Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 225
________________ મંજુલાલ રણછોડલાલ મજમુદાર સમદષ્ટિકોણનું; એમની વિદ્વત્તા અને પ્રાચીન સાહિત્યના વાચન અને અભ્યાસનું માપ કાઢી શકાશે. પ્રેમાનંદનાં આખ્યાનના અભ્યાસ સાથે સાથે, સામળભટ્ટને જવા માટે ગુજરાતી લોકકથા અને વાર્તા સાહિત્યની માપણું અને સમાન લોચના એમના જેવી અન્ય કોઈએ કરેલી જાણવામાં નથી. અને તેને વિશેષ પ્રકાશમાં આણવાનો યશ એમને છે. એમના સાહિત્યકાર્યમાં એમનાં પત્ની સ્વ. સૌ. ચિતન્યબાળા બહેન પણ વિશેષ મદદગાર થતાં હતાં; દિલગીરી માત્ર એ છે કે એ સુભગ યુગલ લાંબો સમય સાથે રહી સાહિત્યની સેવા કરવા ભાગ્યશાળી નિવડયું નહિ. “અભિવન ઊંઝણુંનામના પંદરમા શતકના કાવ્યની મોક્ષની વાચના એમણે જ એકલે હાથે કરેલી પડી છે. તે અનુકૂળતાએ પ્રકટ થનાર છે. તેમના “લલિતકલા તથા બીજા સાહિત્ય-લેખો” નું સંપાદન એ કરી રહ્યા છે. પ્રાચીન કાવ્યના સંશોધન અને સંપાદન કાર્ય ઉપરાંત એમણે “તિલોતમા–નામની અપ્સરા સૃષ્ટિની વાત્તાં-” લખી છે. “લોકવાર્તાના સાહિત્ય” નાં બે વિસ્તૃત પ્રકરણ સંસદુના “મધ્યકાલીન સાહિત્યના પ્રવાહો તે ખંડ પમામાં એમણે લખ્યાં છે. સૌ. દીપકબા દેસાઈકૃત “સ્તવન મંજરી' તથા ખંડકાવ્યો' ના પુસ્તકનો અને રા. રમણલાલ વસંતલાલ દેસાઈકૃત “શંક્તિ હૃદય’ નાટકના ઉપઘાત એમણે લખ્યાં છે; જે સાહિત્યના અભ્યાસીએ વાંચવા વિચારવા જેવા છે. સૌ. દીપકબા દેસાઈની કવિતાકળાને ઉત્તેજનાર અને પ્રેરનાર તરીકે એમને ગણી શકાય. હમણાં તેમણે તેમનાં સ્વ. પત્નીએ અધૂરા મૂકેલા રાસસાહિત્યનું સંપાદન કાર્ય “ગુજરાતણોને ગીતકલ્લોલ” એ નામથી હાથ ધર્યું છે; અને તેમાં રાસ, ગરબા તથા ગરબીનું શાસ્ત્રીય પૃથકરણ તથા વિવેચન પ્રાચીન અર્વાચીન કૃતિઓમાંથી ઉદાહરણ સહિત ચાર ભાગમાં બહાર પાડનાર છે. એમનાં અન્ય સંપાદનની પેઠે તે પણ સાહિત્યરસિક તેમજ સાહિત્યના અભ્યાસી એમ ઉભયને રસદાયક અને ઉપકારક થશે એમ આશા રહે છે. મીરાંબાઈનાં અસલ પદોની શોધખોળ માટે એમણે મુંબઈ યુનિવસિટી તરફથી રીસર્ચ ગ્રાન્ટ મેળવી છે; અને તે શોધખોળ પૂરી થયે, “મીરાં-માધુરી” નામે સંગ્રહ તેઓ પ્રકટ કરવાના છે. ૧૫૭

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286