બાબતમાં ચર્ચા કરો છો, પણ એ એમ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. પહેલા તમારી ઇન્દ્રીયો અને વિષય કષાયોના રાગને ખતમ કરો પછી કર્મ આપો આપ ખતમ થઈ જશે અને તે પછી વગર પરસેવે પરમાત્મા બની જશો.’ ‘વિષયોને ખતમ કરવા માટે તો પર્વાધિરાજ પર્યુષણ આવી રહ્યા છે. તપ કરો, એ કર્મ નિર્જરાનું શ્રેષ્ઠ સાધન છે. જપ કરો, સતત પરમાત્માનું સ્મરણ કરો. જેથી કર્મના આશ્રવ દ્વાર બંધ થઈ જાય. જીવ વિરાધના વગરનું જીવન જીવતા થઈ જાવ. ક્ષમા ભાવના હશે ત્યાં સદા એનું સન્માન સંસાર કરશે. કર્મ શત્રુ ઉપર ઉપર વિજય મેળવે એનું ત્રણે લોકમાં સ્વાગત થાય છે. ક્ષમા અને મૈત્રી ભાવના રાખો.’ ‘દરજી પોતાની સોય માથે કે ટોપીમાં કે કોલરમાં ભરાવેલી રાખે છે અને કાતર હોય છે એને પગ નીચે દબાવેલી રાખે છે. સોય જોડવાનું કામ કરે છે, માટે એનું સન્માન થાય છે, એને માથે રાખવામાં આવે છે. કાતર કાપવાનું, જૂદા ક૨વાનું કામ કરે છે માટે એને પગ નીચે દબાવેલી રાખવામાં આવે છે.’ ‘ક્ષમાની અને સહન કરવાની ભાવના નહીં હોય તો સન્માન નહીં મળે. પડદો એક વખત ફરિયાદ કરે છે કે એને રોજ સફાઈવાળો હેરાન કરે છે, દિવસમાં બે ત્રણ વખત કાન આમળે છે, અને ઝાપટ ઝૂપટ કરવા દ્વારા પણ એને માર પડે છે, જ્યારે રાષ્ટ્રધ્વજને કેટલું બધું માન મળે છે, એ બદલ એને ઇર્ષા થતી હોય છે. ગમે તેવા વરસાદમાં, તડકામાં કે ઠંડીમાં પણ રાષ્ટ્રધ્વજ અડીખમ રહે છે, બધા કષ્ટો પ્રસન્નતાપૂર્વક સહન કરે છે અને સમત્વની સાધના કરે છે, ત્યારે એને આટલું બધું માન મરતબો મળે છે. જે સહન કરે છે એનામાં ક્ષમા ભાવના હોય છે. તમે કેટલું સહન કરો છો? ગરમી આવતાં જ એર કંડીશન ચલાવો છો, અને ઠંડી લાગતાં હીટર ચલાવવા માંડો છો. માર નહીં ખાવ તો માલ પણ નહીં મળે, જે સહન કરશે એ જ જગતના સન્માનને પાત્ર થશે એ પરમાત્માના શાસનનો નિયમ છે.’‘પર્વાધિરાજની આરાધના એ ક્ષમાની આરાધના છે. એ ક્ષમા શબ્દોમાં નહીં પણ જીવનના આચરણમાં જોઈએ. તમે શું જાણો છો
૪૩
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનું નહીં પણ શું કરો છો, એનું બહુ મહત્ત્વ છે. મોક્ષ તત્ત્વમાં વિશ્વાસ રાખો, શ્રદ્ધા ધારણ કરો. તમારૂ આચરણ એવું હોવું જોઈએ કે દરેક ગુણ પ્રત્યે અનુરાગ પેદા થાય. ગુણો પ્રાપ્ત કરીને આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત કરો અને ભવાંતરમાં જૈન શાસન પ્રાપ્ત કરીને મોક્ષની સાધનાનો આરંભ કરો.”
દુનિયામાં, સંસારમાં તમે ડગલે ને પગલે ઠોકરો ખાવ છો, એ વખતે સાવધાન થઈ જવા જેવું છે. તમારા દોષોનો સ્વીકાર કરો અને એને દૂર કરવા સંકલ્પ કરો. તમારામાં રહેલ મહાચંડાળ એવા ક્રોધને દૂર કરો, સમતા ધારણ કરો. તમારો અપરાધ તમારા આત્માને ખાઈ જાય તે પહેલા એનો સ્વીકાર કરીને પ્રાયશ્ચિત લઈ લો.
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય બોલવાવાળા એવા તમે પંચેન્દ્રીય સાથે શત્રુતા ન રાખો. ભાવપૂર્વક કરેલ એક પ્રતિક્રમણ પણ પાપોનો નાશ કરવા માટે સમર્થ છે. પાપનો સાચા હૃદયથી પશ્ચાતાપ કરો. એક ઇરિયાવહીથી અઇમુત્તા મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.'
વ્યાખ્યાન અને દૃષ્ટાંતો સાંભળીને તેમાં છૂપાયેલ તત્ત્વનો બોધ ગ્રહણ કરો. પરમાત્માની અમૃત જેવી વાણી સાંભળવા માટે અને સમજવા માટે પણ યોગ્યતા જોઈએ. પરમાત્માએ ઘોર ઉપસર્ગો સહન કર્યા છે, એવી તાકાત મને પણ મળે એવી ભાવના રાખો. સોમીલ સસરાએ દ્વેષ ભાવનાથી જમાઈ ગજસુકુમારના માથે પાઘડી બાંધીને, એમાં સળગતા કોલસા નાંખ્યા હતા તો પણ ગજસુકુમારે બીલકુલ પ્રતિકાર કર્યા વગર સમતાથી એ ધારણ કર્યા હતા અને કર્મક્ષય કર્યો હતો. આજે મોટેભાગે શ્રાવકો કે સાધુઓમાં પણ ધર્મની સ્કૂલના થતી જોવા મળે છે. સામાન્ય વાતને મોટુ રૂપ આપીને ક્રોધ કરશો, તો કદી તમારા આત્માનું કલ્યાણ નહી થાય. ‘કષાયો કરવામાં નફો નથી, માત્ર નુકશાન જ છે.” તમે તમારી દૃષ્ટિથી ધર્મનું અર્થઘટન ન કરો. પ્રતિકારમાં સંઘર્ષ છે, સ્વીકારમાં સાધનાની પુષ્ટિ છે. સ્વીકાર તો સાધનાનું અંગ છે.
અપકારી આત્મા ઉપર પણ ઉપકારની વર્ષા વરસાવો. એક માનવને સાચો માનવ બનાવવા માટેનો ભાવ આવવો જોઈએ. અગરબત્તીનો સ્વભાવ
४४
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવો છે કે, એ પોતાને સળગાવવાવાળાને પણ સુગંધ પ્રસરાવે છે, દુર્ગધ નહીં. તમારા ભાવ સુધારો. કષાયમાંથી મુક્ત થાવ. “પર્વ તમને બધી રીતે સુખાકારી આપનાર અને પરંપરાએ મોક્ષ આપનાર છે એવા પર્વના જેટલા ગુણ ગાવ એટલા ઓછા છે. એકવીસ વખત જે આત્મા કલ્પસૂત્રનું શ્રવણ કરે એ સાતથી આઠ ભવમાં મોક્ષે જાય એમ શાસ્ત્રકારો કહે છે. પર્વમાંથી ઘણું બધું શીખવાનું છે. એનાથી ગુણોની પ્રાપ્તિ થાય છે. ચારે વર્ણમાં પર્વ હોય છે. હોળીને શુદ્ર લોકોનું પવ માનવામાં આવ્યા છે, દિવાળોન વશ્યાન, દશરાન ક્ષત્રિયાન અને રક્ષા બંધનન બ્રાહ્મણનું પર્વ માનવામાં આવ્યું છે. પણ પર્યુષણા મહાપર્વ તો લોકોત્તર પર્વ છે, એમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. એ તો પરંપરાએ મોક્ષ અપાવવાવાળું છે. ગ્રહો પણ ક્રમાનુસાર કાર્ય કરે છે. સૌથી પરાધિન તો કર્મ છે. એનો ક્ષય કરવાની સાધના એ પર્વાધિરાજ પર્યુષણ છે.” “દરજી ગમે એટલો હોંશીયાર હોય પણ કાતર અને સોય એની પાસે હોવા જ જોઈએ, એ અનિવાર્ય છે, એ રીતે ડોક્ટર ગમે એટલો હોંશીયાર હોય, પણ ઉપચારના સાધનો એની પાસે હોય એ અનિવાર્ય છે, તો જ ઉપાય શક્ય બને. એ રીતે દરેક જગ્યાએ સાધના જરૂરી છે. સાધન વગર સાધના શક્ય નથી. આરાધના એ સાધન છે, આત્માનો ખોરાક છે, એનર્જી છે, એ એનર્જી પર્વની આરાધનામાંથી મળશે. સાધુએ તમારો ભવોભવનો રોગ પારખીને નિદાન કર્યું છે, પ્રીસ્કીશન પણ લખી આપ્યું છે. હવે દવા તમારે લેવાની છે. માત્ર પ્રિસ્ક્રીપ્શન વાંચવાથી આત્માનું આરોગ્ય નહીં સુધરે, દવા લેવી પડશે અને આચારનું પથ્યપાલન પણ કરવું પડશે.”
જેવું ભોજન હશે એવું ભજન થશે. આજે ભોજન વિકૃત બની ગયું છે. વિહાર વખતે જોતાં લાગે છે કે માણસને જાણે ખાવા માટે જ અવતાર મળ્યો છે. પર્વના દિવસોમાં રાત્રિ ભોજનનો ત્યાગ કરો. આહાર શુદ્ધ હશે તો તમારી સાધનામાં સાત્વિકતા આવશે અને છેવટે શુદ્ધતા આવશે. આહાર સંજ્ઞા બહુ ખતરનાક છે. જીવગર્ભ ધારણ થયાના પહેલા સમયથી જ, એ આહાર ધારણ કરે છે, અને શરીર બનાવવા પ્રયત્ન કરે છે. ખાતી વખતે કદી ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ યાદ આવતી નથી, પણ ઉપવાસમાં બધી જાતની વાનગીઓ અને ખાવાનું યાદ આવે છે. હોસ્પિટલના ચક્કરમાંથી
૪૫
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચવા માટે પણ રાત્રિ ભોજનથી બચવા જેવું છે. તમારા છેલ્લામાં છેલ્લા ગાંડપણ મુજબ ફેમિલી વકીલ અને ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી સાધુ પણ રાખો કે, જે તમને જીવનમાં માર્ગદર્શન આપે, અને પાપોમાંથી છૂટકારો અપાવે. આહારનો સંયમ તમને દીર્ધાયુ અપાવે છે એ સમજીને પણ રાત્રિ ભોજન છોડવા જેવું છે. પેટને નરમ રાખો, પગને શ્રમ દ્વારા ગરમ રાખો, માથાને ક્ષમા દ્વારા ઠંડુ રાખો, તો કદી ડોક્ટરની જરૂર નહીં પડે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે.
પૂ. આચાર્ય ભગવંત શ્રી પધસાગર સુરીશ્વરજી મ. સા. ની અમૃતવાણી
બોરીજ, ગાંધીનગર.
તા. ૨૪-૦૭-૨૦૦૫ શ્રી મહાવીર સ્વામીને નમઃ
આજરોજ પૂજ્ય આચાર્ય ભગવંતનો ૭૧મો જન્મ દિવસ છે અને સંયમ પર્યાયના ૫૦ વર્ષ પૂરા કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે એકત્ર થયેલ વિશાળ મેદનીને સંબોધતા પૂજ્યશ્રીએ સૌને અંતઃકરણપૂર્વક મંગળ શુભકામના પાઠવી અને ધન્યવાદ આપ્યા હતા. પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે આપ સૌની શુભેચ્છા મારા સંયમને પુષ્ટ કરવાવાળી બને. આપની સદ્ભાવના મારા વિચારોમાં વૈરાગ્યનું પોષણ કરે, એવી પરમાત્માને પ્રાર્થના કરૂ છું. જીવન તો આજે છે ને કાલે ચાલી જવાનું છે. પરંતુ તે જતા પહેલા એની પાસેથી ઘણું કામ લેવાનું છે. માટે ઉઠો અને જાગૃત બનો. જાગૃતિમાં જ જીવનની પૂર્ણતા છે. પૂર્વના પુણ્યોદય અને સંસ્કાર લઈને આવ્યો હોઈશ ત્યારે પરમાત્માનું શાસન મળ્યું છે. પરમાત્માએ બતાવેલા માર્ગે ચાલવાનું પુણ્ય મળ્યું એને માટે સ્વયંને ધન્યવાદ આપું છું. પુણ્યના ઉદયથી મહાન ગુરૂ કેલાસસાગર સૂરીશ્વરજી મળ્યા છે.
૪૬
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જે કંઈપણ છું એ ગુરૂના આશીર્વાદ અને કૃપાથી છું. મારામાં જે કંઈ છે એ એમનું આપેલું છે, મારું કંઈ નથી. “આખું જગત સાંપ્રત સમયમાં ભયથી
ભરેલું છે. પરંતુ વૈરાગ્ય એક એવી વસ્તુ છે, જ્યાં કોઈ ભય નથી પણ પૂર્ણતયા અભયતા છે.” “આ જગતમાં ભલે ભૌતિક સમૃદ્ધિનું આકર્ષણ તમને હોય, પરંતુ પુણ્યોદયથી કદાચ દેવલોક મળી જશે, તો પણ ત્યાં આત્મશાંતિ નથી, એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. મોટા મોટા ચક્રવર્તીઓ આવ્યા અને ચાલી ગયા. ભૌતિક સમૃદ્ધિ એ દિવાસ્વપ્ન છે. એમાં કંઈ તથ્ય કે સત્ય નથી.” આજે આખું જીવન ભયથી ભરેલું છે. સાધુ જીવન એવું છે કે જ્યાં ચોરીનો ભય નથી. તમે એક સામાન્ય બે રૂપિયાનો પ્લાસ્ટીકનો લોટો લાવશો, અને રસ્તા પર મૂકશો તો એ પબ બીજે દિવસે ગાયબ થઈ ગયો હશે. એની સામે સાધુનું એક પાત્ર મૂકી જોજો. કોઈ એને અડશે પણ નહીં. સાધુ પાસે એવી કોઈ વસ્તુ હોતી નથી કે જે એની શાંતિનો ભંગ કરે. સાધુ પાસે એવી કોઈ કિંમતી વસ્તુ હોતી નથી કે જેથી લોકોએ એ લેવાનું કે ચોરી કરવાનું મન થાય. સંતોને તો સદાય દિવાળી હોય છે. નિશ્ચિત જીવન હોય છે. આવનારૂ ભવિષ્ય પણ ઉજ્વળ હોય છે. સદ્ગતિ સાધુનું સ્વાગત કરવા હંમેશા તૈયાર જ હોય છે. “જગત જીતવાવાળા ઘણા મોતથી હારીને જતા રહ્યા છે. સમ્રાટ સિકંદર પણ ખાલી હાથે ચાલ્યો ગયો છે. તમને જે કંઈ મળ્યું છે એનો સંતોષ નથી અને નથી મળ્યું એની ચિંતામાં વર્તમાન જીવન દુઃખી કરી રહ્યા છો અને પીડાઈ રહ્યા છો. પર વસ્તુમાં સ્વની કલ્પના કરીને વગર કારણે દુઃખને
આમંત્રણ આપો છો, અને દુર્બાન કરો છો.' વિતરાગી સાધુને મનમાં પણ સંસાર હોતો નથી. સાધુ જેવો સુખી આ સંસારમાં કોઈ નથી. સાધુએ એક ઘર છોડ્યું હોય છે, પણ સાધુને તો જ્યાં વિચરણ કરે, ત્યાં દરેક ઘર એવું બની જાય છે. સંયમનું પોષણ કરવાવાળા બધા સાધુને માટે તો માતા-પિતા તુલ્ય હોય છે. આ બધો સંયમનો પ્રભાવ છે. સાધુને તો છોડ્યું થોડું અને મળ્યું ઘણું એવી સ્થિતિ પ્રવર્તે છે. સાધુ જીવનમાં પ્રમાણિકતા જોઈએ. આત્મસાક્ષી અને પરમાત્મ સાક્ષીએ આરાધના થવી જોઈએ. સાધુ જીવન ખજૂરના વૃક્ષ જેવું છે. સંયમ પથમાં સાધુ
૪૭
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરોત્તર વધતો જશે, તો અમૃત રસ મળશે, ઇચ્છાઓ અને તૃષ્ણાઓ ઉપર પૂર્ણ વિરામ આવશે. પણ જો પડી જશો તો સૌથી નીચે ઉતરી જશો અને પટકાશો, પછી કલ્યાણ નહીં થાય.
ગુરૂ નિશ્રા અને ગુરૂ કૃપા સંયમ પથમાં બહુ મહત્વનું કામ કરે છે.” અંતિમ શ્વાસ સુધી સંયમ પથમાં પ્રમાણિક રહે એવી સંભાવના ઇચ્છું છું. પ્રાણીમાત્રનું કલ્યાણ થાય, એવી મારી મનોકામના પૂર્ણ બને એવું ઇચ્છું છું જેથી મારા વિચારોને પુષ્ટિ મળે અને આરાધના કરી શકું. “તીર્થ એ આધ્યાત્મિક હોસ્પિટલ છે. એમાં વિચારોની સારવાર થઈ શકે છે. શુભ વિચારોનું સર્જન થઈ શકે છે. દરેક સુકૃતોમાં યથાશક્તિ તમારૂ યોગદાન આપો, ગરીબો માટે કંઈક કરો, દુઃખી આત્માના આંસુ લૂછો એ તમારૂ કર્તવ્ય છે. બીજાના દુઃખ જોઈને તમારી આંખમાં આંસુ આવવા જોઈએ. એમના દુઃખો કેવી રીતે દૂર કરૂ એવું તમને થવું જોઈએ. તમારા આંગણે આવતો ભિખારી ભીખ નથી માંગતો. એ ખરેખર તો તમને શીખ આપી કહે છે કે, મેં પૂર્વભવમાં કંઈ નથી આપ્યું એટલે મારી આવી હાલત વર્તમાનમાં થઈ છે. તમારી આવી હાલત ન થાય એટલા માટે પણ મને કંઈક આપો. તમારા આત્મ સંતોષ માટે પણ શુભ કાર્યો કરો.” “સાધુ અંતરમાં વિચારે છે એ આશીર્વાદના રૂપમાં આપે છે. પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું કે મારી સાધના દ્વારા જે કંઈ મેં પ્રાપ્ત કર્યું હોય, એ જગતના પ્રાણી માત્રના કલ્યાણ માટે થઈને રહો.”
૪૮
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિશ્વમૈત્રીધામ બોરીજ -ગાંધીનગર
// બોરીજ તીર્થ મંડા શ્રી વર્તમાનરવામિને નમ: II
1.
|
[]
T
- પરમ ગુરૂભક્ત
પજ્ય માતળી નવીનચંદ્ર જગાભાઈ શાહ ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર શાહ -
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રધ્ધાળુજન
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થિત
For Private And Personal use only
Page #58
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मैं सभी का हूँ सभी मेरे है. प्राणी मात्र का कल्याण मेरी हार्दिक भावना है, मैं किसी वर्ग, वर्ण, समाज या जाति के लिए नहीं अपितु सबके लिए हूँ व्यक्ति-राग में मेरा विश्वास नहीं है. लोग वीतराग परमात्मा के बतलाये पथ पर चलकर अपना और दूसरों का भला करे यही मेरी हार्दिक शुभेच्छा है. आचार्य श्री पभसागरसूमि Concept By : BIJAL GRAPHICS : 079-22112392 For Private And Personal Use Only