________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય તો સંસાર સ્વર્ગ બની જશે. પરમાત્માની વાણી સાંભળીને કંઈક શીખો, બોધ પ્રાપ્ત કરો. શ્રવણ પણ એક સાધના કહી છે. પ્રવચન તમારામાં પરિવર્તન આવે એ માટે છે. પ્રવચન સાંભળીને પરિવર્તન દ્વારા જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરો એ માટે પ્રવચન માળા ગોઠવી છે. જીવનમાં આગળ વધવા પ્રવચનની સાધનાનો એક પ્રકાર છે. સહન કરવાની યોગ્યતાનો વિકાસ કરો. નર્કમાં ઘણી વેદના સહન કરી છે. ત્યાં એક ક્ષણ પણ આ આત્માને આનંદ નથી મળ્યો. થોડી સહનશીલતા નહીં દાખવો તો સિદ્ધ નહી બની શકો.
કર્મના ઉદયકાળમાં વિપરિત સંજોગોનું સ્વાગત કરો, સહન કર. સહન કરીને તમારી સાધનાને પરિપક્વ બનાવો.” આવકવેરા કચેરી હોય કે પોલીસ મથક હોય, જ્યાં તમારો સ્વાર્થ હોય ત્યાં તમે સમતા દાખવો જ છો. સંસાર માટે ઘણું સહન કરો છો એ રીતે આત્મા માટે સહન કરવાની આદત પાડો.” “એક વખત દેરાસરે દર્શન કરવા જતાં નીચે પડેલ જૂતા/ચંપલો એકદમ આક્રોશ ઠાલવવા માંડ્યા. એ કહે કે મહારાજ, તમે અમને બહુ અન્યાય કરો છો. તમે ચંપલ ભલે ન પહેરો. પણ અમારો જાતભાઈ અંદર પરમાત્મા પાસે ચોવીસે કલાક રહે છે અને અમને કોઈ અંદર પ્રવેશવા દેતું નથી. મહારાજ પણ ચમક્યા. ઘણો વિચાર કરીને પછી જૂતા/ચંપલને મંદિરના દ્વાર સુધી લઈ ગયા અને અંદરથી ઢોલ અને નગારાને પણ બોલાવ્યા અને એના જાતભાઈની ફરિયાદ સંભળાવી. ઢોલ નગારા, જૂતા ચંપલને કહે છે કે જો ભાઈ, એમને એમ કંઈ સારૂ નથી થવાતું.
સવારે ને સાંજે બંને વખત આરતી વખતે અમારા શરીર ઉપર જોરદાર દંડા પડે છે તમાચા પડે છે અને એ અમે સહન કરીએ છીએ ત્યારે અમે મંદિરમાં રહી શકીએ છીએ. તારી પણ એવી તાકાત હોય તો તું પણ રહી શકે છે. જૂતા/ચંપલ કંઈ બોલ્યા ચાલ્યા વગર જ પાછા નીચે પોતાના સ્થાન ઉપર જતા રહ્યા. કંઈ શીખ્યા? જે સહન કરે છે એ જ પરમાત્માના દ્વારે પ્રવેશ મેળવી શકે છે. જે સહન નથી કરતા એ જૂતાની જેમ બહાર રહી જશે.”
જીવન સાધનામાં સહન કરો. બધી યોનિમાંથી દુ:ખો સહન કરતા
૨૦
For Private And Personal Use Only