Book Title: Jivan Yatra No Rajmarg
Author(s): Padmasagarsuri
Publisher: Vishwa Maitri Jain Tirth Borij

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમની આંખોમાં પુષ્કળ આંસુ હતા, રૂદન કરતા હતા અને આવનારા કપરા દિવસો કેવી રીતે પસાર કરીશું એની વિમાસણમાં હતા. બરાબર એ જ વખતે જેલના જૂના રીઢા કેદીઓ ત્યાં હસતા હતા અને એ નવા કેદીઓને આશ્વાસન આપતા હતા કે થોડા દિવસમાં બધું બરોબર થઈ જશે. તમારે ઘેર પણ કોઈ નવું મહેમાન આવે છે ત્યારે એ રડતું હોય છે અને ઘરના અન્ય સભ્યો ખુશી મનાવતા હોય છે, પેંડા વહેંચતા હોય છે. બને છે ને આવું?” તમે આઝાદ અને સ્વતંત્ર છો એ તમારો ભ્રમ છે. “જન્મ લેવો એ તમારા હાથની વાત નથી પણ મરવાનું તમારા હાથમાં છે. ભગવાનને કહો કે તારી કૃપાથી મને સમાધિમરણ પ્રાપ્ત થાય, મૃત્યુને મારીને મરૂ, મૃત્યુને મહોત્સવ બનાવીને જાઉં એવી કૃપા કરજે. અલિપ્ત અને વૈરાગ્યભાવ કેળવવા પ્રયત્ન કરો. ઘણીવાર નવરાત્રિના દિવસોમાં ઠેર ઠેર રામાયણનું નાટક ભજવાતું હોય છે. એ વખતે બનાવટી અપહરણ બતાવવામાં આવતું હોય છે એ સમયે પ્રેક્ષકો પણ રાવણ પ્રત્યે રોષ વ્યક્ત કરતા હોય છે. નાટક પૂરૂ થતાં કોઈ એ રાવણના પાત્રને પૂછે છે કે તારા માટે લોકોમાં બહુ વેષ અને ધિક્કાર છે. એ વખતે એ બનાવટી રાવણના પાત્રવાળી વ્યક્તિ કહે છે કે આ ક્યાં સાચું અપહરણ હતું? આ તો નાટકમાત્ર હતું. રામાયણના નાટકમાં બતાવાતા રાવણના પાત્ર જેવું પણ જો તમારૂ જીવન બદલાઈ જાય તો પણ નજીકના ભવિષ્યમાં તમારો મોક્ષ થશે. દુશ્મનના મોત વખતે ખુશી નહી પણ તમારી સંવેદના પ્રગટ કરો. એ રીતે અલિપ્ત ભાવ કેળવો. મુંબઈ ગોડીજી, વાલકેશ્વર, નાગોર, દિલ્લી, અજીમગંજ, જિયાગંજ આદિ અનેક સંઘોમાં દેવદ્રવ્યની સંપૂર્ણ શુદ્ધિ તથા શાસ્ત્રીય પરંપરાનું પુનઃ પ્રસ્થાપન. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58